________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ર )
| શત્રુંજય પર્વત
નં. ૯૦. ૨૭ સંવત ૧૯૦૫, શક ૧૭૭૦, માધ, શુકલ ૫, સેમવાર કચ્છના નભીનપુરના રહેવાસી આંચલગચ્છના, નાગડાગેત્રના તથા એશવાળ લઘુશાખાના ભારમલ અને મંકાબાઈના પુત્ર સારા નરસી અને કુઅરબાઈના પુત્ર સારા હીરજી અને સારા વીરજીએ પિતાની સ્ત્રીઓ પુરબાઈ અને લીલાબાઈ સાથે, એક દેવાલય બંધાવ્યું, ચંદ્રપ્રભુ અને બીજા જિનોની ૩૨ પ્રતિમાઓ અર્પણ કરી, પાલીતાણામાં દક્ષિણ બાજુએ ૧૨૦ ગજ લાંબી અને ૪૦ ગજ પહોળી એક ધર્મશાળા બંધાવી તથા અચલગચ્છ માટે પાલીતાણામાં એક ઉપાશ્રય સમરાવ્યો આ બધુ આંચલગચ્છના મુકિતસાગરસૂરિના ઉપદેશથી કરવામાં આવ્યું.
નં. ૯૧. પર શેઠ વખતચંદ તેમના પુત્ર હેમાભાઈ અને પૈત્ર, અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના વંશ તથા દાનની વિગત. તે કુંકુમલ ગેત્રના, શિશોદિવંશના, ઓશવાલજ્ઞાતિની આદિશાખાના હતા તથા કુળદેવી આશાપુરી, અને ક્ષેત્રપાલ બરડાને પૂજતા. તેના વંશના નામે (૧) કુલપતિરાજ સામંતસિંધ રાણે, (૨) તેને પુત્ર કોરપાલ, જેને ધમધોષસૂરિએ જૈન બનાવ્યા ( ૩ ) તેને પુત્ર સા. હરપતિ, (૪) તેને પુત્ર સારા વિચ્છા, ( ૫ ) તેને પુત્ર સા૦ સહસકરણ, (૬) તેને પુત્ર રાજનગરને શેઠ [ સા ]તિદાસ, જે દિલીપતિ પાતિસાહ શાહજાહાનના વખતમાં રાજસભાસદ ( રાજસભાશૃંગાર ) હતા, તેને પુત્ર શેઠ લખમીચંદ (૮) તેનો પુત્ર ખુસાલચંદ તેની સ્ત્રી ઝમકુ; (૯) તેમને પુત્ર શેઠ વખતચંદ ત્યારબાદ તેની સ્ત્રીઓ, પુત્ર, પત્રોનાં નામે તથા તેના વંશની બક્ષિસે, તથા વિ. સં. ૧૮૬૪ થી ૧૯૦૫ સુધીની મિતિઓ, અને સાગરગચ્છની પટ્ટાવલી આવે છે; (૧) રાજસાગરસૂરિ) ( ૨ ) વૃદ્ધિસાગર સૂરિ ( ૩ ) લીસાગરસૂરિ; ( ૪ ) કલ્યાણસાગરસૂરિ ( ૫ ) પુણ્યસાગરસૂરિ, ( ૬ ) ઉદયસાગરસૂરિ, (૭) આણુન્દસાગરસૂરિ, (૮) શાંતિસાગરસૂરિ, વિ. સં. ૧૯૦૫.
૫૭ ખરતરવસી ટૂંકમાં, નરસી કેશવજીના દેવાલયની પાછળ મુખ કઠેરાની બહાર એક દેવાલયમાં.
૫૮ હેમાભાઇ વખતચંદની ટૂંકમાં. પ્રેમાભાઈએ બંધાવેલા અજિતનાથના દેવાલયની બહાર દક્ષિણે આવેલી આગલી ભીંત ઉ૫ર–લી. પૃ. ૨૦૯, ન. ૦૭,
૪૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org