________________
ઉત્તરઝયણાણિ
૧૩૮
દિવસો વીત્યા. એક દિવસ રાજાએ તેને કહ્યું–‘મારે હજી પણ કંઈક જોઈએ છે.’ ચોરે પોતાના ભંડારમાંથી ધન લાવી આપ્યું. વળી થોડું ધન મંગાવ્યું. આ રીતે ચોરનું બધું ધન મંગાવી લીધું. રાજાએ ચોરની બહેનને પૂછ્યું–‘આની પાસે હજુ કેટલું ધન છે ?’ બહેન બોલી–‘હવે ખાલી થઈ ગયો છે.’ ત્યારે રાજાએ તે મંડિક ચોરને શૂળી પર ચડાવી દીધો.
રાજાને જ્યાં સુધી તે ચોર પાસેથી ધન મળતું રહ્યું ત્યાં સુધી તે તેનું ભરણ-પોષણ કરતો રહ્યો. જ્યારે ધન મળવાનું બંધ થઈ ગયું ત્યારે તેણે તેને મારી નાખ્યો.
બૃહવૃત્તિ (પત્ર ૨૧૮-૨૨૨)માં આ કથા વિસ્તારથી મળે છે.
અધ્યયન-૪ : શ્લોક ૭-૮ ટિ ૧૭-૨૦
૧૭. વિચાર-વિમર્શપૂર્વક (ન્નિાય)
પરિજ્ઞાનો અર્થ છે—બધી રીતે જાણીને. રિજ્ઞાના બે પ્રકાર છે—જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞા. વ્યક્તિ જ્ઞ-પરિજ્ઞાથી જાણી લે છે કે હવે હું પહેલાની માફક જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણોની વિશિષ્ટ પ્રાપ્તિ કરવા માટે અસમર્થ છું, નિર્જરા પણ ઓછી થઈ રહી છે. કેમકે શરીર ક્ષીણ બન્યું છે. તે વૃદ્ધાવસ્થાને કારણે જીર્ણ અને રોગોથી ધેરાયેલું છે, આથી હવે ધર્મારાધના પણ નથી કરી શકાતી. આમ જાણીને તે સંલેખના કરે છે અને અંતમાં યાવજીવન અનશન કરી શરીરનો ત્યાગ કરે છે.
૧૮. આ શરીરનો નાશ (મલાવયંસી)
અહીં ‘મલ’નો અર્થ છે શરીર. તે મળોનો આશ્રય હોય છે. આથી તેનું લાક્ષણિક નામ ‘મલ’ છે. ચૂર્ણિકારે ‘મલ’નો અર્થ કર્મ અને બૃહવૃત્તિકારે તેનો મૂળ અર્થ કર્મ અને વૈકલ્પિક અર્થ શરીર એવો કર્યો છે. શરીર અર્થ જ અહીં પ્રાસંગિક છે. ૧૯. (શ્લોક ૭)
પ્રસ્તુત શ્લોકમાં અનશનની સીમાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન થાય છે કે મુનિ (અથવા અન્ય કોઈ) અનશન ક્યારે કરે ? સૂત્રકારે આના સમાધાનમાં આયુ-સીમાનું કોઈ નિર્ધારણ નથી કર્યું કે ન તો રોગ કે નીરોગ અવસ્થાનો નિર્દેશ કર્યો છે. અહીં એક ભાવાત્મક સીમાનો નિર્દેશ છે. જ્યાં સુધી જ્ઞાન, દર્શન અને ચારિત્રની નવી-નવી ઉપલબ્ધિઓ થતી રહે, ત્યાં સુધી શરીર ધારણ કરવું જોઈએ. જ્યારે પોતાના શરીર વડે કોઈ વિશિષ્ટ ઉપલબ્ધિ ન થાય, તે અવસ્થામાં સંલેખનાની આરાધના કરી અંતમાં અનશન કરી લેવું જોઈએ.
સૂત્રકૃતાંગમાં આબાધા (વૃદ્ધાવસ્થા કે રોગ) હોય કે ન હોય—બંને અવસ્થાઓમાં અનશનની વિધિનો નિર્દેશ મળે છે. આ નિર્દેશ સાધુ અને શ્રમણોપાસક—બંને માટે છે.
૨૦. શિક્ષિત....અશ્વ (આમે નન્હીં' સિવિવુ.......)
અશ્વ બે પ્રકારના હોય છે—પ્રશિક્ષિત અને અપ્રશિક્ષિત. પ્રશિક્ષિત અશ્વ પોતાના શિક્ષકના અનુશાસનમાં રહે છે. તે ઉશૃંખલ બનતો નથી. અપ્રશિક્ષિત અશ્વ પોતાના સવાર (અશ્વવાર)નું અનુશાસન માનતો નથી. તે ઉશૃંખલ હોય છે. વ્યાખ્યાકારોએ અહીં એક કથાનક પ્રસ્તુત કર્યું છે—
૧. ઉત્તરાધ્યયન વૃદ્ધિ, પૃષ્ઠ ૧૬૭, ૬૮ : મનું અષ્ટપ્રાર। ૨. બૃહ્રવૃત્તિ, પત્ર ૨૮ : મન:-અષ્ટપ્રાર્ં વર્મ.....યદા
એક રાજાએ બે કુલપુત્રો (સામંતો)ને બે અશ્વ આપ્યા અને કહ્યું—આને પ્રશિક્ષિત કરવાના છે અને તેમનું સમુચિત ભરણપોષણ પણ કરવાનું છે. પહેલો કુલપુત્ર પોતાના અશ્વને ધાવન, પ્લાવન, વલ્ગન વગેરે અનેક કળાઓમાં પારંગત કરે છે અને તેનું ઉચિત ભરણ-પોષણ પણ કરે છે. બીજો કુલપુત્ર વિચારે છે–રાજકુળમાંથી આ અશ્વ માટે આટલું બધુ મળે છે, પણ એને
Jain Education International
મલાશ્રયત્વામા:-ઔવારી...... ।
૩. સુવાડો, ૨।૨।૬૭, ૭૩ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org