SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૪૪) જિલર કિલ્લા ના લેખ. ન. ૩૫૧. ચિારસામાં કતરેલા મળી આવ્યા છે. કબર બાંધતી વખતે બરાબર ગોઠવવા સારૂં પથરને એક તરફ ડોક ભાગ કાપી ન્હાખવાથી લેખની દરેક લીટીને પ્રારંભને કેટલેક અંશ ખંડિત થઈ ગયેલ છે. લેખનું વર્ણન શ્રીયુત ભાંડારકર નીચે પ્રમાણે કરે છે. * ઉપરના ચોરસામાં ૩ લીટી છે અને લેખ ૮૧ ૨” પહોળો તથા ૪ લાંબે છે. નીચેના ચેરસામાં ચાર લીટી છે અને તે ૮૦ ૫પહોળા તથા પ” લાંબે છે. જો કે આ લેખે બે જુદા જુદા ચારસા ઉપર કતરેલા છે તો પણ ખરી રીતે એક જ બાબત તેમાં વર્ણવેલી છે. જેટલે ભાગ વિદ્યમાન છે તે સારી સ્થિતિમાં છે. કોઈક કઈક અક્ષરમાં ચૂને ભરાઈ ગયા છે પરંતુ વાંચતા વિશેષ હરકત પડે તેમ નથી, તે નાગરી લિપિમાં લખાએલે છે. રાજપુતાનાના બીજા જૂના લેખોની માફક હુ અક્ષરને બદલે બે સ્થાને કતરાએલે છે. ૩ અને ૪ માં ભેદ પાડવા માટે ના વચલા ગાળામાં એક ઝીણું ટપકું કરેલું છે. ભાષા સંસ્કૃત છે અને કેટલેક ભાગ ગદ્યમાં અને કેટલોક પદ્યમાં છે. પઘના સૂચન માટે અંકે કરેલાં છે અને તેમની સંખ્યા સાત છે. પૂર્વેના ૪ પછીને ૮ અક્ષર બેવડે કરે છેપ્રથમ પંકિતમાં ન શબ્દને પ્રયોગ કરેલ છે જેને અર્થે પ્રસ્તુતમાં “ચરણ=પગ” એ થાય છે. બીજો શબ્દ તર દર (પં. ૨) છે જેને અર્થ “બહારવટીયા” =ઠગ” એ થાય છે. આ લેખની આરંભમાં જાય એટલે પ્રથમ તીર્થકર કષભદેવની સ્તવના છે (પં. ૧). પછી, ગદ્યમાં મહારાજા કીતિપાલદેવના પુત્ર મહારાજ સમરસિંહદેવને ઉલ્લેખ છે. આ કીતિપાલદેવ “ચાહમાનવંશરૂપી આકાશમાં ચંદ્રમાન” મહારાજા અણહિલના વંશત્પન્ન મહારાજા આવ્હણને પુત્ર હતું. ત્યાર પછી રાજપુત્ર અને રાજ્યહિતચિંતક જેજલનું નામ છે અને તેને પીલવાહિક પ્રાંતના સઘળા તસ્કર એટલે બહારવટિઆઓને તિરસ્કારક જણાવ્યું છે. ત્યાર બાદ બે પદ્ય ૪ એપિંગ્રાફિ ઈન્ડિકા, પુ ૧૧, પૃ. પર. ૬૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy