________________
ઉત્તરજઝયણાણિ
૧૪૪
અધ્યયન-૪: શ્લોક ૧૩ટિ ૩૭
છે. સામાન્ય મરણમાં સ્થૂળ શરીર છૂટી જાય છે, પણ સૂક્ષ્મ શરીર છૂટતું નથી. જ્યારે મુક્તિ થાય છે ત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ– બંને પ્રકારનાં શરીરો છૂટી જાય છે.
એક ચોર ધનાઢય વ્યક્તિઓના ઘરોમાં ખાતર પાડી ચોરી કરતો હતો. તે અપાર ધન ચોરીને પોતાના ઘરે લઈ જતો અને ઘરમાં એક બાજુ બનાવેલા કૂવામાં નાખી દેતો. તે રૂપવતી કન્યાઓ સાથે લગ્ન કરવાનો શોખીન હતો. તે પેલા કૂવામાંથી ધન કાઢતો અને મનપસંદ કન્યા સાથે લગ્ન કરતો. જ્યારે કન્યા ગર્ભવતી બનતી ત્યારે તેને મારીને તે પેલા કૂવામાં ફેંકી દેતો. તે એમ ઇચ્છતો હતો કે મારી પત્ની બાળકની મા બનીને બીજાને મારા ઘરની જાણકારી આપી ન દે. એટલા માટે તે આવું ક્રૂર કર્મ કરતો. આ રીતે તેણે અનેક કન્યાઓની જીવનલીલા સમાપ્ત કરી દીધી. એક વાર તેણે અતિશય રૂપાળી કન્યા જોઈ અને તેના પરિવારને અપાર ધનરાશિ આપી તેની સાથે લગ્ન કરી લીધું. તે ગર્ભવતી બની. તેણે તેને ન મારી. તેણે પુત્રને જન્મ આપ્યો. પુત્ર આઠ વર્ષનો થઈ ગયો. ચોરે વિચાર્યું–ઘણો સમય વીતી ગયો છે. હવે હું પહેલાં પત્નીને મારી પછી બાળકને પણ મારી નાખું તો ઠીક રહેશે. તેણે એક દિવસ તક જોઈ પત્નીને મારી નાખી. બાળકે આ જોઈ લીધું. તે ભાગ્યો અને શેરીમાં આવી બૂમો પાડવા લાગ્યો. આજુબાજુના પાડોશીઓ એકત્ર થઈ ગયા. છોકરાએ કહ્યું–આણે મારી માને મારી નાખી છે. રાજપુરુષોએ ચોરને પકડી લીધો. ઘરની જમી કરવામાં આવી. તેમણે જોયું કે કૂવો આખો ધનથી ભરેલો છે અને તેમાં હાડકાં પણ પડ્યાં છે. ચોરને રાજા પાસે ઉપસ્થિત કરવામાં આવ્યો. બધું ધન પેલા બાળકને આપવામાં આવ્યું અને ચોરને ફાંસી ઉપર લટકાવી દેવામાં આવ્યો.
જે પાપકારી પ્રવૃત્તિઓથી ધન એકઠું કરે છે અને ધનને જ સર્વસ્વ માને છે, તેની આ જ દશા થાય છે. ધન રક્ષણ કરતું
નથી,
૧. સુવવોથા, પત્ર ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org