________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૦૦ ) [ જલના લેખે નં. ૪૩૧-૪૩
પુરાતન નામ હશે (?). પછીના કાવ્યમાં, મહાવીરના મંદિરના શ્રાવકેએ, તે મંદિરમાં છ ચાકી સહિત શ્રીમંડપને ઉદ્ધાર કર્યો તેને ઉલ્લેખ કરે છે. ત્યાર બાદ આવેલા કાવ્યમાં, એ ત્રિકનું ('ગગડું જેને કહે છે તેનું) યાવચ્ચદ્રદિવાક સુધી સ્થાયિત્વ ઈયું છે. આઠમા લેકમાં, શ્રી મહાવીર દેવની પૂજા માટે ઉક્ત રાણ શંગારદેવીએ એક સુંદર વાડી ભેટ આપી તેનું કથન છે. અંતિમ પદ્યમાં, આ દાનમાં દાણિક એટલે મારવાડમાં જેને ડાણી કહે છે તે (જકાત લેનાર) તથા નીરડ સૂત્રધાર એ બંને સાક્ષીભૂત થયા છે, એમ જણાવ્યું છે.
પછીના ગદ્યમાં, પ્રારંભમાં શ્રીતિલકપ્રભસૂરિનું નામ આપ્યું છે જેમણે આ લેખની રચના કરી હતી. છેવટે, “સંવત્ ૧૨૫૫ ના આસેય સુદિ ૭ બુધવાર” ની ફરી મિતિ આપી જણાવ્યું છે કે એ દિવસે બધા શ્રાવકેએ મળીને ત્રિકને ઉદ્ધાર કરાવ્યું. *
* (૪૩૧ થી ૪૪૩.) આ નબરવાળા ૧૩ લેખે, મારવાડના પ્રસિદ્ધ શહેર મેડતામાંથી મળેલા છે. તે શહેર આગળના વખતમાં એક ઘણુંજ ભરભરાટીવાળું અને વ્યાપારનું કેન્દ્ર હતું. અકબર, જહાંગીર અને શાહજહાં બાદશાહના વખતમાં ત્યાં જૈન કેમની ઘણીજ આબાદી અને ઉન્નત સ્થિતિ હતી. વિશેષ કરીને તપાગચ્છ અને ખરતરગચ્છ એ બે ઇચ્છવાળાઓનું પ્રાબલ્ય વધારે હતું. તે વખતના તપાગચ્છના હીરવિજય, વિજયસેન અને વિજયદેવ નામના, અને ખરતરગચ્છના જિનચંદ્ર, જિનસિંહ અને જિનરાજ નામના સુપ્રસિદ્ધ આચાર્યો અનેક વીર ત્યાં ચાતુર્માસ રહેલા છે તેમજ ઉકત ગચ્છના બીજા અનેક વિદ્વાન યતિએ ઘણીવાર ત્યાં નિવાસ કરે છે. એ ગામમાં હાલમાં ૧૨ જૈનમંદિરે વિદ્યમાન છે. એ મંદિરમાંથી કેટલાકની પ્રતિમાઓ અને તેમની નીચેની વેદિઓ કે જેમને મારવાડમાં “ચરણાકી કહે છે તેમના ઉપર કતરેલા આ બધા લેખે મળી આવે છે. બાબૂ પૂરણચંદ્રજી નાહારના લેખસંગ્રડમાં મેડતાના લેખેની સંખ્યા, આ સંગ્રેડ કરતાં વધારે છે. પરંતુ હુને પ્રથમ જેટલા મળ્યા તેટલાજ
૭૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org