________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨]
તેમની હિંમતને ધન્યવાદ આપવા પડે તેમ છે. શિલાલેખો પણ નષ્ટ કરનારા હોય છે તેમ પોતાની મમત કરતા પણ ઇતિહાસના સત્યને જાહે૨ ક૨વાની વફાદારી રાખનારા પણ હોય છે.
(૧) – (૨) – (૩) તારણ તો સ્પષ્ટ છે પણ ચોથું તારણ અતિ મહત્ત્વનું છે. તેઓ લખે છે કે (૪) સંભવ છે કે “કાર્તિક મહિનામાં પણ શત્રુંજયતીર્થની ઉપર જવાની પ્રવૃત્તિ હોય.” ચૌમુખ જિનાલયની પ્રતિષ્ઠા તપાગચ્છાધિપતિના હસ્તે થઈ છે એ વિશ્વાસે તેમને આ તારણ સુધી પહોંચાડ્યા પણ ‘(૫) કદાચ આપત્તિકાળના કારણે આ બધું અપવાદરૂપે પણ હોય.’ એમ લખીને તેઓ પોતાની માન્યતાને ઢીલો ઢીલો ટેકો આપી રહ્યા છે. ખરેખર જોઈએ તો તે કાળમાં વિ.સં. ૧૫૮૭માં જ કર્માશાનો ઉદ્ધાર થયો હતો તેમાં પૂ. દાન સૂ.મ. પણ ઉપસ્થિત હતા. વિ.સં. ૧૬૨૦ માં એવી કોઈ નવી આપત્તિ આવી ચઢી ન હતી કે જેના કા૨ણે કોઈ અપવાદનું સેવન ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા માટે કરવું પડે. કા.સુ. ૨ પછી ચોમાસું ઉતરવાને બાર દિવસની જ વાર હતી. જો ચોમાસામાં ઉપર ન જ જવાય તેવી કોઈ પરંપરાનું અસ્તિત્વ હોત તો બાર દિવસ માટે તેને તોડી નાંખવાનું કાર્ય તપાગચ્છાધિપતિશ્રી ન જ કરે. આજે પટ્ટક જેવામાં પણ ‘અપવાદ પદે’ એવો શબ્દ લખીને ભવિષ્ય માટે સ્પષ્ટતા ઊભી કરાય છે. જો આ પણ અપવાદરૂપે હોત તો આપવાદિક પ્રતિષ્ઠાનો ઉલ્લેખ થઈ શકત. જેથી ભવિષ્યની પેઢીમાં પરંપરાનો ખ્યાલ રહે. પણ એવું શિલાલેખમાં ક્યાંય નથી. ભલા ભાઈ, તેવી પરંપરાનું કોઈ અસ્તિત્વ હોય તો આ બધું થાય ને ? શત્રુંજયતીર્થ પર શ્રાવણ-આસો અને કાર્તિક જેવા ચોમાસામાંથી કદી બહાર કાઢી ન મુકાય તેવા મહિનાઓમાં દેરીઓ વગેરેની પ્રતિષ્ઠા થયાનું ત્રિપુટી મહારાજ સ્પષ્ટ લખે છે.
૧૫
ત્રિપુટી મહારાજ આ વિષયમાં જેટલા નિખાલસ રહી શક્યા છે તેટલી નિખાલસવૃત્તિ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪ના સંપાદકશ્રી રાખી શક્યા નથી. એટલે તેમણે ‘સંપાદકની ખાસ નોંધ' એવા શીર્ષક હેઠળ જે લખ્યું છે તે પણ એકવાર જોઈ જવું, સમજી લેવું જરૂરી જણાય છે. વાંચો ત્યારે એ નોંધ :
સંપાદકની ખાસ નોંધ
66
પૂ. શ્રી ત્રિપુટી મહારાજે ઉપરની નોંધમાં ૩જી કલમમાં શ્રાવણ આસો કાર્તિક મહિનાના શિલાલેખો હોવાની વાત જણાવી છે.
તે પરથી જુગજૂની ચાલી આવતી ચોમાસામાં ગિરિરાજની યાત્રા કે ગિરિરાજ પર ચઢવાના નિષેધ સાથે વ્યાઘાત ઊભો થવાની શંકાથી ૪ થી અને ૫ મી કલમ લખી છે.
પણ હાલમાં તાજેતરમાં પૂ. આગમોદ્ધારક આ શ્રી આનંદસાગરસૂરિના શિષ્યત્ન પૂ આ શ્રી કંચનસાગરસૂરિ મશ્રીએ વર્ષોની ખેતભરી મહેતન ઉઠાવી તનતોડ શ્રમ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org