________________ 230 ઉત્તરાયણ-૨૨૮૩૭ - [837-840] જો તું રૂપે વૈશ્રમણ જેવો હોય, લલિતકલાઓમાં નળકુબેર જેવો હોય અને બીજું તો શું, તું સાક્ષાતુ, ઇન્દ્ર પણ હોય તો પણ હું તને ચાહતી નથી. હે યશની એષણાવાળા ! ધિક્કાર છે તને, કે જે તું ભોગી જીવન માટે ત્યક્ત ભોગોને ફરી ભોગવવાની ઈચ્છા કરે છે. આના કરતાં તો તારું મરી જવું શ્રેયસ્કર છે. હું ભોજરાજાની પૌત્રી છું અને તું અધૂકવૃષ્ણિનો પૌત્ર આપણે કુલમાં ગન્ધન સર્પ જેવા ન બનીએ. તું સ્વસ્થ-સ્થિર-નિભૂત થઈને સંયમ પાળ. જો તું જે તે સ્ત્રીને જોઈને રાગ કરશે આસક્ત થશે તો તું વાયુમંપિત હડ (નામક વનસ્પતિ)ની જેમ અચિતાત્મા બનશે. [841-842] જેમ ગોવાળ ને ભંડારી-ગાયો તેમજ ભંડારના માલિક નથી, હોતા, તેમ તું શ્રામસ્થનો સ્વામી નહીં બને. તું ક્રોધ, માન, માયા, લોભને પૂર્ણપણે નિગ્રહમાં લઈ ઈન્દ્રિયોને વશમાં રાખી, જાતને અનાચારથી દૂર રાખ. ઉપસંહાર કર, [843-84] અંકુશથી હાથી સંયત થાય તેમ રથનેમિ તે સંયતા રાજિમતીના સુભાષિત વચન સાંભળી ધર્મમાં સમ્યક પ્રકારે સ્થિર થયો. મન, વચન અને કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય અને વતી બન્યો. જીવન સુધી નિલભાવે શ્રમણ્ય પાળ્યું. [85] ઉગ્ર તપનું આચરણ કરી બંને કેવલી બન્યાં. બધાં કર્મોનો ક્ષય કરીને તેમણે અનુત્તર સિદ્ધિ મેળવી. [84] સંબુદ્ધ, પણ્ડિત અને પ્રવિચક્ષણ પુરુષ આમ જ કરે. પુરુષોત્તમ રથનેમિની જેમ તેઓ ભોગોથી નિવૃત્ત થાય છે. - એમ હું કહું છું. અધ્યયન-૨૨-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૩ કેશી-ગૌતમ) [847-854] પાર્શ્વ નામના જિન, અહંનું, લોકપૂજિત, સબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા. લોક-પ્રદીપ ભગવાન પાર્શ્વના, મહા યશસ્વી, વિદ્યા-ચારિત્રમાં પારંગત કેશ કુમાર-શ્રમણ શિષ્ય હતા. તેઓ અવધિ-જ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેઓ પોતાના શિષ્યો સાથે ગામે ગામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. નગરની પાસે જ તિન્દુક નામના બાગમાં ઊતર્યા. જ્યાં જીવજંતુ રહિત નિર્દોષ રહેઠાણ અને પાથરવા પીઠ ફલક આસન વગેરે મળી રહે તેમ હતું. 8i51-854] તે દિવસોમાં જ ધર્મતીર્થપ્રવર્તક જિન ભગવાન વર્ધમાન હતા. જે સમગ્ર લોકમાં પ્રસિદ્ધ હતા. તે લોક પ્રદીપ ભગવાન વર્ધમાનના, વિદ્યા ચારિત્રમાં પારંગત મા યશસ્વી શિષ્ય ભગવાન ગૌતમ હતા. બાર અંગોના જ્ઞાતા, પ્રબુદ્ધ ગૌતમ પણ શિષ્ય સંઘ સાથે ગામે ગામ વિહાર કરતા શ્રાવસ્તી પહોંચ્યા. જ્યાં પ્રાસુક શધ્યા તેમજ સંસ્તારક સુલભ હતાં એવા કોષ્ઠ બાગમાં તેઓ ઊતર્યા. [855-859] શ્રમણ કુમાર કેશી અને મહા યશસ્વી ગૌતમ બને ત્યાં હતા. બંને આત્મલીન અને સુસમાહિત હતા. સમાધિસ્થ હતા. સંત, તપસ્વી, ગુણવાન અને ષકાયના સંરક્ષક બંને શિષ્ય-સંઘોમાં આ ચિન્તન ઊભું થયું. આ કેવો ધર્મ છે? અને આ કેવો ધર્મ છે ? આચાર ધર્મની આ વ્યવસ્થા કેવી છે? અને આ કેવી છે? આ ચતુર્યામ ધર્મ છે. આનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને આ પંચ શિક્ષાત્મક ધર્મ છે. આનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. આ અચેલક (અવસ્ત્રો ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org