________________
અસંસ્કૃત
અધ્યયન-૪ : શ્લોક ૧૩ ટિ ૩૪-૩૬
પહેલા શ્લોકના પહેલા ચરણમાં જીવનને અસંસ્કૃત કહેવામાં આવ્યું છે. તે સંદર્ભમાં ‘સંસ્કૃત’નો અર્થ......‘જીવનનો સંસ્કાર થઈ શકે છે, તેને ફરી સાંધી શકાય છે, તેવું માનનારા....' એ અર્થ અધિક યોગ્ય લાગે છે.
૩૪. અશિક્ષિત છે (તુચ્છ)
ચૂર્ણિકારે આનો અર્થ-અશિક્ષિત કર્યો છે. વૃત્તિમાં આનો અર્થ છે—–નિસ્સાર વચન કહેનાર, પોતાની ઇચ્છાનુસાર સિદ્ધાંતની પ્રરૂપણા કરનાર.
૩૫. પરતંત્ર છે (પરા)
આ દેશી શબ્દ છે. તેનો અર્થ છે--પરતંત્ર. ‘પરા' (સ્થા. ૧૦/૧૦૮) તથા પરા’–આ બંને શબ્દો એ જ અર્થમાં વપરાયા છે.
ચૂર્ણિમાં આના ત્રણ અર્થ મળે છે—પરવશ, રાગ-દ્વેષને વશવર્તી તથા અજિતેન્દ્રિય.
વૃત્તિકારે તેને દેશી શબ્દ માની તેનો અર્થ પરવશ કર્યો છે.
૧૪૩
૩૬. દૂર રહે (જુનુંછમો)
આનો શબ્દાર્થ છે–જુગુપ્સા કરતો, ધૃણા કરતો. મુનિ કોઈની નિંદા કરતો નથી, કોઈની ઘૃણા કરતો નથી. એટલા માટે આ શબ્દનું અહીં તાત્પર્ય છે કે મુનિ તે વ્યક્તિઓને સારી રીતે ઓળખી લે કે જેઓ ઉન્માર્ગગામી છે, તેમનો સંસર્ગ ઇચ્છવાયોગ્ય
નથી.
આચાર્ય નેમિચન્દ્રે આ પ્રસંગમાં બે ગાથાઓ ઉદ્ધૃત કરી છે.
'सुट्रुवि उज्जममाणं, पंचेव करेंति रित्तयं समणं ।
अप्पथुई परनिंदा, जिब्भोवत्था कसाया य ।। '
–શ્રામણ્યમાં પરમ પુરુષાર્થ કરના૨ શ્રમણને પણ આ પાંચ બાબતો શ્રામણ્યથી રહિત કરી દે છે—
(૧) સ્વપ્રશંસા
(૪) કામવાસના
(૨) પરિનંદા
(૫) કષાય-ચતુષ્ક
(૩) રસલોલુપતા
'संतेहिं असंतेहिं परस्स कि जंपिएहिं दोसेहिं ।
अत्थो जसो न लब्भइ, सो य अमित्तो कओ होड़ ॥'
બીજામાં વિદ્યમાન કે અવિદ્યમાન દોષોની ચર્ચા કરવામાં કયો ફાયદો છે ? ન તેનાથી અર્થ-પ્રયોજન સિદ્ધ થાય છે કે ન તેનાથી યશ મળે છે. પણ જેના દોષોની ચર્ચા કરવામાં આવે છે, તે શત્રુ તો અવશ્ય બની જાય છે.
૩૭. અંતિમ શ્વાસ સુધી (જ્ઞાવ સરીરમેયો)
આત્માનું શરીરથી જુદા થવું કે શરીરનું આત્માથી શૂન્ય થઈ જવું તે શરીરભેદ છે.” આ મરણ અથવા વિમુક્તિનો વાચક
૧. ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૨૨૭: તુચ્છ નામ વિવિવતા કૃતિ ।
૨. (૬) વૃત્તવૃત્તિ, પત્ર ૨૨૭ ।
Jain Education International
(ખ) સુદ્ધવોધા, પત્ર ૧૮ ।
3. उत्तराध्ययन चूर्णि पृ. १२६ : परज्झा परवसा रागद्दोसवसगा अजितिंदिया |
૪.
વૃત્તવૃત્તિ, પત્ર ૨૨૭ : પરા ત્તિ વેશીપવત્ચાત્ પરવા રાજद्वेषग्रहग्रस्तमानसतया न ते स्वतंत्राः ।
૫.
મુલવોધા, પત્ર ૧૨ ।
૬. ૩ત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૧૨૬ : મિદ્યતે કૃતિ ઘેવઃ, નીવો વા सरीरातो सरीरं वा जीवातो ।
For Private & Personal Use Only
www.jainelibrary.org