SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકાના અવકાશી કાર્યક્રમનો ઇતિહાસ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જનરલ આઇઝનહોવરે ‘નેશનલ એડવાઇઝરી કમિટી ફોર એરોનોટિક્સ એન્ડ સ્પેસ એજન્સી'ની સ્થાપના કરી હતી. આ એજન્સી પાછળથી “નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એજન્સી (નાસા) બની ગઈ હતી. જનરલ આઇઝનહોવરે જ એવું નક્કી કર્યું હતું કે અમેરિકન એર ફોર્સમાં જે ટેસ્ટ પાઇલટોને વિમાન ઉડાડવાનો અનુભવ હોય તેમને જ ‘નાસા'માં રોકેટ ઉડાડવાનું કામ સોંપવામાં આવશે. આ કારણે ‘નાસા' સંસ્થા તેના પ્રારંભથી જ અમેરિકી લશ્કરની એક પાંખ બની રહી હતી. ઈ.સ. ૧૯૫૯માં ‘નાસા' સંસ્થાએ જેઓ ભવિષ્યમાં અવકાશયાત્રી બની શકે એવા મનુષ્યોની શોધ શરૂ કરી. તેમણે તે વખતના લશ્કરી પાઇલટોનો ટેસ્ટ રેકોર્ડ તપાસ્યો અને તેમાંથી ૧૧૦ નામો નક્કી કર્યા. ત્યાર બાદ એક કમિટીએ આ યાદી ટૂંકાવીને ૩૨ની કરી નાખી. આ ૩૨ને સઘન તાલીમ આપવામાં આવી. આ તાલીમના અંતે માત્ર સાત અવકાશયાત્રી જ ટકી રહ્યા હતા. આ રીતે અમેરિકાનો સમગ્ર અવકાશી કાર્યક્રમ તેના પ્રારંભથી જ રાજકીય શક્તિઓના એક પ્યાદા જેવો બની રહ્યો હતો. આજથી આશરે ૪૦ વર્ષ અગાઉ અમેરિકા ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાની આજુબાજુ એવી ઘટનાઓ બની રહી હતી, જેની ઉપર તેના પ્રમુખ જોન કેનેડીનો કોઈ અંકુશ નહોતો. ફિડલ કાસ્ટ્રોએ ક્યુબા ટાપુ બાટ્ટીસ્ટા નામના સરમુખત્યારના હાથમાંથી ઝૂંટવી લીધો હતો અને અમેરિકા હાથઘસતું રહી ગયું હતું. ક્યુબા ફિડલ કાસ્ટ્રોના હાથમાં આવી ગયું એટલે સીઆઇએ અને માફિયાઓ પણ રોષે ભરાયા હતા. સીઆઇએનું નાક કપાયું હતું અને માફિયાઓને કેસિનોની આવક બંધ થઈ ગઈ એટલે તેમને ફટકો પડ્યો હતો. ૧૨મી એપ્રિલે રશિયાના અવકાશયાત્રી યુરી ગાગારીને ૧૦૮ મિનિટ અવકાશમાં રહ્યા હોવાનો દાવો રશિયાએ કર્યો હતો. આ પરિસ્થિતિમાંથી અમેરિકન પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે પ્રમુખ કેનેડીએ ચંદ્રની ધરતી ઉપર અમેરિકન અવકાશયાત્રીને મોકલવાનો વિચાર કર્યો અને અમેરિકી કોંગ્રેસ પાસે તોતિંગ બજેટની પણ માગણી રજૂ કરી. આ માગણી રજૂ કરતી વખતે કેનેડીએ કહ્યું કે “આ દાયકાના અંત પહેલાં અમેરિકાના અવકાશયાત્રીને ચંદ્ર ઉપર રશિયા અને અમેરિકા વચ્ચેની અવકાશી સ્પર્ધા જોન કેનેડી પ્રમુખપદની ગાદી ઉપર હજુ સ્થિર થાય તે પહેલાં રશિયાએ પહેલી વખત અવકાશમાં સ્કૂટનિક નામનો કૃત્રિમ ઉપગ્રહ તરતો મૂકીને અમેરિકાનું નાક કાપ્યું હતું. ઈ.સ. ૧૯૬ ૧ની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૩ Jain Education International www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy