________________
જાલેર કિલ્લાના લેખ. નં. ૫૪-૫૯] (૨૫૫)
અવલોકન
વત્ ૧૬૮૪ વર્ષે માઘ સુદી ૧૦ સેમે છે. આ પ્રતિમા મેડતા (શહેર) ના એક ઓસવાલ નામે સામીદાસે કરાવી અને વિજય. દેવસૂરિના હાથે તેની સ્થાપના થઈ, એમ એ લેખમાં જણાવ્યું છે.
બીજા જૈનમંદિરમાં ત્રણ તીર્થકરેની હેટી મૂર્તિઓ છે. દરેક ઉપર લાંબે લેખ કેતલે છે જે વાંચતા જણાય છે કે મધ્યસ્થિત મૂતિ મહાવીરની છે અને તેની જમણી બાજુએ ચંદ્રપ્રભની તથા ડાબી બાજુએ કુંથુનાથની છે. આ પ્રતિમાઓ વૃદ્ધશાખાના અને મુણોવગેત્રના એક સવાલ નામે જયમલજીએ કરાવી હતી. આ લેખેની મિતિ “સંવત્ ૧૬૮૧ વર્ષે પ્રથચત્ર વદિ ૫ ગુરૂવાર બની છે, અને તે રઠેડવંશીય સૂરસિંહજીના ઉત્તરાધિકારી મહારાજા શ્રી ગજસિંહજીના રાજ્યસમયમાં થએલા છે. નાડલવાળી મહારી વિગતમાં જણાવ્યા પ્રમાણે ગજસિંહ તે રાજા સૂરનો પુત્ર તથા વારસ અને જોધપુરને રાજા હતો. આ જમલજી તે સાહસ અને તેની સ્ત્રી નામે જયવંતદેને પુત્ર હતા. તેને બે સ્ત્રી હતી-સરૂપદે અને સોહાગદે. પહેલી સીથી તેને નૈણસી, સુંદરદાસ અને આસકર્ણ નામે પુત્ર થયા. બીજી સ્ત્રીથી જયમલ્લ થયે. આ પુત્રોમાંથી નૈણસી ઘણે જ પ્રખ્યાત થશે. મારવાડને સૌથી વિશેષ પ્રખ્યાત ઈતિહાસ જે માત્ર મારવાડ માટે જ નહિ પણ મેવાડ તથા રાજપુતાનાનાં બીજા રાજ્ય માટે પણ ઘણે ઉપગી છે, તે ઈતિહાસ તેણે રચ્યું છે. તેનું નામ “મૂતાં નૈસીછરી ખ્યાત” છે. તેના આગળના ભાગમાં જણવેલું છે કે-આ મૂતિઓ તેણે પોતાના ભાઈ જયરાજ તથા પુત્રપિત્રના શ્રેયાર્થે, સુવર્ણગિરિના મોટા ગઢ ઉપર આવેલા કુમારવિહાર નામે મહાવીરના મંદિરમાં સ્થાપન કરી હતી, જેમને વિજયદેવ સૂરિની આજ્ઞાથી પંડિત જયસાગર ગણિએ પ્રતિષ્ઠિત કરી. ગૂઢમંડ૫માં બે બાજુએ બે દેવગૃહે છે જેમાંના એકમાં સંવત્ ૧૮૬૩ વર્ષે આષાઢ વદિ ગુર” ને દિવસે જયમલજીએ ધર્મનાથની પ્રતિમા બેસાડી. બીજા દેવગૃહની મૂતિ ઉપર પણ એજ મિતિને લેખ છે. પરંતુ તેમાં તેના સ્થાપકનું નામ આપેલું નથી.
૬૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org