________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૨ )
[ શત્રુંજય પર્વત
શત્રુંજ્ય પર્વત ઉપરના લેખો.
શત્રુંજ્ય પર્વત જૈન ધર્મમાં સાથી હેટું તીર્થ મનાય છે. તેના ઉપર સેંકડે જિનમન્દિરે અને હજારો જિનપ્રતિમાઓ સ્થાપિત છે. તીર્થની મહત્તા અને પ્રાચીનતા જોતાં તેના ઉપર જેટલા શિલાલેખે મળવા જોઈએ તેટલા મળતા નથી. કારણે ઘણું છે. જેમાં સૌથી મહેટું કારણ તેના ઉપરના મંદિરનું વારંવાર જે સ્મારકામ થાય છે, તે છે. આગળના વખતમાં ઐતિહાસિક વૃત્તાંતે તરફ લેકેનું વિશેષ લક્ષ્ય ન હોવાથી, મન્દિરને પુનરૂદ્ધાર કરતી વખતે તેમની પ્રાચીનતા જાળવી રાખવા તરફ બિલકુલ ધ્યાન અપાતું નહિ. તેથી શિલાલેખો વિગેરેને ઉખેડીને આડા અવળા નાંખી દેવામાં આવતા અથવા તે અગ્ય રીતે જીતે ઈત્યાદિમાં ચણી દેવામાં આવતા હતા. કેટલાક ઠેકાણે ચૂને, સીમેટ, યા કળી આદિ પણ આવા શિલાપટ્ટો ઉપર લગાડી દીધેલાં જોવામાં આવે છે. કર્નલ ડ ના કથન પ્રમાણે, પરસ્પર એક બીજા સંપ્રદાયે પણ આપસની ઈર્ષ અને અસહિષ્ણુતાના લીધે આવા શિલાલેખોને નષ્ટ કરવામાં મહેટે ભાગ ભજવે છે. આવાં અનેક કારણોને લીધે શત્રુંજય ઉપર બહુજ પ્રાચીન કે મહત્વના શિલાલેખોનું અસ્તિત્વ રહ્યું નથી.
મુંબઈ સરકારના આકિર્લોજીકલ સર્વે તરફથી મીકાઉસેન્સે ( Cousens ) ઈ. સ. ૧૮૮૮-૮૯ માં, આ પર્વત ઉપરના બધા લે
ની નકલે લીધી હતી. આ લેખમાં, ૧૧૮ લેખે તેમને સારા ઉપયોગી જણાયા તેથી તેમણે એપીગ્રાફીઆ ઈન્ડિકા (Epigraphia indica) માં પ્રકટ કરવા માટે તેના પ્રકાશક ઉપર મોકલી આપ્યા. પ્રકાશકે, સુપ્રસિદ્ધ ઇતિહાસણ ડે. જી. બુલ્હર (Dr. G. Buhler) ને તેમનું સંપાદન કાર્ય સોંપ્યું. તેમણે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી એપીગ્રાફીઆઈન્ડિકાના બીજા ભાગના છઠા પ્રકરણમાં, પિતાના વકતવ્ય સાથે, એ લેખે પ્રકટ કર્યા છે. - ડૉ. બુલ્ડરનું એ લેખેના વિષયમાં, નીચે પ્રમાણે કથન છે.
૪૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org