SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 270 ઉત્તર -36131 [ 131-1633 નૈરયિક જીવોની આયુસ્થિતિ –જેટલી જ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. નૈરયિક શરીર છોડી ફરી એ જ શરીર ધારણ કરતાં સુધીનો ગાળો જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાલ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે. [134-135 પંચેન્દ્રિય તિર્યંચ ભેદ બે H સમૂચ્છિમ તિર્યંચ અને ગર્ભજ તિયચ. એ બંનેના ફરી જલચર, સ્થલચર અને ખેચર એમ ત્રણ ભેદ તે સાંભળો. [1636-1642) જલચર પાંચ પ્રકારના છેઃ મત્સ, કાચબો, ગ્રાહ, મગર અને સુસુમાર. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, બધે નહીં. આ પછી તેમના ચાર પ્રકારના કાલવિભાગ વિશે કહીશ. તેઓ પ્રવાહે અનાદિ અનન્ત છે સ્થિતિથી સાદિ સાન્ત છે. જલચરોની ઉત્કૃષ્ટઆયુસ્થિતિ એક કરોડ પૂર્વની જઘન્ય અન્તર્મુહૂર્તની જલચરોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ એકકરોડ પૂર્વ જઘન્ય અન્તર્મુહૂર્તની છે. જલચરનું શરીર છોડી ફરી તેજ શરીરમાં ઉત્પન્ન થવા વચ્ચેનો બળો જઘન્ય અન્તર્મુહૂર્ત છે ઉત્કૃષ્ટ અનન્તકળ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનની દ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે, 1643-151] એના બે ભેદ-ચતુષ્પદ અને પરિસર્ષ ચતુષ્પદના ચાર પ્રકાર, તે સાંભળો H એક ખુર-ઘોડો, દ્વિખુર-બળદ વગેરે, ગંડીપદ હાથી વગેરે અને સનખપદસિંહ વગેરે. પરિસર્પ બે પ્રકારના છે, ભુજ પરિસર્પ-ઘો વગેરે, ઉરપરિસર્પ-સપદિ, આ. બંનેના અનેક પ્રકાર છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સંપૂર્ણ લોકમાં નહીં. આ પછી સ્થલચર જીવોનો ચાર પ્રકારે કાલવિભાગ વર્ણવીશ. તેઓ પ્રવાહે અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાન્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ પલ્યોપમ છે. અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટથી પૃથક્વ (બેથી નવ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ, જઘન્યથી અન્તર્મુહૂર્ત- સ્થલચર જીવોની કાયસ્થિતિ છે. અને તેમનું અત્તર જઘન્ય અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. [1650-1657 ખેચર ત્રસ-ના ચાર પ્રકાર-ચપક્ષી, લોમ,પક્ષી, સમુદ્રગ. પક્ષી, અને વિતતપક્ષી. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. બધે નથી. આ પછી ચાર પ્રકારથી ખેચર જીવોના કાળવિભાગનું કથન કરીશ. પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ અનન્ત છે. સ્થિતિ સાદિ સાત્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ઉત્કટતાથી પથર્વ કરોડ પૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને જઘન્ય અન્તર્મુહૂર્ત * આ કાય સ્થિતિ છે. અને તેમનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્ત કાળ છે. વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેના હજારો ભેદ છે. [1658-166] મનુષ્ય બે પ્રકારે છે : સંમૂર્છાિમ, અને ગર્ભાવક્રાન્તિકગભત્પન્ન. અકર્મભૂમિક, કર્મભૂમિક, અન્તદ્વીપક, આ ત્રણ ભેદ ગભૉત્પનના છે. કર્મભૂમિકના પંદર, અકર્મભૂમિકના ત્રીસ અને અન્તર્દીપકના 28 ભેદ છે. સંમૂર્છાિમના પણ એટલા જ ભેદ છે. તે બધા લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. પ્રવાહની દૃષ્ટિએ તેઓ અનાદિ અનન્ત છે. સ્થિતિથી સાદિ સાત્ત છે. મનુષ્યોની. આયુ-સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને જઘન્ય અત્તમૂહૂર્ત છે. ઉત્કૃષ્ટ પૃથક્વ કરોડ પૂર્વ અધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005107
Book TitleAgam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy