________________
ટીવી ઉપર ત્યાર પછીના એપોલો મિશનનાં રંગીન ચલચિત્રો પ્રસારિત થવા લાગ્યાં હતાં. એપોલો-૧૧નું ટીવી પ્રસારણ ધૂંધળું હોવાનું બીજું કારણ એ હતું કે ટીવીની કોઈ ચેનલોને તે સમયે ચંદ્ર ઉપરથી આવેલી હોવાની મનાતી કોઈ વિડિયો ફિલ્મનું સીધું પ્રસારણ કરવા દેવામાં આવ્યું નહોતું. ‘નાસા’ના ઓપરેશન રૂમની બહાર એક મોટો ટીવીસેટ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ટીવીના સ્ક્રીન ઉપર ‘ચંદ્રયાત્રા’નું સીધું પ્રક્ષેપણ કરવામાં આવતું હતું. ટીવીની ચેનલોના કેમેરામેને આ ટીવીના પડદા ઉપરથી ચંદ્રયાત્રાનું શૂટિંગ કરીને તેને પોતાના દર્શકો સુધી પહોંચાડવાનું હતું. ‘નાસા’ના સદનસીબે ટીવીની ચેનલોના સંચાલકોએ આ શરત સ્વીકારી લીધી હતી.
ઈ.સ. ૧૯૬૯ની ૨૦ જુલાઈએ અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્ર ઉપર પગ મૂકવાનું નાટક કર્યું તેના ૭૨ જ કલાકમાં ન્યુ યોર્ક ટાઇમ્સ અખબારે બેન્ટમ બુક્સ નામના પ્રકાશક સાથે મળીને ‘વી રિચ ધ મૂન' નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકના મુખપૃષ્ઠની અંદરના કવરમાં એક ચિત્ર હતું, જેમાં નીલ આર્મસ્ટ્રોન્ગ ચંદ્રની ધરતી ઉપર પ્રથમ ડગલું માંડવાની તૈયારીમાં હોવાનું દેખાય છે. આ ફોટો લેવા માટે ચંદ્ર ઉપર અગાઉથી કોઈ ફોટોગ્રાફરની હાજરી હોવી જરૂરી હતી અથવા તો નીલ આર્મસ્ટ્રોન્ગે પોતાના પગ સાથે કોઈ કેમેરા બાંધ્યો હોવાનું જરૂરી હતું. આ પુસ્તકમાં એવી નોંધ મૂકવામાં આવી હતી કે આ તસવીર ટીવીના સ્ક્રીન ઉપરથી લેવામાં આવી છે. ‘નાસા' સંસ્થાએ ટીવીના સંચાલકોને ઓરિજિનલ વિડિયો ફીડ ન આપ્યું તેનું કારણ પણ ભવિષ્યમાં તેમની ચોરી પકડાઈ જવાનો ડર હતો.
ટીવી ચેનલોને મૂળ ફિલ્મ આપવામાં આવી નહોતી
નવાઈની વાત એ છે કે ઈ.સ. ૧૯૬૯ માં ‘નાસા’એ ટીવીના સંચાલકોને ચંદ્રયાત્રાની મૂળ ફિલ્મ ન આપવાનો નિર્ણય કર્યો તેનો કોઈ સંચાલકે વિરોધ નહોતો કર્યો. ટીવીના સ્ક્રીન ઉપરથી શૂટિંગ કરવાને બદલે તેઓ હ્યુસ્ટનના સંદેશવ્યવહાર મથકમાં જે દૃશ્યો ‘ડાયરેક્ટ’ ચંદ્ર ઉપરથી આવ્યાં તેનું જ પ્રક્ષેપણ કરવાનો આગ્રહ રાખી શક્યા હોત. એ માટે એક કનેક્ટર વાયરની જ આવશ્યકતા હતી. ટીવીનો કોઈ જુનિયર ટેક્નિશિયન પણ આ કાર્ય કરી શક્યો હોત. જો ‘નાસા’ આવી પરવાનગી આપવા તૈયાર નહોતું તો ટીવી ચેનલોના માલિકોએ તેમની ફરિયાદો લોકો સુધી લઈ જવાની જરૂર હતી. આટલાં વર્ષો પછી પણ ‘નાસા' પાસે
Jain Education International
ચંદ્રયાત્રાની જે મૂળ વિડિયો ફિલ્મો આવી એ કોઈને જોવા મળી નથી. થોડાં વર્ષો પછી ‘નાસા’એ જાહેર કર્યું કે એ ફિલ્મો ખોવાઈ ગઈ છે અથવા તેના ઉપર ભૂલથી ફરીથી રેકોર્ડિંગ થઈ ગયું છે. આ બધું જ સંદેહજનક છે.
