SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧vo 291 અનુયોગદ્વારો, સંખ્યાત વેઢા-છંદો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. સૂયગડો આ અંગોની દષ્ટિએ બીજું છે, તેમાં બે શ્રુતસ્કન્ધ અને 23 અધ્યયનો છે. 33 ઉદ્દેશન કાલ અને 33 સમુદ્રેશનકાલ છે. સૂત્રકૃતાનું પદપરિમાણ 36 હજાર છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પાયિ, પરિમિતત્ર, અનંત સ્થાવર છે. એમાં શાશ્વત, નિબદ્ધ, અને નિકાચિત એવા તીર્થકર ભગવાન્ દ્વારા ઉપદિષ્ટ ભાવોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, તથા ઉપદર્શન કરેલ છે. આવી રીતે સૂયગડો નું અધ્યન કરનાર તદ્રુપ બની જાય છે, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આવી રીતે આ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરાય છે. આ સૂત્રકૃતાંગનું વર્ણન છે. [૧૪૧]ઠાણ સૂત્રમાંકયા વિષયનું વર્ણન છે? સ્થાનાંગસૂત્રમાં જીવની સ્થાપના અજીવની સ્થાપના તથા જીવાજીવની સ્થાપના કરાય છે. સ્વસમય-જૈન સિદ્ધાંત, પરસમય-જૈનેતર સિદ્ધાંત, સ્વ-પરસમય–જેન અને જૈનેતર બંને પક્ષની સ્થાપના કરવામાં આવી છે. લોક, અલોક અને લોકાલોકની સિદ્ધિ કરવામાં આવી છે. ઠાણં સૂત્રમાં ટેક, કૂટ પર્વત, શિખરી, પ્રાભાર-ફૂટની ઉપર કુન્જાગ્રસમાન અથવા પર્વત ઉપર હસ્તિકુંભની આકૃતિ સમાન કુન્જ, કુંડ, ગુફાઓ, ખાણ, પુંડરિક આદિ હૃદ, તથા ગંગા આદિ નદીઓનું પ્રરૂપણ કરવામાં આવેલ છે. સ્થાનાંગમાં એક થી લઈને અનુક્રમથી દશ પર્યન્ત વૃદ્ધિ પામતા ભાવોની પ્રરૂપણા કરેલી છે. ઠાણસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે અંગોમાં ત્રીજાં અંગ છે. તેમાં એક શ્રુતસ્કન્ધ અને દશ અદયયનો છે. 21 ઉદ્દેશન કાલ, 21 સમુદેશન કાળ છે. પદ પરિમાણથી પદોની સંખ્યા 72 હજાર છે.સંખ્યાત અક્ષર, અનંત ગમ છે. અનંત પયય, પરિમિત ત્રસ અને અનંત સ્થાવર છે. શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત જિનકથિત ભાવો કહેલા છે, તેઓનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, ઉપદર્શન, નિદર્શન કરવામાં આવેલ છે. આ ઠાણં સૂત્રનું અધ્યયન કરનારા તદારૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે ઉકત અંગમાં ચરણકરણાનુયોગની પ્રરૂપણા કરી છે. આ સ્થાનાંગ સૂત્રનું વર્ણન છે. | [૧૪]સમવાઓ સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? સમવાઓ સત્રમાં યથાવસ્થિત રૂપથી જીવ, અજીવ અને જીવાજીવનો સમીચીન રૂપે બોધ કરાવવામાં આવ્યો છે. સ્વદર્શન, પરદર્શન, સ્વ-પરદર્શન નો બોધ કરાય છે. લોક, અલોક અને લોકાલોકનો સમ્યકુ બોધ કરાય છે. સમવાઓમાં એકથી વૃદ્ધિ કરતાં સો સ્થાન સુધી પદાથોની પ્રરૂપણા કરેલી છે. દ્વાદશાંગ ગણિપિટકનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. સમવાઓ માં પરિમિત વાચન, સંખ્યાત અનુયોગ દ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ, સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે બાર અંગોમાં ચોથું અંગ છે. એક શ્રુતસ્કન્ધ, એક અધ્યયન, એક ઉદ્દેશન કાલઅને એક સમુદ્દેશન કાલ છે. પદ પરિમાણ એક લાખ 4 હજાર છે.સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પયય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર, તથા શાશ્વત-કૃત-નિબદ્ધ-નિકાચિતજિનપ્રરૂપિત ભાવોનું પ્રરૂપ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે : સમવાઓના અધ્યેતા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005108
Book TitleAgam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy