________________ 25 અધ્યયન - 29 [1128] પ્રભુ! કાળની પ્રતિલેખનાથી જીવને શું મળે છે? કાળની પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે, | [1129o ભત્તે ! પ્રાયશ્ચિત્તથી જીવને શું મળે? પ્રાયશ્ચિત્તથી જીવ પાપ કર્મ દૂર કરે છે, અને ધર્મસાધનાને નિરતિચાર બનાવે છે. સારી રીતે પ્રાયશ્ચિત્ત કરનાર સાધક માર્ગ (સમ્યકત્વ અને માર્ગ ફળ (જ્ઞાન)ને નિર્મળ કરે છે. આચાર અને આચાર ફળ. (ભક્તિ)ની આરાધના કરે છે. [1130] ભત્તે ! ક્ષમાપના કરવાથી જીવને શું મળે છે? ક્ષમાપના કરવાથી જીવ પ્રહ્નાદભાવ પામે છે. પ્રહલાદભાવયુક્ત સાધક બધા પ્રાણ, ભૂત, જીવ અને સત્વો સાથે મૈત્રીભાવ પામે છે. મૈત્રીભાવ પામેલ જીવ, ભાવવિશુદ્ધિ કરીને નિર્ભય બને છે. | [1131-1 ભન્ત ! સ્વાધ્યાયથી જીવને શું મળે છે ? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. [1132] ભગવત્ત ! વાચનાથી જીવને શું મળે છે ? વાચનાથી જીવ કર્મોની નિર્જરા કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર થવાથી તીર્થ ધર્મનું અવલંબન કરે છે. ગણધરોની જેમ જિજ્ઞાસુ શિષ્યોને શ્રત આપે છે. તીર્થ ધર્મનું અવલંબન લઈને કમની મહાનિર્જરા કરે છે. અને મહાપર્યવસાન (સંસારનો અંત) કરે છે. [1133 ભત્તે ! પ્રતિપૂછનાથી જીવને શું મળે છે? પ્રતિપ્રચ્છના થી જીવ સૂત્ર, અર્થ અને તે બંને સંબંધી કાંક્ષામોહનીયનું નિરાકરણ કરે છે. [1134] હે પ્રભુ ! પરાવર્તનાથી જીવને શું મળે છે ? પરાવર્તનાથી વ્યંજન (શબ્દપાઠ) સ્થિર થાય છે અને જીવ પદાનુસારિતા વગેરે વ્યંજન-લબ્ધિ પામે છે. 1135] ભત્તે ! અનુપ્રેક્ષાથી જીવને શું મળે છે? અનુપ્રેક્ષાથી-જીવ આયુષ્યકમ છોડીને શેષ જ્ઞાનાવરણાદિ સાતકની પ્રકૃતિના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે. દીર્ધકાલીનને અલ્પકાલીન કરે છે. તીવ્ર રસાનુભાવને મંદ કરે છે. બહુકમ પ્રદેશને અલ્પ કર્મપ્રદેશ કરે છે. આયુષ્ય કર્મનું બંધ કદાચિત કરે છે, કદાચિત નથી કરતો. અસાતાવેદનીય કર્મનો ફરી ફરી ઉપચય નથી કરતો. જે સંસાર અટવી અનાદિ અનંત છે, દીર્વમાર્ગી છે, જેમાં નરકાદિ ગતિરૂપ ચાર અન્ત છે, તેને જલદી પાર કરે છે. [1136] ભગવત્ત ! ધર્મકથાથી જીવને શું મળે છે ? ધર્મકથાથી જીવ કમની નિર્જરા કરે છે અને પ્રવચન (શાસન તેમજ સિદ્ધાન્ત)ની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભવિષ્યમાં શુભ ફળ આપનાર કમનો બંધ કરે છે. [1137] ભત્તે ! શ્રતની આરાધનાથી જીવને શું મળે છે? શ્રતની આરાધનાથી. જીવ અજ્ઞાન દૂર કરે છે. અને કુલેશ પામતો નથી. [1138] ભત્તે ! મનને એકાગ્રતામાં સંનિવેશ કરવાથી જીવને શું મળે? મનને એકાગ્ર કરવાથી ચિત્તનો નિરોધ થાય છે. [1139] ભત્તે! સંયમથી જીવને શું મળે છે? સંયમથી આશ્રવ નિરોધ થાય છે. [1140 ભન્ત ! તપથી જીવને શું મળે છે? તપથી જીવ પૂર્વસંચિત કર્મોનોક્ષય કરીને વ્યવદાનવિશુદ્ધ બને છે. [1141] ભત્તે ! વ્યવદાનથી જીવને શું મળે છે? વ્યવદાનથી જીવને અક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org