________________
“મારા પુત્રોએ શ્રી અષ્ટાપદનું રક્ષણ કરવા ગંગાને વાળી તો હું શ્રી શત્રુંજયનું રક્ષણ કરવા માટે સમુદ્રને લાવું.'' એ પ્રમાણે વિચાર કરી સગર ચક્રવર્તીએ પોતાની સેવામાં રહેલા યક્ષોને આજ્ઞા કરી કે સમુદ્રને શ્રી શત્રુંજય ગિરિ સુધી લઈ આવો. યક્ષોના પ્રયત્નોથી લવણ સમુદ્રએ દક્ષિણ દિશાના દ્વારથી જંબુદ્રીપના દક્ષિણ ભરત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને તે સમુદ્ર ટંકણ, બર્બર, ચીન, ભોટ, સિંહલ વગેરે સંખ્યાબંધ દેશોને તારાજ કરતો ભારે વેગથી શ્રી શત્રુંજય ગિરિની નજીક આવી પહોંચ્યો. ઇન્દ્ર મહારાજાએ આ વાત અવધિ જ્ઞાનના ઉપયોગથી જાણી એટલે તેમણે સગર ચક્રવર્તીસમક્ષ આવીને પ્રાર્થના કરી કે ‘‘આ શત્રુંજય તીર્થ વિના સર્વ જગત નિષ્ફળ છે. જો કે અષ્ટાપદ તીર્થયાત્રાનો અટકાવ થયો છે તો પણ આ શત્રુંજય તીર્થ ભવ્યાત્માઓનો તારક છે. જો શ્રી શત્રુંજય તીર્થની યાત્રા પણ બંધ થઈ જશે તો આ પૃથ્વી ઉપ૨ બીજી તારનારી વસ્તુ રહેશે નહીં.'' ઇન્દ્રની આ મુજબની વિનંતી સાંભળી સગર ચક્રવર્તીએ યક્ષોને સમુદ્રને જ્યાં હોય ત્યાં અટકાવી દેવાની આજ્ઞા કરી. સમુદ્ર ત્યાં જ અટકી ગયો પણ પાછો
Jain Education International
પોતાના મૂળ સ્થાને ગયો નહીં. આજે પણ શ્રી શત્રુંજયની નજીક આવેલા તાલધ્વજ ગિરિ (તળાજા) સુધી દરિયો જોવા મળે છે.
આજથી લાખો વર્ષ અગાઉ દરિયાનું પાણી દક્ષિણ ભરત વર્ષના કેટલાક વિસ્તારો ઉપર ફરી વળ્યું હોય તે સંભવિત છે. આ ભરતીમાં જેટલા પ્રદેશો બચી ગયા તેઓ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, શ્રી લંકા, આંદામાન, નિકોબાર, લક્ષ્મીપ, માલદીવ, જપાન, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ, થાઇલેન્ડ વગેરે ટાપુઓના સ્વરૂપમાં રહી ગયા હોય તે પણ સંભવિત છે. સગર ચક્રવર્તીના આ કૃત્ય પછી ભરત ક્ષેત્રનો નકશો કાયમ માટે બદલાઈ ગયો એટલું તો નક્કી છે.
વર્તમાન વિશ્વના જેટલા સમુદ્રો લવણસમુદ્ર સાથે જોડાયેલા છે, તેમાં જ ભરતી-ઓટ આવે છે. રશિયામાં રહેલો કાસ્પિયન સમુદ્ર લવણ સમુદ્ર સાથે જોડાયેલો ન હોવાથી તેમાં ક્યારેય ભરતી-ઓટ આવતી નથી. જો ચંદ્રના ગુરૂત્વાકર્ષણને કારણે જ ભરતી-ઓટ આવતી હોય તો કાસ્પિયન સમુદ્રમાં પણ ભરતી-ઓટ આવવી જોઇએ.
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૯
For Private Personal Use Only
www.jainelibrary.org