________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ (૩૩૮) [ બારેજા ગામના લેખ. નં. પ૩૪–૫૩૮
પ૩૧ નં. નો લેખ, ભેસપતવાડામાં આવેલા ગોતમ સ્વામિના નામે પ્રસિદ્ધ મંદિરમાંની મૂલ પ્રતિમા ઉપર કેરેલે છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે એ મૂર્તિ, નાણકીય રછના આચાર્ય સિદ્ધસેનસૂરિની છે અને તે સં. ૧૪૩૩ માં ધર્મ (ને ?) શ્વરસૂરિએ કરાવેલી છે. પરંતુ લોકો વગર સમજે, ફક્ત સાધુની મૂર્તિ જોઈને જ તેને ગતસ્વામિની મૂતિ કહે છે અને એ ભ્રમમાં ને ભ્રમમાંજ હજારો રૂપીઆ ખર્ચે ખાસ નવીન મંદિર તૈયાર કરાવી ગૌતમરવામિના નામે તેની પ્રતિષ્ઠા કરી છે !
૫૩૨ નંબરને લેખ, મછુઆતીપાડામાં આવેલા સા. ઉજમ મૂલચંદના ઘરદેરાસરમાં રહેલી સ્ફટિકની પ્રતિમાના પરિકર ઉપર કોતરેલે છે. એ પરિકર, સં. ૧૬૭૩ માં, પાટણનાજ નિવાસી શ્રીમાલી જ્ઞાતિના દે. ધનજી અને તેમની પત્ની અમરબાઈના પુત્ર દે. સતિષીકે, પિતાની સ્ત્રી સહજલદે સાથે, રુષભદેવની પ્રતિમાનો આ પરિકર કરાવ્યા હતા અને વિજ્યદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. મૂળ લેખમાં વિશ્વના બદલે વિગ સેન નામ છપાઈ ગયું છે તે ભૂલ થએલી છે.
પ૩૩ નંબરને લેખ, જેગીવાડાના મંદિરમાં પાષાણને એક યંત્રપટ્ટ છે તેના ઉપર કોતરેલો છે. એ યંત્ર. પાસચંદ્રસૂરિએ બનાવ્યું છે.
બારેજા ગામના લેખે.
(પ૩૪–૫૩૯) આ છ લેખે, અમદાવાદની પાસે આવેલા બારેજા નામના ગામમાંથી મળી આવ્યા છે. એ ગામમાં બે મંદિરે છે તેમાં એક તે મહેટું મંદિર છે જે શેઠિયા ફળિઆમાં આવેલું છે અને બીજું એક હાનું મંદિર છે તે આદીશ્વર ભગવાનનું કહેવાય છે. આ લેખમાંથી પ૩૬ નંબરને લેખ, મોટા મંદિરમાંની મૂલનાયકની પ્રતિમા ઉપર કેટલે છે. અને પ૩૮ નં. ને લેખ, ન્હાના મંદિરના ઉપરના ઘુંમટવાળા
७४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org