________________ અધ્યયન - 23 231 વર્ધમાને કહ્યો છે. અને આ સાન્તરોત્તર-સુન્દર રંગવાળા કીમતી વસ્ત્રવાળો-ધર્મ પાર્શ્વનાથે ચલાવ્યો છે. એક જ કાર્ય-લક્ષ્યમાં પ્રવૃત્ત બંનેમાં આ ભેદનું કારણ? [860-863 કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોમાં ચાલતી આ શંકાને જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યો. કેશી શ્રમણના કુળને શ્રેષ્ઠ માની યથોચિત વ્યવહારના જ્ઞાતા ગૌતમ શિષ્યસંઘ સાથે તિક વનમાં ગયા. ગૌતમને આવતા જોઈ કેશી કુમાર શ્રમણે તેમનો સારી રીતે આદર સત્કાર કર્યો. ગૌતમને બેસવા માટે તેમણે જલદી જ પ્રાસુક પવાલ અને કુશ તૃણ અર્પણ કર્યા. [864-8) શ્રમણ કેશકુમાર અને મહા યશસ્વી ગૌતમ બંને બેઠા હતા. તે સૂર્ય અને ચન્દ્રની જેમ શોભતા હતા. કૌતુહલ વશ ત્યાં ઘણાં બીજા સમ્પ્રદાયોના પાખંડ પરિવ્રાજકો આવ્યા અને હજારો ગૃહસ્થ પણ આવ્યા. દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદ્રશ્ય ભૂતોનો ત્યાં મેળો જામ્યો હતો. [867-870] કેશીએ ગૌતમને કહ્યું H મહાભાગ ! હું તમને કાંઈક પૂછવા માગું છું. આ સાંભળી ગૌતમે કહ્યું : ભન્ત ! જે ઇચ્છા હોય તે પૂછો. રજા મેળવીને કેશીએ ગૌતમને કહ્યું. આ ચતુયમિધર્મનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને પંચ શિક્ષાત્મક ધર્મનું મહામુનિ વધમાને કર્યું છે. મેધાવિન્! બંને એક જ ઉદ્દેશ્યવાળા છે તો આ ભિન્નતા શા માટે? આ બે પ્રકારના ધર્મોમાં તમને સંદેહ કેમ થતો નથી? [871-873) કેશીએ આમ કહેતા ગૌતમે જણાવ્યું કેઃ તત્ત્વનો નિર્ણય જેનાથી થાય એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. પહેલા તીર્થકના સાધુઓ સરળ અને જડ હતા. પાછળના તીર્થકરોના સાધુઓ સ્વભાવે વક્ર અને જડ છે. વચલા બાવીસ તીર્થકરોના સાધુ સરળ અને બુદ્ધિશાળી હતા. તેથી ધર્મ બે પ્રકારનો છે. પ્રથમ તીર્થકરના સાધુઓ કલ્પ-આચારને યથાવતું ગ્રહણ કરી શકતા નહીં. અંતિમ તીર્થકરના સાધુઓ માટે કલ્પને યથાવતું ગ્રહણ કરી તેને પાળવું મુશ્કેલ બન્યું છે. વચલા તીર્થકરોના સાધુઓ કલ્પને યથાવતું ગ્રહણ કરે અને તેને સરળતાથી પાળે છે. [874-876] ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી હજી એક શંકા છે. ગૌતમ! તે વિશે પણ તમે મને કહો. આ અચેલક ધર્મ વર્ધમાને કહ્યો છે અને આ સાન્તરોત્તર (વિશિષ્ટ વર્ણ અને કીમતી વસ્ત્રોવાળો) ધર્મ મહાયશસ્વી પા ચેં કહ્યો છે. એક જ કામ-ઉદ્દેશ્યથી બંને પ્રવૃત્ત થયા છે, છતાં બંનેમાં આ ભિન્નતા શા માટે? મેધાવી ! ચિહ્ન (લિંગ)નો આ બે પ્રકાર માટે તમને શંકા નથી થતી? [877-879) કેશીએ આમ કહેતા ગૌતમે કહ્યું કે વિજ્ઞાન- ધર્મના સાધનોને સારી રીતે જાણીને જ તેની સમ્મતિ અપાઈછે, અનેક પ્રકારના ઉપકરણોની પરિકલ્પના લોકોના વિશ્વાસ માટે છે. સંયમયાત્રાના નિવહ માટે અને હું સાધુ છું પ્રસંગોપાત્ત એનું જ્ઞાન રહે એટલા માટે લોકોમાં ચિહ્ન રખાયાં છે. વસ્તુતઃ બંને તીર્થકરોનો એક જ સિદ્ધાંત છે કે મોક્ષના સાચા સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. [880-881] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો. મારી હજી એક શંકા છે. ગૌતમ ! તે વિશે તમે મને કહો. ગૌતમ ! હજારો શત્રુઓ વચ્ચે તમે ઉભા છો. તેઓ તમને જીતવા ઈચ્છે છે. તમે તેને કેવી રીતે જીત્યા? [882] એકને જીતતાં પાંચને જીત્યા. પાંચને જીત્યા પછી દશને જીતીને મેં બધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org