SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ એપોલો-૭ને ઈ.સ.૧૯૬૮ ની ૧૧ ઓક્ટોબરે અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. આ યાનમાં પણ જૂનું સેટર્ન-૧બી એન્જિન જ વાપરવામાં આવ્યું હતું. આ એન્જિન એટલું નાનું હતું કે તે ચંદ્ર ઉપર જઈ શકે તેમ નહોતું. હેરી હર્ટ નામનો લેખક સત્યનો સ્ફોટ કરતાં લખે છે કે એપોલો-૭ યાન ક્યારેય ચંદ્ર ઉપર પહોંચ્યું જ નહોતું પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછું આવ્યું હતું. આ વાતની જાણ અમેરિકન પ્રજાને કરવામાં જ આવી નહોતી. એપોલો૭ યાન લોન્ચપેડ ઉપરથી ઊડ્યું ત્યારથી તે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. એક બાજુ અખબારોમાં ‘નાસા’ની પ્રશસ્તિ થઈ રહી હતી ત્યારે ‘નાસા’ના અધિકારીઓએ એવી ૫૦ ત્રુટિઓ શોધી કાઢી હતી, જે એપોલો-૭માં મિશન દરમિયાન જોવા મળી હતી. તેમાં સંદેશવ્યવહાર સિસ્ટમની ખામીઓ, કન્ટ્રોલ સિસ્ટમની ખામીઓ, વેગમાં ઓચિંતા ફેરફારો વગેરે ખામીઓ મુખ્ય હતી. Jain Education International હેરી હર્ટ નામનો લેખક એપોલોનાં પ્રારંભિક અવકાશયાનો બાબતમાં લખે છે કે “એપોલોનાં અમાનવ અવકાશયાનોની પ્રથમ શ્રેણીમાં એટલા બધા ધબડકાઓ થયા હતા કે ‘નાસા’એ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું. એપોલોની પ્રથમ ત્રણ યાત્રાઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પૂરતી મર્યાદિત હતી. એપોલો-૪માં બળતણનું ગળતર થતું હતું અને તેનું કોમ્પ્યુટર બરાબર કામ નહોતું કરતું. ચંદ્રયાત્રા માટે જે પ્રથમ એપોલો-૫ યાન તૈયાર કરવામાં આવ્યું તેમાં પણ બે ગંભીર સમસ્યાઓ હતી. આ યાનને છોડવામાં આવ્યું ત્યારે તેનું એન્જિન ૩૮ સેકન્ડને બદલે માત્ર ૪ સેકન્ડ માટે જ ફાયર થયું હતું. બૂસ્ટર એન્જિનની ક્ષતિને કારણે આ યાન ખોટા પ્રદક્ષિણાપથમાં પહોંચી ગયું હતું. એપોલો- ૬માં રોકેટનો એક ભાગ તૂટી ગયો હતો અને એપોલો-૭ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછું ફર્યું હતું.’’ જે કાર્યક્રમમાં આટલા બધા છબરડાઓ હોય તે મિશન કદી ચંદ્ર ઉપર પહોંચી શકે ખરું? જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૦ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy