________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૫૫ )
[ આબુ પર્વત
બીજા ક્કાસદગચ્છના ઉતનાચાર્ય સંતનીય સિંહસૂરિનું નામ છે. ૨૧૫ ના લેખમાં રત્નસિંહસૂરિનું નામ પણ આપેલું છે.
નંબર ૨,૧૭-૧૮-૨૦-૨૧-૨૪-ર૭ અને ૪૩ વાળા (૭) લેખે સંવત્ ૧૨૧૨ ની સાલના છે પ્રતિષ્ઠાકારક આચાર્ય (નં. ૨૧૮-૨૦ -૨૧ માં) શીલભદ્રસૂરિના શિષ્ય ભરતેશ્વરસૂરિના શિષ્ય શ્રીરસૂરિ જણાવ્યા છે.
ન. ર૪૮ ને લેખ પણ એજ વર્ષને છે. તેમાં લખ્યું છે કે– કેરટગચ્છીય ઓશવંશીય મત્રિ ધાંધુકે વિમલમંત્રીની હસ્તિશાળામાં આ આદિનાથનું સમવસરણ બનાવ્યું છે અને નન્નસૂરિના શિષ્ય કકસૂરિએ એની પ્રતિષ્ઠા કરી છે.
૧૫૬ નંબરને લેખ જે ૧૦ નંબરની દેવકુલિકાની જમણી બાજુ ઉપર કોતરેલો છે તે એક આર્યા છંદનું પદ્ય છે. તેમાં એજ કક્કસૂરિએ પિતાના ગુરૂ નન્નસૂરિની સ્તુતિ કરેલી છે.
૧૩૫-૩૯-૪૩-૪૭ અને ૫૦ નંબરના લેખેની મિતિ સં. ૧૨૦૨ છે. પ્રતિષ્ઠા કરનાર કુંદાચાર્ય છે જેઓ ૨૦૬ નંબરના લેખમાં જણાવેલા ઉકકેશગચ્છીય આચાર્ય કક્કસૂરિના પૂર્વજ છે.
૨૦૯ અને ૧૦ નંબરના લેખ સં. ૧૩૦૨ ના છે. તેમાં પ્રતિઠાતા તરીકે રૂદ્રપલીય અભયદેવસૂરિના શિષ્ય દેવભદ્રાચાર્યનું નામ છે.
+ કાસહદગચ્છ એ કાસહદ નામના ગામ ઉપરથી પ્રસિદ્ધિમાં આવ્યો છે. આબુપર્વતની પાસે આર. એમ. રેલ્વેના કીરિલી-સ્ટેશનથી ૪ માઈલ ઉત્તરે “કાયંદ્રા” નામનું જે વર્તમાનમાં ગામ છે તેજ પુરાતન “ કાસાહદ” છે એમ પં. ગૌરીશંકર ઓઝા પિતાના “સિરાહી રાચે તિહાર” (પૃષ્ઠ ૩૬ ) માં જણાવે છે. એ ગામમાં એક પુરાતન જિનમંદિર પણ છે જેનો થોડા વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર થયો છે. તેમાં મૂલમંદિરની ચારે બાજુ બીજી હાની હાની દેવકુલિકાઓ છે જેમાંની એકના દ્વાર ઉપર વિ સં ૧૦૯૧ ને લેખ છે. ત્યાં એક બીજું પણ પ્રાચીન જનમંદિર હતું જેના પત્થરો વિગેરે ત્યાંથી લઈ જઈ રહેડામાં નવા બનેલા મંદિરમાં લગાડી દેવામાં આવ્યાં છે.
૫૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org