SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કરી નીલવંત પર્વત સમક છે પર્વત 3. ઉત્તર કુરૂ ક્ષેત્ર છે યમક કક પર્વત દેવ કુરૂ ક્ષેત્ર ખૂણાઓમાં ઇન્દ્રપ્રાસાદો આવેલા છે તેના અધિપતિ ઈશાનેન્દ્ર તેમાં નિવાસ કરે છે. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે ભગવાનના જન્મનો જે સ્નાત્ર મહોત્સવ કરવામાં આવે છે તે પાંડુક વનમાં મેરુ પર્વત ઉપર જ કરવામાં આવે છે. પાંડુક વનમાં જિનમંદિરની બહારની દિશાએ સુવર્ણની બનેલી ચાર અર્ધચન્દ્રાકાર શિલાઓ છે. આ શિલાઓ ૫૦૦ યોજન લાંબી, ૨૫૦ યોજન પહોળી અને ચાર યોજન ઊંચી છે. શિલાઓની ચારે દિશાએ વન અને વેદિકા છે. પૂર્વ દિશામાં આવેલી શિલાનું નામ પાંડુકંબલા, દક્ષિણ દિશાની શિલાનું નામ અતિપાંડકંબલા, પશ્ચિમ દિશાની શિલાનું નામ રક્તકંબલા અને ઉત્તર દિશાની શિલાનું નામ અતિરક્તકંબલા છે. પૂર્વ અને પશ્ચિમની શિલાઓ ઉપર બે-બે સિંહાસનો છે અને ઉત્તર-દક્ષિણની શિલાઓ ઉપર એક-એક સિંહાસનો છે. કુલ મળીને છ સિંહાસનો છે. આ સિંહાસનો ૫૦૦ ધનુષ લાંબાં, ૨૫૦ ધનુષ પહોળાં અને ચાર ધનુષ ઊંચાં છે. તીર્થંકર પરમાત્માનો જન્મ જે ક્ષેત્રમાં થાય તે દિશામાં આવેલાં સિંહાસન ઉપર જ પરમાત્માનો જન્માભિષેક દેવતાઓ દ્વારા કરવામાં આવે છે. તીર્થંકર પરમાત્માનો જન્મ હંમેશાં મધ્યરાત્રિએ જ થતો હોય છે. મહાવિદેહ ક્ષેત્રની કુલ ૩૨ વિજયો છે. આ પૈકી ૧૬ પૂર્વ દિશામાં અને ૧૬ પશ્ચિમ દિશામાં આવેલી છે. આ ૧૬ વિજયો પણ સીતા અને સીતાદા મહાનદીઓને કારણે ૮-૮ ના જૂથમાં વહેંચાયેલી છે. આ ૮ વિજયોમાં એક સમયે એક જ તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે. આ કારણે પૂર્વ અને પશ્ચિમ દિશામાં બબ્બે સિંહાસનો રાખવામાં આવ્યાં છે. દક્ષિણ દિશામાં આવેલા ભરત ક્ષેત્રમાં એક સમયે એક જ તીર્થંકર પરમાત્માનો જન્મ થતો હોવાથી દક્ષિણ દિશામાં એક જ સિંહાસન રાખવામાં આવ્યું છે. ઉત્તર દિશામાં આવેલા ઐરાવત ક્ષેત્રમાં એક સમયે એક જ તીર્થંકર પરમાત્માનો જન્મ થતો હોવાથી ઉત્તર દિશામાં એક જ સિંહાસન રાખવામાં આવ્યું છે. મેરુ પર્વત ઉપર એક સમયે એકસાથે ચાર તીર્થંકર પરમાત્માનો જન્મોત્સવ ઊજવી શકાય છે. યોજન જેટલી છે અને તે બન્ને બાજુ ગજદંત પર્વતોને સ્પર્શે છે. આ ક્ષેત્રનું ધનુપૃષ્ઠ એટલે કે વર્તુળાકાર ભાગની પરિધિ ૬૦૪૧૮ યોજન ઉપરાંત ૧૨ ભાગ છે. આ ક્ષેત્રમાં યુગલિક મનુષ્યો વસે છે અને કાયમ પહેલા આરા જેવું વાતાવરણ હોય છે. આ ક્ષેત્રમાં એક પલ્યોપમ આયુષ્ય ધરાવતો ઉત્તર કુરુ નામનો દેવ વસે છે, જેના ઉપરથી આ ક્ષેત્રનું નામ પાડવામાં આવ્યું છે. નીલવંત પર્વતમાંથી નીકળતી સીતા મહાનદી ઉત્તર કુરુક્ષેત્રમાંથી પસાર થતી મેરુ પર્વતની નજીકથી મહાવિદેહતરફ વળી જાય છે. ઉત્તર કુરુક્ષેત્રમાં નીલવંત પર્વતના દક્ષિણ દિશાના અંતિમ ભાવ છે. નીલવંત પર્વત સમક ૧a કંચનગિરિ પર્વત પનો ચમક પર્વત કંચનગિરિ પર્વતો પશ્ચિમ બ્રહ COOOOOOO ઉત્તર કરે ઉત્તર કુરુ અને દેવકુરુક્ષેત્ર મેરુ પર્વતની ઉત્તર દિશામાં અને નીલવંત પર્વતની દક્ષિણ દિશામાં તથા ગંધમાદન પર્વતની પૂર્વ દિશામાં અને માલ્યવંત પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તર કુરુ નામનું ક્ષેત્ર છે. આ ક્ષેત્રનો આકાર અર્ધ ચંદ્રમા જેવો છે. આ ક્ષેત્રની પહોળાઈ ૫૩ હજાર ઉત્તર કુરૂક્ષેત્ર જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy