SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 122 પિંડનિતિ - (518) અભિમાન ઓસરી ગયું. આથી આષાઢાભૂતિએ લગ્નની વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આ મારો મુનિવેષ મારા ગુરુને સોંપીને પાછો આવું છું.” ગુરુમહારાજના પગમાં પડીને આષાઢાભૂતિએ પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરમહારાજે કહ્યું કે “વત્સ ! તારા જેવા વિવેકી અને જ્ઞાનવાનને આલોક અને પરલોકમાં જુગુણનીય આચરણ કરવું યોગ્ય નથી. હું વિચાર કર, લાંબા કાળ સુધી. ઉત્તમ પ્રકારના શીલનું પાલન કર્યું છે, તો પછી હવે વિષયોમાં આસક્ત થા નહિ, બે હાથ વડે આખો સમુદ્ર તરી ગયા પછી ખાબોચિયામાં કોણ ડૂબે ?' વગેરે ઘણા પ્રકારે આષાઢાભૂતિને સમજાવ્યા છતાં પણ આષાઢાભૂતિને કંઈ અસર થઈ નહિ. આષાઢાભૂતિએ કહ્યું કે “ભગવન્! આપ કહો છો તે બધું બરાબર છે, પરંતુ પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી વિષયના વિરાગરૂપ મારૂં કવચ નિર્બળતાના યોગે સ્ત્રીના કટાક્ષરૂપી બાણોથી જર્જરિત થઈ ગયું છે. આમ કહી આચાર્ય ભગવંતને નમસ્કાર કરી પોતાનો ઓઘો ગુરુમહારાજ પાસે મૂકી દીધો. પછી વિચાર કર્યો કે 'એકાંત ઉપકારી સંસારસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને ઉદ્ધાર કરવાની ભાવનાવાળા, સઘળા જીવોના બંધુતુલ્ય એવા ગુરુને કંઠ કેમ કરાય ?" આમ વિચાર કરી પાછા પગલે ઉપાશ્રયની બહાર નીકળી વિચારે છે. આવા ગુરુની ચરણસેવા ફરીને ક્યારે પ્રાપ્ત થશે.?” અષાઢાભૂતિ વિશ્વકર્માના મંદિરે આવી પહોંચ્યાં. વિશ્વકર્માએ આદરપૂર્વક કહ્યું કે 'મહાભાગ્યવાન ! આ મારી બે કન્યાનો સ્વીકાર કરો. બન્ને કન્યાના લગ્ન આષાઢાભૂતિ સાથે કરવામાં આવ્યા. વૃત્તિમાં આપેલી પછીની કથા વિષયવસ્તુને સમજાવવા ઉપયોગી નથી પણ સાર એટલો જ કે માયાપિંડ તે સાધુને ચારિત્ર મુકાવનાર બન્યું માટે - આ રીતે સાધુએ મુખ્ય ઉત્સર્ગ માર્ગે માયાપિંડ ગ્રહણ કરવો, નહિ. અપવાદ માગે, બિમારી, તપશ્ચર્યા, માસક્ષમણ, માધુર્ણક, વૃદ્ધ તથા સંઘ આદિના વિશેષ કારણે માયાપિંડ લઈ શકે. [પ૧૯-૫૨૧] રસની આસક્તિથી સિંહકેસરીયા લાડુ ઘેબર આદિ જ આજે હું ગ્રહણ કરીશ.' આવો વિચાર કરી ગોચરીએ જાય, બીજું મળતું હોય તે ગ્રહણ ન કરે પણ. પોતાની ઇચ્છિત વસ્તુ મેળવવા માટે ઘણું ભમે, અને ઈચ્છિત વસ્તુ પોતાના જોઈતા, પ્રમાણમાં મેળવે. તે લોભપિંડ કહેવાય. સાધુને આવી લોભપિંડદોષવાળી ભિક્ષા લેવી. કલ્પ નહિ. ચંપા નામની નગરીમાં સુવ્રત નામના સાધુ આવેલા હતા. એક વખત ત્યાં લાડુનો ઉત્સવ હતો એટલે લોકો વિવિધ પ્રકારના લાડુ બનાવતા અને ખાતા. સુવ્રત. મનિએ ગોચરીએ નીકળતાં મનમાં નક્કી કર્યું કે “આજે તો સિંહકેસરીઆ લાડુ ભિક્ષામાં મેળવવા.” ચંપાનગરીમાં એક ઘેરથી બીજે ઘેર ફરે છે, પણ સિંહકેસરીઓ લાડુ મળતો નથી. ભમતાં બે પ્રહર વીતી ગયા પણ લાડુ મળ્યો નહિ, એટલે ધ્યાન લાડુમાં હોવાથી મગજ ખસી ગયું. પછી તો ઘરમાં પ્રવેશ કરતાં “ધર્મલાભને બદલે સિંહકેસરા' બોલવા લાગ્યા, આમને આમ આખો દિવસ પુરો થયો, પણ સિંહકેસરીઓ લાડુ મળ્યો નહિ. રાત્રી પડી પણ ફરવાનું તો ચાલુ રાખ્યું. રાત્રીના બે પ્રહર વ્યતીત થયા હશે ત્યાં એક ગીતાર્થ અને હોંશીઆર શ્રાવકના ઘરમાં સિંહકેસરા’ બોલતાં પ્રવેશ કર્યો. શ્રાવકે વિચાર કર્યો દિવસે ફરતા સિંહકેસરીઓ લાડવો મળ્યો નથી, તેથી મગજ ખસી ગયું લાગે છે. જો સિંકેસરીઓ લાડવો મળે તો ચિત્ત સ્વસ્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy