________________ સત્ર- 247 345 પિતા ભગ અમ સવિતા ત્વષ્ટા વાયુ દ્રાગ્નિ મિત્ર 8 નિઋતિ અંભ વિશ્વ બ્રહ્મા વિષ્ણુ વસુવરૂણ અજ વિવર્તિ પૂષા અશ્વ યમ આ ૨૮દેવતાઓના નામ છે. [247] કુળનામ શું છે? જે વ્યક્તિ જે કુળમાં ઉત્પન્ન થાય તે કુળના નામ પરથી તેનું નામ રાખવામાં આવે તે કુળસ્થાપનાપ્રમાણનિષ્પન્નનામ કહેવાય છે. ઉગ્નકુલમાં ઉત્પન્ન થવાથી “ઉગ્ર’ નામ રાખવું, ભોગકુલમાં ઉત્પન્ન થવાથી “ભોગ” તે પ્રમાણેરાજકન્યકુલ, ક્ષત્રિયકુલ, ઐક્વાકુકુલ, જ્ઞાનકુલ, કૌરવ્યકુલ, વગેરે કુલના આધારે નામ સ્થાપિત કરવામાં આવે છે. તે આ પ્રમાણે કુલનામો છે. પાખંડનામ શું છે? જેને જે પાખંડ (વ્રત)ને આશ્રય લીધો હોય તે પરથી તેનું નામ રાખવામાં છે. તે પાખંડનામ છે. તે આ. પ્રમાણે- નિગ્રંથ, શાક્ય, તાપસ, ઐરિક, આવક, આ પાંચ પ્રકારના વ્રતને આધારે શ્રમણ' એવું નામ સ્થાપિત થાય છે. ભસ્મથી લિપ્ત જેનું શરીર હોય તેના શવ પાડુંરાંગ’ કહેવાય છે. બુદ્ધદર્શનને માનનારા ભિક્ષુ' કહેવાય છે. ચિતાભસ્મને શરીર પર લગાડનાર કાપાલિક' કહેવાય છે. વનમાં રહી તપ કરનાર તાપસ’ અને ઘરનો ત્યાગ કરી જનાર પરિવ્રાજક' કહેવાય છે. તેના આધારે જે નામ રાખવામાં આવે છે તે પાખંડસ્થાપનાનિષ્પન્નનામ કહેવાય છે. ગણનામ શું છે ? આયુધજીવિઓનો સમૂહ ગણ કહેવાય છે. તેના પરથી કોઈનું નામ રાખવામાં વે તો તે ગણનામ કહેવાય છે. જેમકેમલ્લ. મલ્લદત્ત, મલ્લધર્મ, મલ્લશમ, મલ્લદેવ, મલ્લદાસ, મલ્લુસેન, મલ્લરક્ષિત વગેરે નામ ગણસ્થાપનાનિષ્પનનામ છે. જીવિતનામ શું છે ? જે સ્ત્રીના સંતાન જન્મ પામતાજ મરણ પામતા હોય તેવી સ્ત્રીના બાળકોને દીર્ઘકાળ સુધી જીવિત રાખવા જે નામ રાખવામાં આવે છે તેને જીવિતનામ કહે છે. જેમકે- કચરો ઉકરડો ઉતિક કચવર સપડિયો આદિ. આ પ્રમાણે જીવિતનામ જાણવા. આભિપ્રાયિક નામ શું છે ? ગુણની અપેક્ષા રાખ્યા વિના લોકઢિઅનુસાર અને પોતાના અભિપ્રાય પ્રમાણે જે નામ રાખવામાં તે તેને આભિપ્રાયિકનામ કહેવામાં આવે છે. અંબક, નિબક, બકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરારક, વગેરે આભિપ્રાયિક નામ જાણવા. આ પ્રમાણે સ્થાપના પ્રમાણનું કથન પૂર્ણ થયું, હે ભદત 4 દ્રવ્યપ્રમાણ કેટલા પ્રકારે છે ? દ્રવ્યપ્રમાણના છ પ્રકાર પ્રરૂપ્યા છે, ધમસ્તિકાય, યાવતુ અદ્ધાસમય આ રીતે દ્રવ્ય પ્રમાણ જાણવું. ભાવપ્રમાણ એટલે શું? ભાવપ્રમાણ સામાસિક, તદ્ધિતજ, ધાતુજ અને નિકિતન રૂપ ચાર પ્રકારે છે. [248] ભદત ! સામાસિક ભાવપ્રમાણ એટલે શું ? બે કે તેથી વધારે પદોની વિભક્તિનો લોપ કરી ભેગા કરવામાં આવેલ પદને સમાસ કહે છે. તે સમાસ સાત હોય છે. તે આ પ્રમાણે- દ્વન્દ્ર બદ્વીતિ કર્મધારય દ્વિગુ તપુરુષ અવ્યયભાવ એકશેષ. [24] ભદંત ! દ્વન્દ્રસમાસ એટલે શું? જે સમાસના બધા પદો પ્રધાન હોય અને વિગ્રહ કરતાં પદોનો સંબંધ “ધ” કે “અને' થી થાય તેને દ્વન્દ્રસમાસ કહે છે.બહુવ્રીહિ સમાસ શું છે? સમાસમાં આવેલ પદો જ્યારે પોતાથી ભિન્ન કોઈ અન્ય પદાર્થનો બોધ કરાવે એટલે જે સમાસ અન્ય પદાર્થ પ્રધાન હોય ત્યારે તે બહુવ્રીહિ સમાસ કહેવાય છે. જેમ આ પર્વત ઉપર કુટજ, કદબવૃક્ષો પુષ્પિત છે તેથી આ પર્વત “ફુલ્લકુટજકંબ” છે. અહીં ફુલ્લકુટજકદંબ બહુવીહિસમાસ છે. ભદંત ! કર્મધારય સમાસ શું છે ? જેમાં ઉપમાન-ઉપમેય, વિશેષણવિશેષ્યનો સમાસ થાય તે કર્મધારય સમાસ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org