SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે, ન’. ૧] ( ૧૭ ) અવલાકન. વર્ણન છે. એ ઉદ્ધારનુ સવિસ્તર વૃત્તાન્ત, પડિત શ્રીવિવેકષીર ગણના રચેલા શત્રુનયતીદ્વારપ્રત્રમ્પ માં મ્હે' આપ્યુ છે તેથી અત્રે પુનરૂકત કરવાની આવશ્યકતા નથી. માત્ર એ લેખેાકત હકીકતનુ સૂચન કરવુ. આવશ્યક છે. પ્રાર’ભમાં જે ગદ્ય-પતિઓ આપેલી છે તેમાં જણાવ્યુ` છે કે, સંવત્ ૧૫૮૭ માં, જે વખતે કાંસાહે એ પ્રતિષ્ઠા કરાવી તે સમયે ગુજરાતના સુલ્તાન અહાદુરશાહ રાજય કરતા હતા. એ સુલ્તાન, ખાદશાહ મહિમૂદ ( મહમ્મદ બેગડા ) ની ગાદિએ આવનાર બાદશાહ મદાર ( મુજ્જર ) ની ગાદિએ બેઠા હતા. બહાદુરશાહ તરફથી સૈારાષ્ટ્ર ( સાર–કાઠિયાવાડ ) ના રાજ્યકારોમાર સુબેદાર મઝાદખાન ( અગર મુજાહિદખાન ) ચલાવતા હતા. પદ્ય ૧ થી ૭ સુધીમાં મેઢપાટ ( મેવાડ ) ની રાજધાની ચિત્રફૂટ ( ચિત્તાડ ), તથા ત્યાંના ( ૧ ) કુંભરજ, ( ૨ ) રાજમલ, ( ૩ ) સંગ્રામસિ’હું અને ( ૪) રત્નસિંહ; એ જ રાજાઓના ઉલ્લેખ કરેલા છે, પ્રતિષ્ઠાના સમયે છેલ્લા રાજા રત્નસિંહ ત્યાં રાજ્ય કરતા હતા. ૮ થી ૨૨ સુધીના શ્લેાકેામાં કર્માશાહના વંશનુ અને કુટુંબનું સ`ક્ષિપ્ત વર્ણન છે. ગેાગિરિ ( હાલનુ' ગ્વાલીયર ) માં, પહેલાં આમરાજ કરીને એક રાજા થઈ ગયેય છે જેને બપ્પભટ્ટ સર નામના જૈનાચાર્યે પ્રતિબાધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા હતા. તેને એક સ્ત્રી વ્યવહારી પુત્રી ( વણિક્ કન્યા ) હતી. તેની કુક્ષિમાં જે પુત્રા ઉત્પન્ન થયા તેએ રાજકેઠાગાર ( રાજ—કાઠારી = ભ’ડારી ) કહેવાયા અને તેમનુ” કુળ આસવ'શ ( આસવાલ ) જ્ઞાતિમાં ભળ્યુ. તે કુળમાં પાછળથી સારણદેવ નામના એક પ્રસિદ્ધ પુરૂષ થયા કે જેની ૯ મી પેઢીએ, એ પ્રસ્તુત ઉદ્ધારને કર્તા કર્મા સાહ થયે એ ૯ પેઢીઓનાં નામ આ પ્રમાણે છે:---સારણદેવ, તેના પુત્ર (૧) રામ દેવ, તેના પુત્ર ( ૨ ) લસિંહ, તેના પુત્ર (૩) ભુવનપાલ, તેના પુત્ર (૪) ભેજરાજ, તેના પુત્ર ( ૫ ) ઠક્કરસિંહ, તેના પુત્ર (૬) ખેતા, તેના પુત્ર ( ૭ ) નરસિંહ અને તેના પુત્ર (૮) તેલા ૐ Jain Education International ૪૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy