SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) નંબરવાળે અમદાબાદને છે. એ લેખ સંવત ૧૯૦૩ ની સાલમાં લખાએલે છે. આ રીતે વિક્રમની ૧૦ મી શતાબ્દીથી લઇ ૨૦ મી શતાબ્દી સુધીના (એટલે એક હજાર વર્ષના) લેખને આમાં સંગ્રહ થએલે છે. મથુરાના લેખોને બાદ કરતાં, આ લેખે પહે, લાના તાંબર લેખોની સંખ્યા બહુ જ છેડી છે, એટલે ભારતના ઇતિહાસમાં જેને “મધ્યયુ” કહેવામાં આવે છે તે યુગન. જૈન લેખ ભાગ્યે જ મળી આવે છે. જેને ઈતિહાસ માટે આ એક ખાસ વિચારણીય પ્રશ્ન છે. કેવળ લેખોની દ્રષ્ટિએ જ નહિ, પરંતુ સમુચ્ચય જૈન સાહિત્યની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન વિચારવા જેવું છે. તાંબરીય સૂત્ર સાહિત્યને બાદ કરતાં બીજું રાહિત્ય પણ એ યુગમાં જૈનોના હાથે વધારે લખાયું નથી. તેમજ સ્થાપત્ય પણ જાણવા જેવું કે નોંધવા જેવું મંડાયું નથી. હિંદુસ્થાનના રાષ્ટ્રીય ઇતિહાસની દ્રષ્ટીએ પૂર્ણ જાહોજલાલીવાળે ગણાતે એ કાળ જૈન ઇતિહાસની દ્રષ્ટિએ બહુ જ અપ્રકાશિત દેખાય છે. લગભગ ૪૦૦-૫૦૦ વર્ષ જેટલા એ “મધ્યયુગ”માં જૈન ધમની અને તેમાં ખાસ કરીને વેતાંબર સંપ્રદાયની શી સ્થિતિ હતી તે જાણવા માટે કાંઈ પણ ઉલ્લેખ ગ્ય પુરાવાઓ અદ્યાપિ મળ્યા નથી, એ યુગને મહાન ચિની મુસાફર યવન ચંગ (અથવા હ્યુએનસંગ ) આખા હિંદુસ્થાનમાં મુસાફરી કરી ગયું હતું અને બૈધ અને બ્રાહ્મણ ધર્મના અનેકાનેક સંપ્રદાયને વિસ્તૃત અહેવાલ તે પિતાની નોંધ વહીમાં લખી ગયું હતું. પરંતુ તેની એ વિશાળ નોંધમાં, હિંદુરથાનની છેક દક્ષિણે રહેતા થોડાક દિગંબરાની સૂચના સિવાય જૈન, સમાજ, જૈન સાહિત્ય, જૈન સ્થાપત્ય, કે જન સાધુઓના સંબંધમાં એક પૂરી લીટી પણ લખાએલી જડતી નથી! તેવી જ રીતે, ચવનચંગ પછી તરતજ આવેલા એ યુગના * હિમાલયની તળેટીમાં આવેલા સિંધપુર સ્થળવાળી નેધને કેટલાક યુરોપિયન સ્કોલરો વેતાંબર જૈન સંપ્રદાય સાથે સંબંધ ધરવતી માને છે પરંતુ હું તે બાબતમાં હજી શંકાશીલ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy