SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રયાનને પીએસએલવી-સી૧૧ રોકેટ દ્વારા અવકાશમાં તરતું મૂકવામાં આવ્યું હતું. આ વખતે તેના પ્રદક્ષિણાપથની પેરિગી (પૃથ્વીથી સૌથી નજીકનું બિંદુ) ૨૫૫ કિલોમીટર હતી અને એપોગી (પૃથ્વીથી સૌથી દૂરનું બિંદુ) ૨૨,૮૬૦ કિલોમીટર હતી. આ ચંદ્રયાન તેના લોચિંગ વખતે વિષુવવૃત્ત રેખા સાથે ૧૭.૯ અંશનો ખૂણો બનાવતું હતું.' ઇસરોની પ્રેસનોટમાં આગળ જતાં વર્ણન કરવામાં આવ્યું છે કે “ચંદ્રયાન ગાઢ વાતાવરણમાંથી બહાર આવીને ૧૧૬ કિલોમીટરની ઊંચાઈએ પહોંચી ગયું હતું. ” રોકેટની ફરજ ચંદ્રયાનને ૧૧૬ કિલોમમીટરની ઊંચાઇએ ચકરાવો મારતા છોડી દેવાની જ હતી. ત્યાર પછી અવકાશયાન પોતાની તાકાતથી વધુ એક પણ કિલોમીટર ઉપર જઈ શકે તેમ નહોતું. રોકેટથી છૂટું પડી ગયા પછી ચંદ્રયાન પૃથ્વીની આજુબાજુ ચકરાવા લેવા લાગ્યું હતું. આ વખતે પ્રથમ ચકરાવા સમયે તેની લંબગોળાકાર ભ્રમણકક્ષાનો વ્યાસ ૨૨,૮૬૦ + ૨૫૫ = ૨૩, ૧૧૫ કિલોમીટર હતો, એવું આ પ્રેસનોટ પરથી સમજાય છે. આ તબક્કામાં ચંદ્રયાન કૃત્રિમ ઉપગ્રહની જેમ પૃથ્વીના આકાશમાં ચકરાવા લેતું હતું. આજે પણ આપણા પૈકી ઘણા લોકો એવા ભ્રમમાં છે કે આપણું ચંદ્રયાન પૃથ્વી ઉપરથી ઊડીને સીધું ચંદ્રની દિશામાં ધસી ગયું હતું અને અમુક દિવસો પછી ચંદ્રની નજીક પહોંચી ગયું હતું. આ પણ મોટી ગેરસમજ છે. જો ચંદ્રયાન તેની કુલ સ્પીડ ચંદ્ર તરફ ધસી જાય તો તે આશરે ત્રણ દિવસમાં જ ચંદ્રની નજીક પહોંચી જવું જોઈએ. ભારતના વિજ્ઞાનીઓની મૂળ યોજના પણ સાડા પાંચ દિવસમાં ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચાડી દેવાની હતી, પણ કોઈ અકળ કારણોસર ભારતના ચંદ્રયાનને તથાકિથત ચંદ્ર સુધી પહોંચતાં આશરે ૧૮ દિવસ લાગ્યા હતા. તેનું કારણ એ હતું કે ભારતનું ચંદ્રયાન મૂળ કાર્યક્રમ મુજબ પૃથ્વીના આકાશમાં એક ચકરાવો મારીને નહીં પણ કુલ પાંચ ચકરાવા મારીને છેવટે કહેવાતા ચંદ્રની નજીક પહોંચ્યું હતું. તેને આવું કરવાની જરૂર કેમ પડી હતી? 1 fh 3 ik R, ' ' ' - ** T , કે '} * 1. C +; +. * 333 |[! 252 vi". EBN: Earth Burn LBN: Lunar Bum ચંદ્રયાનને ૧૮ દિવસ કેમ લાગ્યા? આપણે જોયું કે ૨૨ ઓક્ટોબરે સવારે શ્રી હરિકોટા ખાતેથી પીએસએલવી રોકેટ દ્વારા ચંદ્રયાનને છોડવામાં આવ્યું ત્યારે પૃથ્વીના આકાશમાં તેની ભ્રમણકક્ષા આશરે ૨૩,૦૦૦ કિલોમીટર જેટલી હતી. ૨૩ ઓક્ટોબરે સવારે ૯.૦૦ કલાકે ભારતના વિજ્ઞાનીઓએ બેંગલોરના કન્ટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy