SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખા, ન. ૩૦-૩૨ ] ( ૪૭ ) અવલોકન, સ. ૧૭૧૦ ના જ્યેષ્ઠ શુકલ ૬ અને ગુરૂવારના દિવસે, ઉગ્રસન ( આગ્રા-શહેર ) નિવાસી આસવાલના ીય, વૃદ્ધસાખીય અને કુહાડગોત્રીય સા॰ વહૂ માન (શ્રી વાલ્હાદે) ના પુત્ર, સા. માનસિ’હું, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન અને ઋષભદાસ આદિએ સા. જગસિહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિપરિવાર સહિત, પેાતાના પિતા ( વ માન ) ના વચનથી, તેના પુણ્ય માટે, આ સહસ્રકૂટ તીર્થ કરાવ્યુ અને પેાતાનીજ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કર્યું. તપગચ્છાચાર્યશ્રીહીરવિ જયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી, હીરવિજયસૂરિશિષ્ય મહાપાધ્યાય શ્રીક઼ીતિવિજય ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ એની પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં, શત્રુજયતીર્થ સંબધી કાર્યાંની દેખરેખ રાખનાર પડિત શાંતિવિજય ગણિ, દેવિવજયગણ અને મેઘવિજય ગણુિએ, સહાયતા કરી છે. આ લેખ, ખરતરવસિહ ટુંકમાં આવેલા શેઠ નરસી કેશવજીના મદિરના ગર્ભાગારની બહારના મંડપમાં, દક્ષિણ દિશા તરફની દિવાલ ઉપર એક શિલાપટ્ટમાં, ૪૩ ૫તિમાં કોતરેલા છે. શત્રુજયના શિલાલેખામાં, આ સાથી આધુનિક છે. ( ૩૨ A * ) આ લેખમાં, પ્રથમ ૧૮ પદ્મા છે અને પછી ગદ્ય છે. ભાષા આપભ્રષ્ટ-સ'સ્કૃત છે. આદિના ૧૧ શ્લોકેામાં, રત્નેદધિ (રત્નસાગર) સુધીની અચલગચ્છની આચાર્ય પટ્ટાવલી આપવામાં આવી છે. ( જુઓ, ઉપર પૃષ્ઠ ૧૧. ) પછી જણાવ્યુ` છે કે-કચ્છ દેશમાં, કેડારા નગરમાં, લઘુશાખીય અણુશી નામે શેડ થયેા. તેના પુત્ર નાયક થયો. નાયકની સ્ત્રી હીરબાઇની મૂળ લેખના મથાળે ૩૩ ના બદલે ભુલથી ૩૨ના કો છપાઈ ગયા છે ( અર્થાત્ ૩૨ ના ડબલ કા મૂકાણા છે) અને તેના પછીના અકે તેનાજ અનુક્રમથી મુકાણ છે તેથી આ જગાએ, ખીજીવરના ૩૨ ઉપર વધાર। તરીકે દર્શાવનાર A ચિહ્ન મૂકવામાં આવ્યું છે. Jain Education International ૪૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy