________________
અકામ-મરણીય
૧૫૩
અધ્યયન-૫ : આમુખ
ઉપર્યુક્ત સત્તર મરણો વિભિન્ન અપેક્ષાઓ વડે પ્રતિપાદિત છે. આવીચિ, અવધિ, આત્યંતિક અને તદ્ભવ-મરણ ભવની દૃષ્ટિથી; વલનું, વૈહાયસ, વૃદ્ધપૃષ્ઠ, વાર્તા અને અંતઃશલ્ય-મરણ આત્મદોષ, કષાય વગેરેની દષ્ટિથી; બાલ અને પંડિત મરણ ચારિત્રની દૃષ્ટિથી; છદ્મસ્થ અને કેવલિ-મરણ જ્ઞાનની દૃષ્ટિથી તથા ભક્ત-પ્રત્યાખ્યાન, ઇગિની અને પ્રાયોગિમનમરણ અનશનની દૃષ્ટિથી પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે.
ઉપર્યુક્ત સત્તર મરણોમાં આવીચિ-મરણ પ્રતિપળ થાય છે અને સિદ્ધોને છોડી બાકીના બધા પ્રાણીઓમાં હોય છે. બાકીના મરણો જીવ-વિશેષોનાં હોય છે.
એક સમયમાં કેટલા મરણ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર ઉત્તરાધ્યયનની નિક્તિમાં છે. એક સમયમાં બે મરણ. ત્રણ મરણ, ચાર મરણ અને પાંચ મરણ પણ થાય છે. બાલ, બાલ-પંડિત અને પંડિતની અપેક્ષાએ તે આ રીતે હોય છેબાલની અપેક્ષાએ
(૧) એક સમયમાં બે મરણ—અવધિ અને આત્યંતિકમાંથી એક અને બીજું બાલ-મરણ . (૨) એક સમયમાં ત્રણ મરણ—જયાં ત્રણ હોય છે ત્યાં વધારામાં તદ્ભવ-મરણ ગણવાનું. (૩) એક સમયમાં ચાર મરણ–યાં ચાર હોય છે ત્યાં વધારામાં વશાર્ત-મરણ ગણવાનું.
(૪) એક સમયમાં પાંચ મરણ—જયાં આત્મઘાત કરવામાં આવે છે ત્યાં વૈહાયસ અને વૃદ્ધપૃષ્ઠ બેમાંથી કોઈ એક વધારાનું હોય છે. વલન્મરણ અને શલ્ય-મરણને બાલ-મરણની અંતર્ગત સ્વીકારવામાં આવ્યા છે. પંડિતની અપેક્ષાએ
પંડિત-મરણની વિવક્ષા બે પ્રકારે કરાઈ છે–દઢ સંયમી પંડિત અને શિથિલ સંયમી પંડિત. (ક) દેઢ-સંયમી પંડિત
(૧) જયાં બે મરણ એક સમયમાં થાય છે ત્યાં અવધિ-મરણ અને આત્યંતિક-મરણમાંથી કોઈ એક થાય છે કેમકે બંને પરસ્પર વિરોધી છે. બીજું પંડિત-મરણ.
(ર) જ્યાં ત્રણ મરણ એક સાથે થાય છે ત્યાં છાણ્ય-મરણ અને કેવલિ-મરણ બેમાંથી એક વધારાનું. (૩) જયાં ચાર મરણની વિવક્ષા છે ત્યાં ભક્ત-પ્રત્યાખ્યાન, ઇંગિની અને પાદપોપગમનમાંથી એક વધારાનું. (૪) જ્યાં પાંચ મરણની વિવક્ષા છે, ત્યાં વૈહાયસ અને વૃદ્ધપૃષ્ઠમાંથી કોઈએક મરણ વધારાનું. (ખ) શિથિલ-સંયમી પંડિત
(૧) જ્યાં બે મરણની એક સમયમાં વિવેક્ષા છે, ત્યાં અવધિ અને આત્યંતિકમાંથી એક અને કોઈ કારણવશ વૈહાયસ અને વૃદ્ધપૃષ્ઠમાંથી એક.
(૨) કથંચિત શલ્ય-મરણ હોવાથી ત્રણ પણ થઈ જાય છે. (૩) જયાં વડન્મરણ હોય છે ત્યાં એક સાથે ચાર થઈ જાય છે. (૪) છદ્મસ્થ-મરણની જયાં વિવેક્ષા હોય છે, ત્યાં એક સાથે પાંચ મરણ થઈ જાય છે.
ભક્ત-પ્રત્યાખ્યાન, ઇંગિની અને પ્રાયોગિમન-મરણ વિશુદ્ધ સંયમવાળા પંડિતોને જ હોય છે. બંને પ્રકારના પંડિતમરણની વિવક્ષામાં તદ્દભવ-મરણ લેવામાં આવ્યું નથી, કારણકે તેઓ દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે. १. उत्तराध्ययन नियुक्ति, गाथा २२७-२२९ : दुन्नि व तिन्नि व चत्तारि पंच मरणाइ अवीइमरणंमि।
कड़ मरड़ एगसमयंसि विभासावित्थरं जाणे॥ सव्वे भवत्थजीवा मरंति आवीइअंसया मरणं । ओहिं च आइअंतिय दुनिवि एयाइ भयणाए॥ ओहिं च आइअंतिअ बालं तह पंडिअंच मीसं च । छउमं केवलिमरणं अन्नन्नेणं विरुझंति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org