________________
ચતુરંગીય
૨૧. દૂર કર (વિવિધ)
ચૂર્ણિકારે આના બે અર્થ કર્યા છે—
૧. વિ પૃથપ્પા”—છૂટું કરવું.
૨. છોડવું, ત્યજવું.
૧૧૭
૨૨. પાર્થિવ શરીરને (પાઢવું સરીર)
બૃહવૃત્તિકા૨ે ‘પાવં’ની વ્યાખ્યા આ રીતે કરી છે—જે પૃથ્વીતુલ્ય છે તે પાર્થિવ છે. પૃથ્વીનું એક નામ છે—સર્વસહા. તે બધું સહન કરી લે છે. મનુષ્યનું શરીર બધું સહન કરે છે, સુખ-દુઃખમાં સમ રહે છે. સહિષ્ણુતાની સમાનતાના આધારે શરીરને પણ પાર્થિવ કહેવામાં આવ્યું છે.
તેનો બીજો અર્થ શૈલ અથવા પર્વત એવો ક૨વામાં આવે છે. મનુષ્ય પર્વતની માફક અતિ નિશ્ચળ અવસ્થા પ્રાપ્ત કરે છે, એટલા માટે તેના શરીરને પાર્થિવ કહેવામાં આવ્યું છે.
વૃત્તિકારના આ બંને અર્થ પાર્થિવ શબ્દ સાથે ઘણો દૂરનો સંબંધ સ્થાપિત કરી આપે છે.
સૂત્રકૃતાંગ ચૂર્ણિ અનુસાર પાંચ ભૂતોમાં પૃથ્વીને મુખ્ય માનીને શરીરને પાર્થિવ કહેવામાં આવ્યું છે. શ૨ી૨માં કઠોર ભાગ પૃથ્વી, દ્રવ્ય ભાગ પાણી, ઉષ્ણતા તેજ, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ વાયુ અને શુષિર(ખાલી) ભાગ આકાશ છે.
આયુર્વેદમાં શરીરને પાર્થિવ કહેવાનું જે કારણ બતાવ્યું છે તે બહુ સ્પષ્ટ છે. એવી સંભાવના કરી શકાય કે પાર્થિવ શબ્દ આર્યુવેદની પરંપરામાંથી જ ગ્રહણ કરવામાં આવ્યો હોય.
અધ્યયન-૩: શ્લોક ૧૩-૧૪ ટિ ૨૧-૨૪
‘ગંધ, ઘ્રાણેન્દ્રિય તથા શરીર અંતર્ગત સમસ્ત કઠણ અવયવો, ગુરુત્વ (ભારેપણું તથા પોષણ), સ્થિરતા—આ કાર્યો શરીરમાં પૃથ્વી-મહાભૂતનાં છે. બાકીના ઘન દ્રવ્યો આયુર્વેદના મતે પૃથ્વીના વિકારો છે. તેનું (શરીરનું) મુખ્ય ઉપાદાન (સમવાયી કારણ) પૃથ્વી જ બાકી રહે છે. આથી જ દર્શનોમાં આ શરીરને પાર્થિવ કહેવામાં આવે છે.
૨૩. (શ્લોક ૧૩)
પ્રસ્તુત શ્લોકના પ્રથમ બે ચરણોમાં મધ્યમ-પુરુષની ક્રિયા છે અને અંતિમ ચરણમાં પ્રથમ પુરુષની. એનાથી જણાઈ આવે છે કે પહેલાં બે ચરણોમાં ઉપદેશ છે અને છેલ્લાં બે ચરણોમાં સામાન્ય નિરૂપણ છે.
શાન્ત્યાચાર્ય અનુસાર ‘આવું કરનાર પાર્થિવ શરીરને છોડીને ઊર્ધ્વ દિશા (સ્વર્ગ કે મોક્ષ)ને પામે છે', આ અર્થની આગળ એટલું વધુ ઉમેરી દેવું જોઈએ—‘એટલા માટે તું પણ આમ કર.’પ
૨૪. દેવ (નમ્બ્રા)
યક્ષ શબ્દ ‘યક્’ ધાતુમાંથી બન્યો છે. તેના બે નિરુક્ત છે–(૧) રૂજ્યન્તે પૂષ્યન્તે રૂતિ યક્ષા:-જે પૂજાય છે તે યક્ષો—દેવો છે. (૨) યાન્તિ વા તથાવિÉિસમુન્થેપ ક્ષયમિતિ યક્ષાઃ—જે અનેક ઋદ્ધિઓ વડે સંપન્ન હોવા છતાં પણ પોતાની અવસ્થિતિમાંથી ચ્યુત થાય છે, તે યક્ષો છે.
૧. ૩ત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૧૧ : વિચિત્ પૃથક્ખાવે, પૃથક્ રુદ્ધ । अहवा विगिचेति उज्झित इत्यर्थः ।
२. बृहद्वृत्ति, पत्र १८६ : पाढवं ति पार्थिवमिव पार्थिवं शीतोष्णादिपरिषहसहिष्णुतया समदुःखसुखतया च पृथिव्यामिव भवं पृथिवी हि सर्वसहा, कारणानुरूपं च कार्यमिति भावो । यदि वा पृथिव्या विकारः पार्थिवः, स चेह शैलः, ततश्च
Jain Education International
૩.
४.
शैलेशी प्राह्यपेक्षयाऽतिनिश्चलतया शैलोपमत्वात् परप्रसिद्ध्या વા પથિયું....
મૂત્રતાંળ વૃદ્ધિ, પૃ. ૨૩, ૨૪ ।
आयुर्वेदीय पदार्थ विज्ञान ( वैद्य रणजितराय देसाई ) पृ. ६६,
१०६ ॥
૫. ધૃવૃત્તિ, પત્ર ૨૮૬ ।
એજન, પત્ર ૨૮૭ ।
For Private & Personal Use Only
૬.
www.jainelibrary.org