________________ 30 અનુઓ દારાઈ -(299) બદ્ધ અને મુક્ત. આમાં જે બદ્ધ આહારકશરીરો છે તે કદાચિતું હોય કદાચિત ન હોય. જ્યારે હોય છે ત્યારે જઘન્ય એક બે, અથવા ત્રણ હોય, ઉત્કૃષ્ટ પૃથક સહસ્ત્ર હોય છે. મનુષ્યોના મુક્ત આહારક સામાન્ય મુક્ત આહારક બરાબર છે. મનુષ્યોના તૈજસકામણશરીરોનું પ્રમાણ એમના ઔદારિક-શરીરોના પ્રમાણ જેમ જાણવું. | વ્યંતરદેવોના ઔદારિક શરીરોનું પ્રમાણ નારકોના ઔદારિક શરીરોના પ્રમાણની જેમ જાણવું. વ્યંતરદેવોના વૈક્રિયશરીરો કેટલા છે.બે પ્રકારના છે.બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના. અસંખ્યાતમાં ભાગમાં સંખ્યાત સો યોજનોના વર્ગમૂળરૂપ જે અંશ તે અંશરૂપ અસંખ્યાત વિષ્ઠભસૂચિરૂપ શ્રેણિઓમાં જેટલા પ્રદેશો છે તે પ્રમાણે બદ્ધક્રિયશરીર જણવા. વ્યંતરદેવોના મુક્ત વૈક્રિયશરીરોનું પ્રમાણ અસુરકુમારોના બંને પ્રકારના આહારક શરીરોના પ્રમાણની જેમ જાણવું. વ્યંતરદેવોના તૈજસ-શરીરો કેટલા છે? એઓનાં જેમ વૈક્રિય શરીર છે. તેમ તૈજસ શરીરો તથા કાર્મણ શરીરો છે એમ કહેવું જોઈએ. જ્યોતિષ્ક દેવોના ઔદારિક શરીરો કેટલા છે ? ઔધરિક શરીર નારકોના. ઔદારિકશરીરો પ્રમાણે જાણવા.-ભંતે જ્યોતિષ્કદેવોના વૈક્રિયશરીરો કેટલા હોય છે? વૈક્રિયશરીરો બે પ્રકારના છે બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધવૈક્રિય શરીરો કાળની અપેક્ષાએ અસંખ્યાત છે યાવતું ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરનાં અસંખ્યાતમાં ભાગમાં ૨પ૬ પ્રતરાંગલના વર્ગમૂળરૂપ જે અંશ તે અંશરૂપ વિષ્ક ભસૂચિના અસંખ્યાત પ્રદેશ પ્રમાણ જ્યોતિષ્ઠદેવોના બદ્રક્રિયશરીરો જાણવા, મુક્તવૈક્રિય શરીરોઓરિક શરીરો છે તે પ્રમાણે જાણવા. જ્યોતિષ્કદેવોના આહારકશરીરોનું પ્રમાણ નારકીઓના આહારકશરીરોના પ્રમાણ તુલ્ય જાણવું. તૈજસ અને કામણ શરીરોનું પ્રમાણ બદ્ધ અને મુક્તક્રિય શરીરો પ્રમાણે જાણવું. - વૈમાનિકદેવોનાં ઔધરિકશરીરો કેટલા છે ? ઔદગ્લિશરીરો નારકોના ઔદાઆરિક શરીર પ્રમાણ જાણવા. વૈમાનિકદેવોના વૈક્રિયશરીરો કેટલા છે ? વૈક્રિયશરીર બે પ્રકારના હોય છે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધવૈક્રિયશરીર તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓની જેટલી પ્રદેશ રાશિ હોય છે તેટલાં છે. મુક્તવૈક્રિયશરીરોનું પ્રમાણ સામાન્ય મુક્ત ઔદારિકશરીર પ્રમાણ જાણવું. બદ્ધ અને મુક્ત આહારક શરીરોનું પ્રમાણ નારકોના આહારક શરીર પ્રમાણ જાણવું. તૈજસ અને કામણશરીર એમના વૈક્રિયશરીરોની જેમજ જાણવા. આ પ્રમાણે સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. વ્યાવહારિક સુક્ષ્મક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. વ્યાવહારિક અને સૂક્ષ્મ એવા બે ભેદવાળા ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ પણ નિરૂપિત થઈ ગયું. આ પ્રમાણે પલ્યોપમ આ પ્રમાણે [કાળના વિભાગોપણ નિર્દિષ્ટ થયા અને કાળપ્રમાણનું સ્વરૂપ વર્ણન જાણવું. [300] ભાવ પ્રમાણ શું છે? –ભાવપ્રમાણ ત્રણ પ્રકારે પ્રજ્ઞપ્ત થયેલ છે. તે આ પ્રમાણે- ગુણપ્રમાણ નયપ્રમાણ અને સંખ્યા પ્રમાણ. [301-302] ગુણપ્રમાણ શું છે? -જીવગુણપ્રમાણ અને અજીવ-ગુણ પ્રમાણ આ બે રૂપે ગુણ પ્રમાણે છે. અવગુણપ્રમાણ શું છે? –અજીવ ગુણપ્રમાણ પાંચ પ્રકારનું છેવર્ણગુણપ્રમાણ ગંધગુણપ્રમાણ રસગુણપ્રમાણ સ્પર્શગુણપ્રમાણ અને સંસ્થાનગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org