________________
છાણી તથા સુરતના લેખનં. ૫૪૦-૫૪૩ ] ( ૩૩૮) અવલેકન. ભાગમાં કેટલીક પ્રતિમાઓ મુકી રાખેલી છે તેમાં બે કાઉસગિઆઓ. છે તેમની ઉપર કરેલ છે.
છાણું ગામને લેખ.
(૫૪૦) આ લેખ વડેદરા પાસે આવેલા છાણી નામના ગામના જૈનમંદિરમાંની એક મોટી પાષાણપ્રતિમા ઉપર કેતરે છે. એ પ્રતિમા આદિનાથ તીર્થકરની છે. સં. ૧૭૩૨ માં, ચિત્તોડના મહારાણું શ્રી રાજસિંહજીના રાજ્ય વખતે, ઓશવાલ જ્ઞાતિના સીદીયા ત્રવાળા સંઘપતિ રાજાજીએ, પિતાના વિસ્તૃત પરિવાર સાથે, એ પ્રતિમા કરાવી હતી. વિજયગચ્છના આચાર્ય વિજયસાગરસૂરિએ એની પ્રતિષ્ઠા કરી હતી.
સુરતને લેખ.
(૫૪૧-૪૨) આ બંને લેખ, સુરત પાસે આવેલા લાઈન્સના જૈનમંદિરમાંની જિનમૂતિઓ ઉપર લખેલા છે.
સં. ૧૯૮૨ માં, અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ શાંતિદાસે કરાવેલી પ્રતિષ્ઠામાં આ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ બંને પ્રતિમાઓ શાંતિદાસ શેઠની માતા અને સ્ત્રીએ કમથી તૈયાર કરાવી હતી. તેમની પ્રતિષ્ઠા, આચાર્ય વિજયદેવસૂરિના સમયે મહાપાધ્યાય વિવેકહર્ષગણિતના શિષ્ય મુક્તિસાગરગણિના હાથે થઈ હતી.
તારંગા તીર્થનો લેખ.
(૫૪૩) આ લેખ તારંગાતીર્થના મૂલમંદિરના પ્રવેશ દ્વારની આજુબાજુએ જે બે દેવકુલિકાઓ છે તેમની વેદિક ઉપર કરેલ છે. આ સંબંધી વિશેષ ખુલાસે, પ્રથમ પૃષ્ઠ ૧૧૯ માંની નેટમાં કરેલો છે. આ લેખ ગુજ૨ મહામાત્ય વસ્તુપાલન છે. સાર આ પ્રમાણે –
૭૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org