________________
ઉપરના લેખો. નં. ૧૩-૧૪]
( ૩૧ )
"
અવલોકન,
જે ચરણયુગલ ઉપર આ લેખ છે તે હીરવિજયસૂરિની ચરણ સ્થાપના છે. સંવત્ ૧૬પર માં, ભાદ્રવા સુદી ૧૧ ના દિવસે કાઠિયાવાડના ઉન્નતદુર્ગ (ઉના ગાંવ) માં હીરવિજયસૂરિએ સ્વર્ગવાસ કર્યો. તેજ સાલના માર્ગશિર વદિ ૨ સોમવાર અને પુષ્યનક્ષત્રના દિવસે સ્તંભતીર્થ (પ્રભાત ) નિવાસી સંઘવી ઉદયકણે આ પાદુકા ની સ્થાપના કરી અને આચાર્ય શ્રીવિજ્યસેનસૂરિના નામથી મહાપા ધ્યાય કલ્યાણવિજય ગણિ અને પંડિત ધનવિજ્ય ગણિએ એની પ્રતિષ્ઠા કરી છે. લેખના બાકીના ભાગમાં હીરવિજયસૂરિએ અકબર બાદશાહને પ્રતિબોધ કરી જીવદયા, જીજીયામુકિત વિગેરે જે જે પુણ્યકાર્યો કર્યા, તેમનું સંક્ષિપ્ત રીતે સૂચન કરેલું છે.
સં. ઉદયકર્ણ, હીરવિજયસૂરિના પ્રમુખ શ્રાવકેમને એક હતો. ખંભાતને તે આગેવાન અને પ્રસિદ્ધ શેઠ હતો. સં. અષભદાસે હીરસૂરિરાસમાં એને અનેક સ્થળે ઉલ્લેખ કર્યો છે.
(૧૪) આ લેખ બરતરવહિ ટૂંકમાં, ચામુખના મંદિરની સામે આવેલા પુંડરીકગણધરના મંદિરના દ્વાર ઉપર, ૧૭ પતિએમાં બેદી કાઢેલે છે. મિતિ સં. ૧૬૭૫ વૈશાખ સુદી ૧૩ શુકવાર છે, સંઘવાલગેત્રીય સા. કેચરની સંતતિમાં સા. છેલ્લા થયે તેને પુત્ર સા. થન્ના, તેને સા. નરસિંઘ, તેને કુંઅરા, તેને નચ્છા (Oા?) ( સ્ત્રી નવરંગદે) અને તેને પુત્ર સુરતાણ (સ્ત્રી સુંદરદે) થયે. સુરતાણને પુત્ર સા. ખેતસી થયો કે જેણે, શત્રુંજયની યાત્રા કરી સંઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતું અને સાત ખેત્રમાં પુષ્કળ ધન ખર્યું હતું. તેણે, પોતાના પુત્રપત્રાદિ પરિવાર સહિત ચતુર્મુખ મહાન પ્રસાદની પૂર્વ બાજુએ કુટુંબના કલ્યાણ માટે, આ દેવગૃહિક (દેહરી) બનાવી. બહુસ્મરત રછના આચાર્ય જિનસિંહસૂરિના પટ્ટધર અને શત્રુજ્યના અષ્ટમોરારની પ્રતિષ્ઠા કરનાર શ્રીજિનરાજરિએ એની પ્રતિષ્ઠા કરી.
૪૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org