અમેરિકાએ ઈ.સ. ૧૯૬૯ની ૨૦ જુલાઈએ ચંદ્ર ઉપર માણસને મોકલવાનું નાટક કર્યું તે પછી તે જ વર્ષે ૧૪ થી ૨૪ નવેમ્બર દરમિયાન એપોલો-૧૨ નામનાં અવકાશયાનને ચંદ્ર ઉપર મોકલવાનું નાટક કરવામાં આવ્યું હતું. એપોલો-૧૨ દ્વારા જે વિડિયો ફિલ્મો મોકલવામાં આવી તે પણ એટલી જ અસ્પષ્ટ હતી. ત્યાર બાદ એપોલો-૧ ૩ મોકલવામાં આવ્યું. આ યાન ‘નાસા’ના રિપોર્ટ મુજબ ચંદ્ર સુધી પહોંચ્યું જ નહીં. તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં જ અકસ્માત થયો હતો. સદ્ભાગ્યે એપોલો-૧૩માં રહેલા ત્રણ અવકાશયાત્રીઓ હેમખેમ બચી ગયા હતા. ત્યાર બાદ જે એપોલો-૧ ૪ યાન ચંદ્ર ઉપર ગયું હોવાનો દાવો ‘નાસા’ કરે છે, તેનો એક અવકાશયાત્રી રિચાર્ડ લ્યુઈસ પોતાના પુસ્તકમાં લખે છે કે ‘‘મિશેલ પછી લ્યુનાર મોડ્યુલમાંથી નીચે ઊતર્યો અને શેફર્ડે ૨૫ ફૂટ દૂર જઈને એક નમૂનો એકઠો કર્યો. ત્યાર પછી તેણે આશરે ૧૦ ફૂટ દૂર એક ટીવી કેમેરા ટ્રિપોડ ઉપર ગોઠવ્યો. તેણે કાળજીપૂર્વક કેમેરાના લેન્સને સૂર્યથી દૂર રાખ્યો. એપોલો-૧૨ના અવકાશયાત્રીએ કેમેરાને સૂર્યની સામે રાખ્યો હોવાથી તે આંધળો થઈ ગયો હતો. હવે પહેલી વખત માનવના ચંદ્ર ઉપર આરોહણની ટેલિવિઝન ફિલ્મ તૈયાર થઈ રહી હતી.’’ આ વર્ણન વાંચીને રાલ્ફ રેનેને વિચાર આવ્યો કે જો એપોલો-૧૪ તરફથી પહેલી વખત ચંદ્રયાત્રાની ફિલ્મ ઊતરી રહી હતી તો એપોલો-૧૧ અને એપોલો-૧૨ ‘ચંદ્ર’ ઉપર ઊતર્યાં ત્યારે દુનિયાએ ટીવી ઉપર જે ફિલ્મો જોઈ તે શું હતું? શું આ ફિલ્મો અગાઉથી જ રેકોર્ડ કરીને રાખવામાં આવી હતી? વળી એપોલો યાનમાં જનારા અવકાશયાત્રીઓને પૃથ્વી ઉપર મહિનાઓ સુધી જે આકરી તાલીમ આપવામાં આવી હતી તેના અંતે તેઓ વિડિયો કેમેરા સૂર્યની સામે રાખવાની ભૂલ કરે ખરા? એપોલો-૧૪ ના અવકાશયાત્રીએ લખેલું આ વર્ણન જ ‘નાસા’નો ભાંડો ફોડે તેવું છે.
‘નાસા’એ એપોલો-૧૧ અને એપોલો-૧૨ની ચંદ્રયાત્રાની જે ફિલ્મો દુનિયાને દર્શાવી તે એક પ્રકારની નકલ જ હતી, એ વાત રાલ્ફ રેને ખાતરીપૂર્વક કહી શકે છે. રાલ્ફ રેનેને નવાઈ લાગે છે કે શા માટે તે સમયના પત્રકારોને અને ટીવી ચેનલોના કેમેરામેનોને પણ આ વાતનો ખ્યાલ ન આવ્યો? જોકે એપોલો-૧૪ દ્વારા જે વિડિયો ફિલ્મ ઉતારવામાં આવી હતી, તેમાં પણ કાંઈ ભલીવાર નહોતી. એપોલો-૧૪ દ્વારા મોકલવામાં આવેલી
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૨
For Private & Personal Use Only
www.jaine||brary.org