________________
ઉત્તરઝયણાણિ
૭૮
અધ્યયન-૨: શ્લોક ૨૮ ટિ પર-પ૩
પર. વધુ પરીષહ
સ્કન્દક શ્રાવસ્તી નગરીના જિતશત્રુ રાજાનો રાજકુમાર હતો. તેની માતાનું નામ ધારિણી અને બહેનનું નામ હતું પુરંદરયશા. પુરંદરયશાનો વિવાહ કુંભકાર નગરના દંડકી રાજા સાથે થયો. પાલક દંડકીનો પુરોહિત હતો.
એકવાર શ્રાવસ્તી નગરીમાં મુનિસુવ્રત ભગવાન સમોસર્યા. ધર્મચર્ચા સાંભળવા માટે લોકો ઊમટી પડ્યા. યુવરાજ સ્કંદક પણ ગયો, ધર્મદેશના સાંભળી તેણે શ્રાવકના વ્રતો અંગીકાર કર્યા.
એકવાર દંડક રાજાનો પુરોહિત પાલક શ્રાવતી નગરીમાં દૂત બનીને આવ્યો. ભરી સભામાં તે મુનિઓનો અવર્ણવાદ બોલવા લાગ્યો. સ્કંદકે તેને નિરુત્તર કરી દીધો. તે દિવસથી પાલક સ્કંદકનો પી બની ગયો.
કેટલોક સમય વીત્યો. સ્કંદક સંસારથી નિર્વિષ્ણુ થયો અને તેણે પાંચસો વ્યક્તિઓ સાથે મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. તેણે જ્ઞાનાભ્યાસ કરી બહુશ્રુતપણું પ્રાપ્ત કર્યું. મુનિસુવ્રત સ્વામીએ તેની યોગ્યતા જોઈ, તેનું મૂલ્યાંકન કરી તેને પાંચસો શિષ્યોને અધિપતિ બનાવી દીધો. એકવાર મુનિ સ્કંદકે આચાર્યને પૂછ્યું-ભંતે ! હું મારી બહેનના ગામ કુંભકાર નગરમાં જવા ઈચ્છું છું. આપ આજ્ઞા આપો. આચાર્ય બોલ્યા–ત્યાં જવાથી મારણાંતિક કષ્ટ સહન કરવો પડશે. મુનિ સ્કંદકે પૂછ્યું–મૃત્યુ ભલે આવે, પણ શું અમે આરાધક બનીશું કે વિરાધક ? આચાર્ય બોલ્યા–તમને છોડીને બાકીના બધા મુનિ આરાધક બનશે. તેણે કહ્યું-ભલે, કોઈ વાંધો નહિ, પાંચસોમાંથી ચારસો નવ્વાણુ વ્યક્તિ તો આરાધના કરી પોતાનું કલ્યાણ કરશે. એકના વિરાધક બનવાથી શું ફેર પડવાનો છે?
મુનિ સ્કંદક અન્ય પાંચસો મુનિઓ સાથે કુંભકાર નગરમાં પહોંચ્યા. પાલકે તકનો લાભ ઊઠાવી મુનિનિવાસની ચારે બાજુ શસ્સાસો દટાવી દીધા અને રાજા દંડકીને મુનિઓ પ્રત્યે ઉશ્કેરતાં તેણે કહ્યું આ લોકો આપનું રાજય પડાવી લેવા આવ્યા છે. ઉદ્યાનની ચારે બાજુ શસ્ત્રાસ્ત્રો છુપાવી રાખ્યાં છે. આપને વિશ્વાસ ન હોય તો તપાસ કરાવો. રાજાએ ગુપ્તચરો મોકલ્યા. વાત. સાચી નીકળી. તેમણે બધા મુનિઓને પુરોહિત પાલકને સોંપી દીધા. તેણે બધાને કોલ્યુમાં પીલવાનો આદેશ આપ્યો. એક એક કરીને બધા મુનિને કોમાં પીલવામાં આવ્યા. બધાએ ઉત્કૃષ્ટ અધ્યવસાયો વડે આ દારુણ વધ-પરીષહને સહન કર્યો, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને બધા સિદ્ધ થઈ ગયા. હવે માત્ર બે મુનિઓ બચ્યા હતા–એક બાળ-મુનિ અને એક કુંદક, સ્કંદકનું મન કરુણાથી દ્રવી ગયું. તેણે અધિકારીને કહ્યું–આ બાળક પર કરુણા કરો. હું કોલ્વમાં પીલાઈ જતાં આ બાળકને જોઈ નહિ શકું. પહેલાં મને પીલી નાખો. પાલક હસ્યો. તેણે સ્કંદકને વધુ પીડા પહોંચાડવા માટે બાળ-મુનિને કોલ્યુમાં નાખ્યો. બાળ-મુનિએ અધ્યવસાયોની નિર્મળતા ટકાવી રાખી. તે સિદ્ધ થઈ ગયો. સ્કંદક ભાન ભૂલી બેઠો. કોલ્ફમાં પીલાતા તેણે નિદાન કર્યું અને તે અગ્નિકુમાર દેવ બન્યો તથા આખા જનપદને સળગાવીને રાખ કરી દીધું.
બધા મુનિઓ વધ-પરીષહ સહન કરીને આરાધક બની ગયા. મુનિ કુંદકે આ પરીષહ સહન ન કર્યો. તે વિરાધક બન્યો.'
૫૩. (સઘં ....વિ મનાથ)
યાચના અહંકાર-વિલયનો પ્રયોગ છે. જે વ્યક્તિને રોટલી અને પાણી પણ માગવાથી મળે છે, રોટલી અને પાણીને માટે પણ જેને બીજાની આગળ હાથ ફેલાવવો પડે છે, તેનામાં અહંકારનો ભાવ જાગે કેવી રીતે? યાચના અહંકાર-મુક્તિનો એક આધાર બને છે.
કેટલાક કહે છે, સાધુ-જીવન પલાયનનું જીવન છે. સાધુ કોઈ ઉત્પાદક શ્રમ કરતો નથી. એક બાજુ માગવુ મુશ્કેલ હોય છે તો બીજી બાજુ આ આરોપ લગાવવામાં આવે છે. આકિંચન્ય અને ઉત્પાદક શ્રમમાં કોઈ સંબંધ નથી,
સૂફી પરમ્પરામાં કહેવામાં આવ્યું છે કે સાધુને માટે માંગવું તે વરદાન છે અને આળસુ–પરિગ્રહી માટે માંગવું તે અભિશાપ
૧. મુવીધા, પત્ર રૂ૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org