SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુ હિમવંત પર્વત સિંધુ ખંડ(૩) વૈતાઢ્ય પર્વત. સિંધુ ખંડ(૨) લ Jain Education International ભરતક્ષેત્રનું વર્ણન ભ ૨ ત ક્ષે પદ્મ દ્રષ્ટ મધ્યખંડ(૪) ઉત્તરાર્ધ ભરત દક્ષિણાર્ધ ભરત સિંધુ નદી મધ્ય ખંડ( ૧ )અષ્ટાપદ પર્વત જંબુદ્રીપના દક્ષિણ છેડે લવણ સમુદ્રને અડીને ભરત ક્ષેત્ર આવેલું છે. આ ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત આવેલો છે, જેને કારણે ભરત ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ થાય છે. ભરત ક્ષેત્રની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૫૨૬ યોજન ૬ કળા છે. ભરત ક્ષેત્રની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૧૪,૪૭૧ યોજન પાંચ કળા જેટલી છે. ભરત ક્ષેત્રના લવણ સમુદ્રને અડીને આવેલા ગોળાકાર ભાગનો પરિઘ (ધનુપૃષ્ઠ) ૧૪,૫૨૮ યોજન ૧૧ કળા જેટલો છે. આ રીતે ભરત ક્ષેત્રની જેટલી લંબાઈ છે, તેના કરતાં તેની પહોળાઈ ૨૭ ગણા કરતાં પણ વધુ છે. ભરત ક્ષેત્રના સમુદ્રતટની કુલ લંબાઈ ૧૪,૫૨૮ યોજન ૧૧ કળા છે, એમ કહી શકાય. મધ્યમાં આવેલા વૈતાઢ્ય પર્વતને કારણે ભરત ક્ષેત્ર બે વ સ મુ નોંધ : આ આકૃતિમાં ભરત ક્ષેત્ર અર્ધ ગોળાકાર દર્શાવામાં આવ્યું છે પરંતુ વાસ્તવમાં તેનો આકાર ધનુષ્યાકાર છે, જેની નોંધ લેવા વિનંતી છે. ગંગા ખંડ (૫) ગંગા ખંડ(૬) ગંગા નદી ભાગમાં વહેંચાઈ જાય છે. વૈતાઢ્ય પર્વતની ઉત્તરે આવેલો પ્રદેશ ઉત્તર ભરત વર્ષ કહેવાય છે અને દક્ષિણે આવેલો પ્રદેશ દક્ષિણ ભરત વર્ષ કહેવાય છે. તેમાં પણ જે દક્ષિણ ભરત વર્ષ છે તે લવણ સમુદ્રની સમાંતર આવેલું છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૬ દક્ષિણ ભરત ક્ષેત્રની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૨ ૩૮ યોજન ૩ કળા જેટલી છે. દક્ષિણ ભરત ક્ષેત્રની ઉત્તરે ૫૦ યોજનની લંબાઈ ધરાવતો દીર્ઘ વૈતાઢ્ય પર્વત આવેલો છે. તેની ઉત્તરે ૨૩૮ યોજન ૩ કળાની ઉત્તર દક્ષિણ લંબાઈ ધરાવતું ઉત્તર ભરત ક્ષેત્ર આવેલું છે. આ રીતે દક્ષિણ ભરત, વૈતાઢ્ય પર્વત અને ઉત્તર ભરત ક્ષેત્ર મળીને કુલ ઉત્તર દક્ષિણ લંબાઈ ૫૨૬ યોજન ૬ કળા જેટલી થાય છે. દક્ષિણ ભરત ક્ષેત્રની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ (જીવા) For Private & Personal Use Only www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy