SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 140 પિંડનિરિ-(૭૬) પછી ગળી જાય છે. તેથી તે બગલાએ મને અદ્ધર ઉછાળ્યો, મેં વિચાર કર્યો કે " સીધો તેના મુખમાં પડીશ તો મને ગળી જશે, માટે તીર્થો પડે કે જેથી મને ગળી શકે નહિ.' આમ વિચાર કરીને હું વાંકો પડ્યો, બીજી વાર ઉછાળ્યો, બીજી વાર વાંકો પડ્યો. ત્રીજી વાર ઉછાળ્યો, ત્રીજી વાર હું પાણીમાં પડ્યો અને દૂર ભાગી ગયો. એકવીસ વાર જાળમાં સપડાએલો તેમાં દરેક વખત હું જમીન ઉપર લપાઈ જઈને છૂટી ગયો હતો. એકવાર માછીમારે દ્રહનું પાણી બીજી તરફ કાઢ્યું. તેમાં હું પણ આવી ગયો હતો, ત્યાં હું માછીમારની જાળમાં સપડાઈ ગયો. માછીમાર બધાં માગ્લાંને પકડીને લાંબા સોયામાં પરોવતો હતો. માછીમાર માછલાં ઉપર લાગેલા કાદવને સાફ કરવા. સરોવરમાં ગયો અને ધોવા લાગ્યો, ત્યાં મેં સોયો મૂકી દીધો અને પાણીમાં જતો રહ્યો.' આવું મારૂં પરાક્રર્મ છે તો પણ તું મને પકડવા ઈચ્છે છે? અહો કેવું તારૂં નિર્લજ્જપણું? આ દ્રષ્ટાંતનો ઉપનય-સાર આ પ્રમાણે છે. માછલાના સ્થાને સાધુ, માંસના સ્થાને આહારપાણી, માછીમારના સ્થાને રાગાદિ દોષનો સમુહ. જેમ માછલું કોઈ રીતે સપડાયું નહિ તેમ સાધુએ પણ દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો, કોઈ દોષમાં સપડાવું નહિ. સોળ ઉદ્ગમના, સોળ ઉત્પાદનના અને દશ એષણાના એમ 42 દોષોથી રહિત આહાર મેળવ્યા પછી સાધુએ આત્માને શિખામણ આપવી કે “હે જીવ! તું કોઈ દોષમાં સપડાયો નહિ અને બેતાલીસ દોષોથી રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરતા મૂચ્છવશ થઈ રાગદ્વેષમાં ન સપડાય તેનું ધ્યાન રાખજે. [677-683] અપ્રશસ્ત ભાવગ્રાસએષણા તેના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે, સંયોજના-વાપરવાનાં બે દ્રવ્યો સ્વાદ માટે ભેગાં કરવાં. પ્રમાણ-જરૂર કરતાં વધારે આહાર વાપરવો. અંગાર-વાપરતાં આહારના વખાણ કરવાં. ધૂમ્ર-વાપરતાં આહારની નિંદા કરવી. કારણઆહાર વાપરવાના છે કારણ સિવાય આહાર લેવો. સંયોજના એટલે દ્રવ્ય ભેગાં કરવા. તે બે પ્રકારે દ્રવ્યથી ભેગું કરવું અને ભાવથી ભેગું કરવું. દ્રવ્યથી ભેગુ કરવું-બે પ્રકારે બાહ્ય સંયોજના, અભ્યતર સંયોજના. બાહ્ય સંયોજના-સ્વાદની ખાતર બે દ્રવ્યો દૂધ, દહીં આદિમાં સાકર આદિ મેળવવી તે. ઉપાશ્રયની બહાર ગોચરી ગયા હોય ત્યાં બે દ્રવ્યો ભેગાં કરવાં તે બાહ્ય સંયોજના. અત્યંતર સંયોજના-ઉપાશ્રયમાં આવીને વાપરતી વખતે સ્વાદની ખાતર બે દ્રવ્યો ભેગાં કરવાં. તે ત્રણ પ્રકારે. પાત્રમાં, હાથમાં અને મોંઢામાં. આ અત્યંતર સંયોજના. ગોચરીએ ફરતાં વાર લાગે એમ હોય એટલે વિચાર કરે કે “જો અહીં બે દ્રવ્યો ભેગાં કરીશ તો સ્વાદ બગડી જશે, એટલે વાપરતી વખતે ભેગાં કરીશ.” આમ વિચારીને બન્ને દ્રવ્યો અલગ અલગ લે. પછી ઉપાશ્રયે આવીને વાપરતી વખતે બે દ્રવ્યો ભેગાં કરે. પાત્ર સંયોજના જુદાજુદા દ્રવ્યો પાત્રામાં જ ભેગા કરીને વાપરે. હસ્ત સંયોજના-કોળીઓ હાથમાં પછી તેના ઉપર બીજી વસ્તુ નાખીને વાપરે. મુખ સંયોજના-મોઢામાં કોળીઓ નાખે પછી ઉપરથી પ્રવાહી કે બીજી વસ્તુ લઈને એટલે ઠંડક આદિ મોંઢામાં લે, પછી ગોળ આદિ મોમાં લે એમ બે વસ્તુ મેળવીને વાપરે. - સંયોજના કરવાથી થતાં દોષો. સંયોજના રસની આસક્તિ કરનાર છે. આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ કરે છે. સંસાર વધે છે. ભવાંતરમાં જીવને અશાતા થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy