SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- 13 289 આદિ અને અંત રહિત છે. ક્ષેત્રથી સમ્યક શ્રુત-પાંચ ભરત, પાંચ ઐરવતની દષ્ટિથી સાદિ સાંત છે અને મહાવિદેહની અપેક્ષાએ અનાદિ અનંત છે, કાલથી સમ્યકુશ્રુતઉત્સર્પિણી અને અવસર્પિણીની અપેક્ષાએ સાદિ-સાંત છે, ને નોઉત્સર્પિણી નોઅસર્ષિણીની અપેક્ષાએ અનાદિ અનંત છે. ભાવથી સર્વજ્ઞ-સર્વદશ તીર્થકરો દ્વારા જે પદાર્થ જે સમયે સામાન્યરુપથી કહેવાય છે, નામાદિ ભેદ બતાવીને કથન કરતા હોય છે, હેતુદષ્ટાંતના ઉપદર્શનથી જે સ્પષ્ટતર કરાતા હોય છે, ઉપનય અને નિગમનથી જે સ્થાપિત કરાતા હોય છે ત્યારે તે ભાવો-પદાર્થોની અપેક્ષાથી સમ્યકુશ્રુત સાદિ સાંત છે. અને ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ સમ્યકશ્રુત અનાદિ અનંત છે. અથવા ભવસિદ્ધિક પ્રાણીનું મૃત સાદિ સાંત છે, અભવસિદ્ધિક જીવનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. સમસ્ત આકાશના પ્રદેશોને સર્વ આકાશ પ્રદેશોથી અનંતવાર ગુણિત કરવાથી પર્યાય અક્ષર નિષ્પન્ન થાય છે. સર્વ જીવોને અક્ષર-યુતજ્ઞાનનો અનંતમો ભાગ સદૈવ ઉઘાટિત-ખુલ્લો રહે છે. જો તેના પર પણ આવરણ આવી જાય તો જીવ અજીવ ભાવને પ્રાપ્ત થઈ જાય. કારણ કે ચેતના જીવનું લક્ષણ છે. વાદળોનું ગાઢ આવરણ આવવા છતાં પણ સૂર્ય, ચંદ્રની પ્રભા કાંઈક જણાયજ છે. આ રીતે સાદિ, સાંત અને અનાદિ અનંત મૃતનું વર્ણન કર્યું.. [137] ગમિક શું છે? આદિ, મધ્ય અથવા અંતમાં કંઈક વિશેષતાથી તેજ સૂત્રને વારંવાર કહેવું તે ગમિકશ્રત છે. દષ્ટિવાદ ગમિકશ્રુત છે, અગમિક મૃતનું સ્વરૂપ કેવું છે ? ગમિકથી વિસર્દશ-આચારાંગ આદિ અગમિકશ્રુત છે. અથવા તે સંક્ષેપથી બે પ્રકારનું વર્ણવ્યું છે- એગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્યશ્રત ના કેટલા પ્રકાર છે ? અકબાહ્ય કૃત બે પ્રકારનું કહ્યું છે, જેમકે- આવશ્યક અને આવશ્યક ભિન્ન આવશ્યક શ્રુતનું સ્વરૂપ કેવું છે? આવશ્યક શ્રુત છ વિભાગોમાં વિભક્ત છે, જેમકે- સામાયિક, ચતુર્વિશતિસ્તવ વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ આવશ્યકશ્રુતનું વર્ણન છે. આવશ્યકવ્યતરિક્ત શ્રત કેટલા પ્રકારે છે ? આવશ્યકભિન્ન શ્રતની પ્રરૂપણા બે પ્રકારે છે, જેમકે- કાલિક-જે શ્રત દિવસ રાત્રિના પહેલા ને ચોથા પહોરમાં ભણાય છે. ઉત્કાલિક જેનું અધ્યયન કાલિકથી ભિન્ન કાલમાં થઈ શકે છે. ઉત્કાલિક શ્રુતના કેટલા પ્રકાર છે? ઉત્કાલિકશ્રુત અનેક પ્રકારે પ્રરૂપ્યું છે, જેમકે–દશવૈકાલિક, કલ્પાકલ્પ, ચૂલકપકૃત, મહાકલ્પકૃત, ઔપપાતિક, રાજપ્રશ્રીય. જીવાભિગમ, પ્રજ્ઞાપના, મહાપ્રજ્ઞાપના. પ્રમાદા પ્રમાદ, નંદી, અનુયોગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તંદુલવૈચારિક, ચન્દવેધ્ય, સૂર્યપ્રજ્ઞપ્તિ, પૌરુષીમંડલ. મંડલપ્રવેશ, વિદ્યાચરણ, વિનિશ્ચય, ગણિવિદ્યા, ધ્યાનવિભક્તિ, મરણવિભક્તિ, આત્મવિશોધિ, વીતરાગકૃત, સંખનાશ્રુત, વિહારકલ્પ, ચરણવિધિ, આતુર-પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ઈત્યાદિ. આવી રીતે ઉત્કાલિક શ્રત છે. કાલીક શ્રુતના કેટલા પ્રકાર છે ? કાલિક શ્રતના અનેક પ્રકાર છે, જેમકેઉત્તરાધ્યયન દશાશ્રુતસ્કન્ધ કલ્પબૃહ કા વ્યવહાર નિશીથ મહાનિશીથ ઋષિભાષિત જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ દ્વિપસાગર પ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ શુદ્રિકાવિમાન પ્રવિભક્તિ મહલ્લિકા વિમાન પ્રવિભક્તિ અડગચૂલિકા વર્ગચૂલિકા વિવાહ ચૂલિકા અરૂણોપપાત [19] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005108
Book TitleAgam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy