SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે. નં. ૩૩-૩૭] ( ૯ ) અવલોકન, માણિકયસાગરના શિષ્ય વાચક વિનયસાગરે આ પ્રશસ્તિ બનાવી અને તેણેજ શિલાપટ્ટ ઉપર લખી. (૩૩) મહેટી ટુંકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની દક્ષિણ તરફની દિવાલ ઉપર, હાંની હાંની ૨૨ પંકિતઓમાં, આ ન. ૩૩ ને લેખ કરે છે. લેખમાં જણાવેલું છે કે– સં. ૧૬પ૦ ના પ્રથમ ચિત્ર માસની પૂર્ણિમાના દિવસે, ચારિત્રપાત્ર અને સન્માર્ગગામી એવા સાધુ રૂપ સમુદ્રને ઉલ્લસિત કરવા માટે જેઓ ચંદ્ર જેવા છે, જેમના વચનથી રંજિત થઈ અકબર બાદશાહે શત્રુંજ્ય પર્વત જેમના સ્વાધીન કર્યો છે અને ભદ્રારક વિજયસેનસૂરિ પ્રમુખ સુવિહિતજને જેમની ભકિતપૂર્વક ચરણસેવા કરે છે એવા આચાર્ય શ્રીહીરવિજયસૂરિના મહિમાથી આનંદિત થઈ બાદશાહે શત્રુંજ્યની યાત્રાએ જનાર બધા મનુષ્ય પાસેથી જે દિવસે મસ્તક કર (માથા -મુંડકો) લેવાને નિષેધ કર્યો છે તેજ દિવસે, ઉક્ત આચાર્યવર્યના શિષ્ય, સકલવાચક શિરોમણિ શ્રીવિમલહર્ષ ઉપાધ્યાયે પં. દેવહર્ષ, પં. ધનવિજય, ૫. વિજય, પં. જયવિજય, પં. હંસવિજય અને મુનિ વેસલ આદિ ૨૦૦ મુનિઓના પરિવાર સાથે નિવિ. ઘ રીતે, શયની જાત્રા કરી છે. (૩૪-૩૭ ) નં. ૩૪ થી ૩૭ સુધીના લેખો, “ ગાયકવાડસ્ ઓરીએટલસીરીઝ” માં પ્રગટ થનાર પ્રાચીન ગુર્જર વ્યિસંગ્રહ માંથી ઉતારવામાં આવ્યા છે. અને ચોક્કસ નિર્ણય નથી જ. પરંતુ હેટી ટુંકમાંના કેઈ મદિરમાં જુદી જુદી મૂર્તિઓ ઉપર એ લેખે લખેલા છે. બધા લેખે, સં. ૧૩૭૧ માં, પાટણના સમરાસાહે, શત્રુંજયને (૧૫ મે ) ઉ ૨ કરાવ્યું, તે સંબંધી છે. સમરાસાહના એ ઉદ્ધારની વિસ્તૃત હકીક્ત મ્હારા “તિશિવ-પ્રવંધો ” નામક પુસ્તકમાં આપવામાં આવી છે તેથી અત્રે આપતું નથી, ૪૫૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy