________________
પ્રાચીન જેનલે ખસંગ્રહ.
(૧૮૩)
અરેસણું
૧૪૫૮ સુધીમાં થશે અને આ લેખની મિતિ ઈ. સ. ૧૬૧૮ ની એટલે કે કુંભા પછી બરાબર ૧૫૦ વર્ષની છે તેથી એમ તે નક્કી થઈ શકે છે કે કુંભારીઆને ગમે તે અર્થ થતા હોય પણ તેનું નામ રાણા કુંભાના નામ ઉપરથી પડેલું નથી જ અને તેથી જુના શહેરનો વિનાશ ઇ. સ. ૧૬૧૪ પછી થએલે હોવો જોઇએ.
આ જુના શહેરનું નામ આરાસુર હશે એમ લાગે છે અને હાલ અંબાજી તે નામથી ઓળખાય છે. આરાસુર એ આરાસપુરનો અપભ્રંશ હશે. આરાસપુર એજ આરાસણપુર: આ ટેકરીઓ પણ આરાસુરના નામથી - ઓળખાય છે. અને કદાચ આરાસુર ( આરાસપુર ) નગરી તરફ આવેલી હોવાને લીધે તેમનું એવું નામ પડયું હશે. ફાર્બસ ઈ. સ. ૧૨૦૦ ની મિતિ વાળા એક પાળીઆલેખ વિષે કહે છે. જેમાં પરમાર રાજા ધારાવર્ષે આરાસણુપુરમાં એક કુવો ખોદાવ્યા વિષે ઉલ્લેખ છે. આ ઉપરથી એમ જણાય છે કે તેરમી સદીના આરંભમાં ચંદ્રાવતીના પરમારોના તાબામાં આરાસણાપુર હતું. આ લેખ વિષે મેં ઘણી શોધ કરી પણ તે મળી આવ્યો નહિ. તો પણ ઈ. સ. ૧૨૭૪ ની મિતિવાળો એક બીજો પાળીઆ-લેખ મળી આવ્યો છે. જેમાં મહિપાલ નામે કઈક આરાસણનો રાજા હતો એમ કહેલું છે. કુંભારીઆના લેખોમાં બીજા કોઈ રાજાના નામે આવ્યા નથી, પણ ઉપર કહ્યા પ્રમાણે ઈ. સ. ૧૬૧૮ સુધી કદાચ આ નગરની જાહેરજલાલી રહી હશે. આ વખત પછી તેને નાશ થયો હશે. મારા મત પ્રમાણે આ છે દેવાલયે સિવાય આખું નગર બળી ગયું હશે કારણે ત્યાં બળેલા પથ્થરો દેખ્યામાં આવે છે. દુશ્મન રાજાઓએ ગામ બાળી મૂકયાની હકીકત ઘણે ઠેકાણે જોવામાં આવે છે અને અહિં પણ તે પ્રમાણે થયું હોય. ઉપરોક્ત દંત કથા પ્રમાણે તો એમ છે કે અંબા માતાએ વિમળશાહની કતધતાથી ગુસ્સે થઇને પાંચ દેવળો સિવાય વિમળશાહનાં બંધાવેલાં ૩૬૦ દેવાલયો બાળી મૂકયાં. આ ઉપરથી પણ આ નગરને બાળી મૂકવામાં આવ્યું હતું એ મતને પુષ્ટિ મળે છે. એમ પણ બની શકે કે મુસલમાનોએ આ કુંભારોઆનાં બીજા દેવાલયોનો નાશ કર્યો છે. તથા જ્યાં જ્યાં મુસલમાનોએ આવી રીતે નાશ કર્યો છે ત્યાં ત્યાં આવી અનેક દંતકથાઓને ઉદ્ભવ થયો છે. આ વિષય ઉપર મેં ઘણી બારીક તપાસ કરી પણ ત્યાં મને કોઈએ એમ ન કહયું કે આ મુસલ
૫૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org