________________
પ્રાચીન જેનલેખસંગ્રહ. (પ૬ )
[ શત્રુંજય પર્વત ད་དཀའ་་་ངའ ཀ ན སྣང ་ ག ཀ
નં ૫૯. ૨૬ (મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી એશજ્ઞાતિની વૃદ્ધશાખાના શેઠ વખતચંદ ખુમ્યાળચંદના પુત્ર શેઠ હિમાભાઈને પુત્ર નગિનદાસની સ્ત્રી ઇછાવહુએ પિતાના ધણીના શુભ માટે એક દેવાલય અને ચંદ્રપ્રભની પ્રતિમા અર્પણ કરી; સાગરને શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠા થઈ.
નં. ૬૦. ૨ સંવત ૧૮૮૭. વૈશાખ સુદિ ૧૩; પાદલિપ્તનગરના ગોહેલ ખાંધાજી, કુંવર ને ઘણજીના રાજ્યમાં, અજમેર નગરના રહેવાસી ઉકેશજ્ઞાતીય વૃદ્ધશાખાના લુણીયા ગોત્રના સહ તિલકચંદના પુત્ર હિમતરાયના પુત્ર ગજમલજી પારેખે, એક દેવાલય ( વિહાર) અને કુંથુનાથની એક પ્રતિમા અર્પણ કરી; લહત ખરતરગચ્છના ભટ્ટારક જિનહર્ષરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી.
નં. ૬૧. ૨૮ સંવત ૧૮૮૮ વૈશાખ વદ --- શરિવારે (!) અમદાવાદના ઓશવાળ સાહ પાનાચંદના પુત્ર નિહાલચંદની સ્ત્રી પ્રેમકુવર બાઈએ ચંદ્રપ્રભ વિગેરેની ત્રણ મૂર્તિઓ અર્પણ કરી ખરતરગચ્છના જિનહર્ષસૂરિના રાજ્યમાં દેવચકે પ્રતિષ્ઠિત કરી. - નં. ૬૨. ૨૯ સંવત ૧૮૮૯, શક ૧૭૫૫, વૈશાખ શુકલ ૧૭, બુધવાર; રાજનગરના રહેવાસી વૃદ્ધ શાખાના ઓશવાલ, વખતચંદની કન્યા ઉજમ બાઈએ ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી: સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત થઈ. તેમણે પાંચાભાઇના દેવાલય નજીક મોટી ટુંકમાં એક ન્હાનું દેવાલય બાંધ્યું.
નં. ૬૩. ૩૦ (મિતિ ઉપર પ્રમાણે) રાજનગરના રહેવાસી ઉકેસજ્ઞાતિની વૃદ્ધશાખાના શ્રેણી વખતચંદના પુત્ર સુર્યમલની સ્ત્રી પરઘાન વઉએ ઋષભદેવની પ્રતિમાં અર્પણ કરી. સાગરગ વાળાએ પ્રતિષ્ઠિત કરી.
૨૬ હેમાભાઇની ટુંકમાં આવેલા મંદિરમાં-લીસ્ટમ, પૃ. ૨૦૯, નં. ૪૧૩,
૨૭ ખરતર વસી ટંકની બહાર, ઉત્તર-પૂર્વ ખુણામાં આવેલા એક દેવાલયમાં લીસ ૫ ૨૦૭, નં ૩૪૭.
ર૮ હેમભાઈની ટુંકની આજુબાજુ આવેલા મંદિરોમાંના એકમાં. ર૯ તેના દક્ષિણ ભાગમાંના એક હાના મંદિરમાં,
૩હેમાભાઈની ટૂંકમાં એરડી નં. ૪ ની બહારની જગ્યામાં આવેલા એક મંદિરમાં.
૪૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org