________________
ટિપ્પણ અધ્યયન ૪: અસંસ્કૃત
૧. સાંધી નથી શકાતું (સંgય)
જેનો સંસ્કાર કરી શકાય, જેને સાંધી શકાય, વધારી શકાય, તેને સંસ્કૃત કહેવાય છે. જીવન અસંસ્કૃત હોય છે—ન તો તેને સાંધી શકાય છે કે ન વધારી શકાય છે. આ જીવનનું સત્ય છે. નેમિચન્દ્ર અહીં એક પ્રાચીન શ્લોક ઉદ્ધત કર્યો છે –
'वासाइं दो व तिन्नि व, वाहिज्जइ जरघरं पि सीडेवि ।
सा का वि नत्थि नीई, सीडिज्जइ जीवियं जीए ॥' ભાંગેલા-તૂટેલા ઘરની મરામત કરી તેમાં બે–ચાર વર્ષ રહી પણ શકાય છે. પરંતુ એવું કોઈ સાધન નથી કે જેના વડ તુટેલા જીવનને સાંધી શકાય. ૨. પ્રમાદ ન કરો ( પાયU)
આનો અર્થ છે–જીવન અસંસ્કૃત (સાંધી ન શકાય તેવું) અને આયુષ્ય અલ્પ છે. પ્રસ્તુત શ્લોકની રચનામાં ‘પમાડ માં લિપિ-વિપર્યયના કારણે “મા પાયા' બન્યું છે કે “ પHવ જ મૂળ પાઠ છે, તે વિચારણીય છે. પ્રકરણની દષ્ટિએ “I[HIS' પાઠ અધિક પ્રાસંગિક છે. ૩. ઘડપણ આવતાં (કરવીયલ્સ) જે વ્યક્તિ એમ વિચારે છે કે ધર્મ તો ઘડપણમાં કરી લઈશું, તેઓ ભ્રમણામાં જીવે છે. તેમણે વિચારવું જોઈએ –
'जया य रूवलावण्णं, सोहग्गं च विणासए ।
जरा विडंबए देहं, तया को सरणं भवे ?।।' ઘડપણ રૂપ, લાવણ્ય અને સૌભાગ્યને નષ્ટ કરી દે છે. તે શરીરની વિડંબના કરે છે. ત્યારે તે શરણરૂપ કેવી રીતે થઈ શકે ભલા ?'
'रसायणं निसेवंति, मंसं मज्जरसं तहा ।
भुजंति सरसाहारं, जरा तहवि न नस्सए ।' લોકો રસાયણોનું સેવન કરે છે; મધ, માંસ, રસ, સરસ આહાર વગેરે ખાય-પીવે છે, છતાં પણ ઘડપણ આવતું રોકાતું નથી.
૪. પાપકારી પ્રવૃત્તિઓથી (પાવદિ )
ચૂર્ણિમાં પાપ-કર્મનો અર્થ-હિંસા, અમૃત, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે કર્મો કર્યો છે. શાન્તાચાર્યે તેનો અર્થ
૧. અથવા , પત્ર ૭૮ ! ૨. એજન, પત્ર ૭૬ /
3. उत्तराध्ययन चूर्णि, पृ. ११० : पातयते तमिति पापं, क्रियत इति
कर्म, कर्माणि हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहादीनि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org