________________
ઉપરના લેખે. નં. ૫૩ ]
( ૧ )
અવલોકન,
વસ્તુતઃ ઉદયનના પુત્રોમાં વાહડ અને આંબડ અધિક પ્રતાપી હતા. વિસ્તાર ભયથી અને પ્રકૃતિમાં કંઈક અપ્રસ્તુત હોવાથી અને તેઓના ચરિતનો અવતાર કર્યો નથી.
ચાહડ અને સેલ્લાકે રાજ્યકાર્યમાં બહુ ભાગ લીધો જણાતો નથી.
કુમારપાલના ચેહરણરાજા અર્ણોરાજ (આનાક) સાથે યુદ્ધમાં (સં. ૧૨૦૦-ર ની પૂર્વ) ઉદયન પુત્ર વાહડ આનાકના પક્ષમાં ગયા સવિસ્તર ઉલ્લેખ છે. (સં. પ્ર. ચિં. પૃ. ૧૯૭ ગુ. રાસમાળા પૃ. ૨૨૩૩) પરંતુ એ સર્વ ભ્રાંતિમૂલક છે, એમ ભાસે છે એ કૃત્ય અપર એક “ચાહડકુમાર'નું હતું જે ઉદયપુત્રથી ભિન્ન છે. અને વ્યાશ્રયમાં (સર્ગ ૧૬, લેક ૧૪) ચાહડ એમજ પાઠ છે. પ્ર. ચતુવિંશતિમાં કુમારપાલ પ્રબંધમાં લખે છે કે –
श्रीजयसिंहदेवविपन्ने ३० दिनानि पादुकाभ्यां राज्यं कृतं । मालवीयराजपुत्रेण चाहडकुमारेण राज्यं प्रधानपार्श्वे याचितं । प्रध नैस्तु परवंश्यत्वान्न दतं । ततो रुष्ट्वा चाहड आनासेवकः संजातः । स भगदत्तवन्मात्रधुर्यः ।
શ્રી જયસિંહદેવ મૃત્યુવશ થયા પછી ( કુમારપાલ આવતા સુધી ) ૩૦ દિન પાદુકાઓ (પાવડીઓએ) રાજ્ય કર્યું. માલવદેશને રાજપુત્ર ચાહડ કુમારે (ગુજરાતનું) રાજ્ય પ્રધાન પાસે માગ્યું. પણ પ્રધાનએ તે પારકા વંશનો (અર્થાત પરમાર વંશનો) હોવાથી આપ્યું નહિ. તેથી રેષ પામી ચાહs (શાકંભરીને રાજા) આનાનો સેવક થશે. તે (મહાભારતના હસ્તિ યુદ્ધ પ્રવીણ) ભગદત્ત રાજાની તુલ્ય હસ્તિવિદ્યામાં પ્રવીણ હતા, ઇત્યાદિ. વ્યાયકર્તા પણ ચાહડના હસ્તિશાસ્ત્રના જ્ઞાનને ઉલ્લેખ છે. એ ઉપરથી ગમ્ય થાય છે કે એ ચાહ સિદ્ધરાજને કોઈ સંબંધી અને પ્રીતિપાત્ર હશે. અને તેથી જ તેણે ગુજરાતના રાજ્ય સારૂ પ્રયત્ન કરેલે, અને
* પ્રભાવ વરિતમાં આનું નામ મિર લખ્યું છે. ( જયસિંહસૂરિના ગુમારપત્ર ચરિત માં અને જિનમંડનના ગુમારાવશ્વમાં ચારમી મળે છે. જે પ્રાકૃત ચાહડનું જ સંસ્કૃત રૂપ કરવામાં આવ્યું હશે આ નામ સામ્યથી પ્ર. ચિં. કાર ભ્રમમાં પડી જવાનું વૃત્ત દયન પુત્ર ચાહડની સાથે જોડી દીધું લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org