________________
ઉપરના લેખો નં. ૫૫-૫૭]
(૯૭ )
-
અવલોકન,
સં. ૧૨૯૬ માં, ફાલ્ગણ વદિ ૫ અને હસ્ત નક્ષત્રમાં, થિરાપદ્ર (હાલનું થરાદ, જે પાલણપુર એજન્સીમાં આવેલું છે ) નામના ગામમાં દીક્ષા લીધી હતી. તે વખતે તેમના ગુરૂએ પ્રબોધભૂતિ એવું નવું નામ આપ્યું. પછી વિદ્યાભ્યાસ કરી યોગ્ય ઉમરે પહોંચ્યાથી વાચપદ મેળવ્યું અને અંતે સં. ૧૩૩૧ ના આધીન વદિ પંચમીના દિવસે સૂરિપદ પ્રાપ્ત કર્યું. તેજ સાલના ફાગુણ માસની વદ ૮ ના દિવસે જાહેર (મારવાડ) માં ગચ્છાનુજ્ઞાને પદમહોત્સવ થયો જેમાં માલગોત્રીય સાહ ખીમસી હે રપ હજાર રૂપિઆ ખર્ચ કર્યા હતા. વિ. સં. ૧૩૪૧ માં તેમને સ્વર્ગવાસ થયો હતો. (તરપટ્ટસ્ટિ–ક્ષમાળવદ ૫)
(૫૫૫૬ ) જે સ્થભ ઉપર, ઉપરનો લેખ આવેલું છે તેની સામે આવેલા બીજા સ્થભ ઉપર નં. ૫૫ અને પદ ના લેખે કે તરેલા છે.
નં. ૫૫ ને લેખ અપૂર્ણ અને ખંડિત છે. અવશિષ્ટ ભાગમાં જણવેલું છે કે–સં. ૧૩૩૫ ના વૈશાખ સુદિ ૮ ગુરૂવાર ના દિવસે, શ્રી ઉયંત મહાતીર્થ ઉપર
શ્રીનેમિનાથની પૂજા માટે ધવલકક (ધોળકા ) નિવાસી શ્રીમાલજ્ઞાતિના, સં. વીલ્ડણ....
નં. પ માં ઉલ્લેખ છે કે– સં. ૧૩૩૯ ના જયેષ્ટ સુદિ ૮ બુધ વારના દિવસે, શ્રીઉજજયંત મહાતીર્થ ઉપર, શ્રેયવાણા નિવાસી પ્રાગ્વાટજ્ઞાતિના મહં. જિસધરના પુત્ર મહં. પૂનસિંહની ભાર્યા ગુનસિરિના કલ્યાણ માટે ૩૦૦ (ત્રણ) કમ નેચકે (દેવપૂજા માટે ?) આપ્યા. આથી ( આના વ્યાજમાંથી) પ્રતિદિવસ ૩૦૫૦ (ત્રણ હજાર અને પચાસ ) કુલે લઈદેવની પૂજા કરવી.
(૫૭) આ લેખ ક્યાં આગળ આવેલો છે તે જણાયું નથી. “સં. ૧૩પ૬ ના જ્યેષ્ઠ સુદિ ૧૫ ને શુક્રવારના દિવસે, શ્રી પલ્લીવાલ જ્ઞાતિના શ્રેષ્ઠિ પાસૂના પુત્ર સાહપદમની ભાર્યા તેજલદે -કુલગુરૂ શ્રીમનિ (?) મુનિના ઉપદેશથી મુનિસુવ્રતસ્વામિબિંબ, દેવકુલિકા, પિતામહના શ્રેયા ” માત્ર આટલી હકીકત મળે છે
૫૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org