________________
ઉપરના લેખે નં. ૬૪]
(૧૦૭)
અવલોકન
૩૬-૩૭ પદ્યમાં, ધવલના પરાક્રમી અને પ્રતાપી પુત્ર ધારાવર્ષનું વર્ણન છે. તેણે કોંકણાધીશને માર્યો હતો અને તે મૃગયાને ખૂબ વિલાસી હતે.*
કુમારપાલે માલવપતિ બલાલને જીત્યો હતો એ વાત સોમનાથ પાટણના ભાવબહસ્પતિ વાળા વલભી સંવત ૮૫૦ ( ઈ. સ. ૧૧૬૯ ) ના લેખમાં, તથા વીંતિમુી વિગેરે બીજા પણ અનેક પ્રામાણિક ઐતિહાસિક
થોમાં ઉપલબ્ધ થાય છે પરંતુ એ રાજા કયા વંશને હતો તે હજુ સુધી જ્ઞાત નથી. છે. લ્યુડસ જણાવે છે કે –“ બલ્લાલ નામને કોઈ પણ રાજા માલવાના પરમાર વંશની યાદીમાં નથી. અને તે એ વંશનો હવે એ માનવું પણ અશક્ય છે. તેથી, તે કેવી રીતે માલવાને રાજા થયે, એ પ્રશ્નનો ઉત્તર આપવો હાલમાં સરલ નથી. પણ, પ્રે. કલહોને આ બાબત ઉપર જે વિચાર કર્યો છે તે તરફ હું ધ્યાન ખેંચુ છું—“ (માલવાના પરમાર રાજા યશોવર્ધ્વનનું નિધન ઈ. સ. ૧૧૩૫ થી ૧૧૪૪ ની વચમાં થયેલું હોવું જોઈએ, અને તે પછી માલવાનું રાજ્ય અસ્તવ્યસ્ત સ્થિતિમાં મૂકાણું હતું. આ સ્થિતિ, કેટલાંકના મનમાં તેને જીતવાનો અગર પચાવી પાડવાને મનોરથ પ્રજવલિત કરે, એ બનવા જોગ છે.” તેથી, બલાલ માલવાનો કોઈ પ્રથમ ખંડિયે રાજા હોય અને પછી તે સ્વતંત્ર થઈ, ગુજરાત ઉપર ચઢી આવવા જેટલું સાહસ કરે તો તેમાં અસંભવ જેવું નથી.
૪ આના સંબંધમાં, પં. ગારીશંકર હીરાચંદ ઓઝા એ પિતાના સિલ્દી જ તિહાસ” નામના હિન્દી પુસ્તકમાં લખ્યું છે કે–ચશેધવલનો પુત્ર ધારાવર્ષ આબુના પરમારોમાં બહુજ પ્રસિદ્ધ અને પરાક્રમી થયો. એનું નામ અદ્યાપિ “ ધાર પરમાર ” ના નામે પ્રસિદ્ધ છે. ગુજરાતના સેલંકી રાજા કુમારપાલે કોંકણના રાજા * ઉપર ચઢાઈ કરી તેમાં આ સાથે હતા, અને તેણે (કુમારપાલે) ત્યાં (બીજી ચઢાઈમાં) જે વિજય મેળવ્યો તે, એનાજ વીરત્વને આભારી હતે. ‘તાજુલ મઆસિર’ નામે ફારસી તવારીખથી જણાય છે, કે, હિ. સ. ૧૯૩ ( વિક્રમ સં. ૧૨૫૪=ઈ. સ. ૧૧૯૭ ) ના સફર મહિનામાં કુતબુદ્દીન ઐબકે અણહિલવાડ ઉપર ચઢાઈ કરી તે
* આ, ઉત્તર કોંકણને શિલારાવંશી રાજ મલ્લિકાર્જુન હશે.
* આ ચઢાઈ ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ (બી-બાલ મૂળરાજ ) ના સમયે થઇ હતી.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org