________________
આમુખ
ઉત્તરાધ્યયનના આ દ્વિતીય અધ્યયનમાં મુનિના પરીષહોનું નિરૂપણ છે. કર્મ-પ્રવાદ પૂર્વના ૧૭મા પ્રાકૃતમાં પરીષહોનું નય અને ઉદાહરણ-સહિત નિરૂપણ છે. તે જ અહીં ઉદ્ધત કરવામાં આવ્યું છે–આવો નિયુક્તિકારનો મત છે.દશવૈકાલિકના બધાં અધ્યયનો જે રીતે પૂર્વોમાંથી ઉદ્ધત કરવામાં આવ્યાં છે તે જ રીતે ઉત્તરાધ્યયનનું આ અધ્યયન પણ ઉદ્ધત કરવામાં આવ્યું
જે સહન કરવામાં આવે છે તેને કહે છે પરીષહ. સહન કરવાનાં બે પ્રયોજનો છે : (૧) માર્ગાચ્યવન અને (૨) નિર્જરા. સ્વીકૃત માર્ગથી વ્યુત ન થવા માટે અને નિર્જરા–કર્મોને ક્ષીણ કરવા માટે કેટલુંક સહન કરવું પડે છે.
ભગવાન મહાવીરની ધર્મ-પ્રરૂપણાનાં બે મુખ્ય અંગો છે–અહિંસા અને કષ્ટ-સહિષ્ણુતા, કષ્ટ સહન કરવાનો અર્થ શરીર, ઈન્દ્રિયો અને મનને પીડવાનો નથી, પરંતુ અહિંસા વગેરે ધર્મોની આરાધનાને સ્થિરપણે ટકાવી રાખવાનો છે. આચાર્ય કુંદકુંદે કહ્યું છે
सुहेणं भाविदं णाणं, दुहे जादे विणस्सदि ।
तम्हा जहाबलं जोई, अप्पा दुक्खेहि भावए ॥ અર્થાત સુખથી ભાવિત જ્ઞાન દુ:ખ પેદા થતાં નષ્ટ થઈ જાય છે, એટલા માટે યોગીએ યથાશક્તિ પોતાની જાતને દુઃખથી ભાવિત કરવી જોઈએ.
આનો અર્થ કાયાને ક્લેશ આપવો એવો નથી. તો પણ એક મર્યાદિત અર્થમાં કાય-ફ્લેશ પણ તપરૂપે સ્વીકારાયેલ છે, પરંતુ પરીષહ અને કાય-ફ્લેશ એક નથી. કાય-ફ્લેશ આસનો કરવાના, ગ્રીષ્મઋતુમાં આતાપના લેવાના, વર્ષા-ઋતુમાં વૃક્ષતળે નિવાસ કરવાના, શિયાળામાં ખુલ્લા સ્થાનમાં સૂવાના અને વિવિધ પ્રકારની પ્રતિમાઓ અંગીકાર કરવાના, શરીરને ન ખંજવાળવાના, શરીરનું પ્રસાધન ન કરવાના અર્થમાં માન્ય છે."
ઉપરોક્ત પ્રકારોમાંથી કોઈપણ કષ્ટ જે પોતાની ઇચ્છાથી શરીર પર લાદવામાં આવે છે, તે કાય-ફ્લેશ છે અને જે ઇચ્છા વિના જ આવી પડે છે તે પરીષહ છે."
કાય-ક્લેશના અભ્યાસથી શારીરિક દુઃખો સહન કરવાની ક્ષમતા, શારીરિક સુખો પ્રત્યે અનાકાંક્ષા અને ક્યારેક
१. उत्तराध्ययन नियुक्ति, गाथा ६९ : कम्मप्पवायपुव्वे सत्तरसे पाहुडंमि ज सुत्तं ।
सयणं सोदाहरणं तं चेव इहंपि णायव्वं ॥ ૨. તત્ત્વાર્થસૂત્ર, ૨/૮: मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्या: परीषहाः । ૩. સૂયગડો, ૨/૨/૧/૨૪ : ધુળિયા યુનિયે a નૈવતં શિક્ષણ કેદમUTHI રૂદા
अविहिंसामेव पव्वए अणुधम्मो मुणिणा पवेइओ॥ वृत्ति-विविधा हिंसा विहिंसान विहिंसा अविहिंसा तामेव प्रकर्षेण व्रजेत्, अहिंसाप्रधानो भवेदित्यर्थः अनुगतो-मोक्षं प्रयत्नुकूलो धर्मोऽनुधर्मः असावहिंसालक्षण: परीषहोपसर्गसहनलक्षणश्च धर्मो मुनिना' सर्वज्ञेन 'प्रवेदितः' कथित इति । ૪. અષ્ટપદુડું, મોક્ષ પ્રાકૃત દર ! ૫. (ક) ઉત્તરપાળ ૩૦ર૭:
ठाणा वीरासणाईया जीवस्स उ सुहावहा ।
उग्गा जहा धरिज्जन्ति कायकिलेसं तमाहियं ॥ (4) ओववाइय, सूत्र ३६ : से किं तं कायकिलेसे? कायकिलेसे अणेगविहे पण्णत्ते,तं जहा-ठाणाट्ठिइए उक्कुडुयासणिए
पडिमट्ठाई वीरासणिए नेसज्जिए आयावए अवाउडए अकंडुयए अणिट्ठहए सव्वगायपरिकम्मविभूसविप्पमुक्के। ६. तत्त्वार्थवृत्ति ( श्रुतसागरीय), पृष्ठ ३०१, सू० ९।१७-वृत्ति : यदृच्छया समागतः परीषहः, स्वयमेव कृतः कायक्लेशः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org