________________
વિનયશ્રુત
૩૭
અધ્યયન-૧ : શ્લોક ૩૯-૪૦ ટિ ૬૧-૬૨
૧. હિંચવે ... આ પાઠના આધારે આનો અર્થ છે–લાતો, લપડાકો, કડવા વચનો તથા દંડ વગેરેના આઘાતો વડે શિષ્ય-હિત માટે કલ્યાણકારી અનુશાસન કરનારા આચાર્યને શિષ્ય પાપદષ્ટિ માને છે. તે વિચારે છે–આ તો પાપી છે. તેમના મનમાં મારા માટે દયા નથી. તેઓ દૂર છે. તેઓ કારાવાસના અધિકારીની જેમ મને સજા કરે છે.
વૈ –આ પાઠના આધારે આનો અર્થ છે—મારે માટે તો માત્ર લાત ખાવી, લપાટો ખાવી, ગાળો સહન કરવી અને માર ખાવો જ ભાગ્યમાં છે–આમ વિચારીને શિષ્ય કલ્યાણ માટે અનુશાસન કરનારા આચાર્યને પણ પાપષ્ટિવાળા માને છે."
૩. આચાર્ય વાણી વડે શિષ્ય પર અનુશાસન કરે છે. પાપદૃષ્ટિ શિષ્ય તેને લાતો અને પાટો સમાન માને છે. તે તેમની હિતકારી વાણીને આક્રોશ અને પ્રહાર સમાન માને છે.
બૃહદુવૃત્તિમાં ચૂર્ણિના પ્રથમ બે અર્થ મળે છે. સુખબોધા વૃત્તિમાં ત્રીજો અર્થ માન્ય છે. આ અર્થ મુનિની જીવનશૈલીને અનુકૂળ છે. એટલા માટે અમે તેનો સ્વીકાર કર્યો છે.
જર્મન વિદ્વાન ડૉ. હર્મન જેકોબી અને જાલં સરપેન્ટિયરે પ્રસ્તુત શ્લોકનો અર્થ આ રીતે કર્યો છે–(કુશિષ્ય વિચારે છે કે) મને લાત, લપડાક, આક્રોશ અને મારપીટ મળે છે. તે શિષ્ય પોતાના પર હિતકારી અનુશાસન કરનારા ગુરુને ક્રર અને ચંડ માને છે.
૬૧. શ્લોક ૩૯
પ્રસ્તુત શ્લોકમાં “પાયા’ (બ્રાતા) અને ‘કા' (કલ્યાણ)ના સ્થાને વિભક્તિ-વિહીન ‘પાથ’ અને ‘સ્ત્રા’નો પ્રયોગ થયો છે. સાયં-પ્રાકૃત વ્યાકરણ અનુસાર આ ‘શાસ્થમાન'ના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. સરપેન્ટિયરે ‘શાસ્થમાનને અસંભવ માનીને એનું રૂપ “શાસ્ત્ર' જ હોવું જોઈએ, એમ કહ્યું છે.'
૬૨. આચાર્યનો ઉપઘાત કરનાર ન બનો (વૃદ્ધોવવાર સિયા)
બુદ્ધ અથવા આચાર્યના ઉપધાતના ત્રણ પ્રકાર છે૧. જ્ઞાન-ઉપધાત–આ આચાર્ય અલ્પ-કૃત છે અથવા જ્ઞાનને છુપાવે છે. ૨. દર્શન-ઉપધાત–આ આચાર્ય ઉન્માર્ગનું પ્રરૂપણ કરે છે અથવા તેમાં શ્રદ્ધા રાખે છે. ૩. ચારિત્ર-ઉપઘાત–આ આચાર્ય પાર્થસ્થ અથવા કુશીલ છે. આ પ્રકારે જે વ્યવહાર કરે છે તે આચાર્યનો ઉપઘાતી બને છે.
આનો બીજો અર્થ આ પ્રમાણે છે–જે શિષ્ય આચાર્યની વૃત્તિનો ઉપઘાત કરે છે, તે પણ ‘બુદ્ધોપઘાતી' કહેવાય છે. આચાર્યને દીર્ઘજીવી જોઈને શિષ્યો વિચારે છે–“આપણે ક્યાં સુધી આમની સેવા કરતા રહીશું? કોઈ એવો પ્રયત્ન કરીએ કે જેથી તેઓ અનશન કરી લે.” તેઓ ભિક્ષામાં પૂરેપૂરો નીરસ આહાર લાવે છે અને કહે છે- ‘ભંતે ! શું કરીએ ? શ્રાવક લોકો
૧. જુઓ, ટિપ્પણ નં. ૧, પૃ. ૩૫. ૨. વૃક્રવૃત્તિ, પત્ર દ્રા ૩. સુવોથા, પત્ર રૂ . 8.(3) Jaina Sutras, p. 6.
(U) The Uttaradhyayana Sutra, pp. 281
282. ૫. વૃત્તિ , પત્ર દ્રા 6. The Uttaradhyayana Sūtra, p. 282.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org