________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
(૪૪).
" શત્રુંજય પર્વત
પત્તનના પ્રાચીન મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતે, ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી, પ્રતિષ્ઠાના સમયે દરેક મનુષ્ય દીઠ એક એક સેનામહેરની લ્હાણી કરી હતી, સંઘનાયકને કરવા યોગ્ય દેવપૂજા, ગુરૂ-ઉપાસના અને સાધમિવાત્સલ્ય આદિ બધાં ધર્મકાર્યો કર્યા હતાં અને શત્રુંજયની યાત્રા માટે હેટ સંઘ કાઢી સંઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતું, તેણે, પુંડરીકાદિ ૧૪પર ગણધનું, પૂર્વ નહિ થયેલું એવું પાદુકા સ્થાન, પિતાના પુત્ર હરરાજ અને મેઘરાજ સહિત, પુણ્યદયને માટે બનાવ્યું અને સં. ૧૯૮૨ ના જયેષ્ઠ વદિ ૧૦ શુક્રવારના દિવસે ખરતરગચ્છના આચાર્ય જિનરાજસૂરએ પ્રતિષ્ઠિત કર્યું.
(૨૭) હાથીપળ અને વાઘણપોળની વચ્ચે આવેલી વિમલવસહિ ટૂંકમાં, ડાબા હાથે રહેલા મંદિરના એક ગોખલામાં, ૪૪ પંક્તિમાં આ નં. ર૭ ને લેખ કેતલે છે
મિતિ સં. ૧૬૮૩, બાદશાહ જહાંગીરના રાજ્યની છે. નં. ૨૧ ની માફક આ લેખ પણ અચલગચ્છવાળાને છે. આમાં પ્રારંભમાં ૧૩ પદ્ય છે અને પછી બાકીને બધે ભાગ ગદ્યમાં છે. લેખને ગદ્યભાગ સંસ્કૃત અને ગુજરાતી મિશ્રિત છે.
આદિના ૫ પદ્યમાં તીર્થકરોને નમસ્કાર કરે છે, અને પછીનામાં અચલગચ્છના આચાર્યોના નં. ૨૧ પ્રમાણેજ નામે આપેલાં છે.
ગદ્યભાગમાં જણાવ્યું છે કે–શ્રીમાલજ્ઞાતીય મંત્રીશ્વર શ્રીભંડારીને પુત્ર મહે. અમરસી તેને પુત્ર મહ. શ્રીકરણ, તેને પુત્ર સા. ધન્ના, તેને પુત્ર સોપા અને તેને પુત્ર શ્રીવંત થે. શ્રીવતની સ્ત્રી બાઈ સભાગદેની કુક્ષિથી એક પુત્ર અને એક પુત્રી થઈ. પુત્રનું નામ સા. શ્રીરૂપ અને પુત્રીનું નામ હીરબાઈ હતું. એજ હીરબાઈએ પિતાના પુત્ર પારીખ સેમચંદ્ર આદિ પરિવાર સહિત, સં. ૧૬૮૩ ના માઘ શુકલ ૧૩ અને સોમવારના દિવસે, ચંદ્રપ્રભના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આ મંદિર પ્રથમ રાજનગર (અમદાવાદ) નિવાસી મહં. ભડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org