________________
૧૯૮૦માં રોહિણી શ્રેણીનો જે પહેલો કૃત્રિમ ઉપગ્ર! સ્વદેશી એસએલવી રોકેટ વડે છોડવામાં આવ્યો હતો તે આકાશમાં તૂટી પડ્યો હતો. ઈ.સ. ૨૦૦૬ના જુલાઈની ૧૦મી તારીખે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા લોન્ચિંગપેડ ખાતેથી છોડવામાં આવેલો ૨૧૬૮ કિલોગ્રામ વજનનો ઇન્સેટ-૪સી સેટેલાઇટ દુરુ સેકન્ડમાં જ બંગાળના ઉપસાગરમાં તૂટી પડ્યો હતો, જેને કારણે ભારતના અવકાશી કાર્યક્રમને ભારે ફટકો પડ્યો હતો. ત્યાર બાદ ઈ.સ. ૨૦૦૭ની બીજી સપ્ટેમ્બરે ઇન્સેટ-૪ સીઆર સફળતાપૂર્વક છોડવામાં આવ્યો હતો.
ભારતના મૂન મિશનની કલ્પના છેક ઈ.સ. ૨૦૦૦ની સાલમાં કરવામાં આવી હતી. એ વખતના ઇસરોના અધ્યક્ષ કે. કસ્તૂરીરંગને ચંદ્ર ઉપર અમાનવ અવકાશયાન મોકલવાની યોજના ઘડી કાઢી હતી. આ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી અને ચંદ્ર ઉપર મોકલવાના અવકાશયાનની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરવામાં આવી હતી. ભારતના મુન મિશનને ચંદ્રયાન-૧ એવું નામ આપવામાં આવ્યું હતું. મૂળ યોજના મુજબ ઈ.સ. ૨૦૦૫ની સાલ સુધીમાં ચંદ્ર ઉપર અવકાશયાન મોકલવાનું હતું. ઇસરોએ જ્યારે ચંદ્ર ઉપર અવકાશયાન મોકલવાની પોજના ઘડી કાઢી ત્યારે તેની પાસે કૃત્રિમ ઉપગ્રહને ૩૬,૦૦૦ કિલોમીટર પહોળાઈની ભ્રમણકક્ષામાં મોકલી શકે તેવાં રોકેટ જ હતાં. ચંદ્ર સુધી પહોંચવા માટે આ ભ્રમણકક્ષાને ૩,૮૪,૦૦૦ કિ.મી. સુધી લંબાવવી પડે તેમ હતું.
ભારતનાં ચંદ્રયાનનું બજેટ ૪૦૦ કરોડ રૂપિયાનું જ હતું
ભારત પાસે શરૂઆતથી એટલું બજેટ જ નહોતું અને ટેક્નિક પણ નહોતી કે તે ચંદ્ર ઉપર અમાનવ કે સમાનવ યાન મોધવાનો વિચાર કરી શકે. ઈ.સ. ૧૯૬૯માં અમેરિકાએ ચંદ્ર ઉપર એપોલો યાન મોકલવાનું નાટક કર્યું તેવું નાટક પણ ભારત કરવા માગતું નહોતું. ભારતનું અમાનવ અવકાશયાન ચંદ્રની ઘરતી ઉપરથી માટી કે પથરા લઈને પૃથ્વી ઉપર પાછું ફરી શકે તેમ પણ નહોતું. સમાનવ અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવાનું પણ આપણું ગજું નહોતું. ભારતની યોજના તો માત્ર ચંદ્રની ભ્રમણકક્ષામાં ચક્કર મારીને નાશ પામે એવું અમાનવ અવકાશયાન મોકલવાની હતી. અમેરિકાના મૂન મિશન માટેના ૪૦ અબજ ડોલરના બજેટ સામે ભારતના ચંદ્રયાન મિશનનું બજેટ માત્ર ૪૦૦
Jain Education International
કરોડ રૂપિયા હતું.
ઈ.સ. ૨૦૦૦ની સાલમાં ઇન્ડિયા ટુડે મેગેઝિનના ૩ જુલાઈના અંકમાં ભારતના મુન મિશન વિશે એક વર સ્ટોરી આવી હતી. આ સ્ટોરીમાં લખવામાં આવ્યું હતું કે પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર અવકાશયાન મોકલવાનું કામ ૨૫ કિલોમીટર દૂર આવેલા એક રૂપિયાના સિક્કાને બંદૂક વડે વીંધવાના કામ જેવું મુશ્કેલ છે.’ મૂન મિશન ખરેખર આટલું દુષ્કર હતું અને તેમાં નિષ્ફળતાની ભારોભાર સંભાવના હતી. આ સાથે ભારતમાં એવો વિવાદ પણ ચાલી રહ્યો હતો કે રશિયાએ છેક ઈ.સ. ૧૯૫૯ની સાલમાં ચંદ્ર ઉપર અમાનવ અવકાશયાન મોકલ્યું હતું. તેનાં ૫૦ વર્ષ પછી આપણે એવું જ અવકાશયાન મોકલીને શું હાંસલ કરીશું? શું ભારત જેવા ગરીબ દેશને આ રીતે ૪૦૦ કરોડ રૂપિયા વેડફી દેવા પરવડે?
OTC
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org