________________ અધ્યયન-૨ 189 કરવું. ઈરિયાસમિતિ બરાબર ન શોધાય, પ્રેક્ષાદિક સંયમ ન સાચવી શકાય, સ્વાધ્યાયદિક કરવાની શક્તિ ધટતી જાય, બલ ઓછું થવા લાગે. ધર્મધ્યાન ન કરી શકે માટે સાધુએ આટલા કારણે ભોજન કરવું પડે. આ પ્રમાણે પિંડ વિશુદ્ધિ જાણવી. [64] હવે પાંચ સમિતિઓ આ પ્રમાણે કહેલી છે - ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ. આદાનભંડ-મત્તનિક્ષેપણાસમિતિ, અને ઉચ્ચાર-પાસવણ ખેલ સિંધાણજલ્લપારિષ્ઠાપનિકાસમિતિ, તથા ત્રણ ગુપ્તિઓ મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, તથા બાર ભાવનાઓ તે આ પ્રમાણે 1 અનિત્યભાવના, 2 અશરણભાવના, 3 એકત્વભાવના, 4 અન્યત્વભાવના, 5 અશુચિભાવના, 6 વિચિત્ર સંસારભાવના. 7 કર્મના આશ્રવની ભાવના, 8 સંવરભાવના 9 નિર્જરાભાવના, 10 લોકવિસ્તારભાવના, 11 તીર્થકરો સારી રીતે કહેલો અને સારી રીતે પ્રરૂપેલો ઉત્તમ ધર્મ તેના તત્ત્વની વિચારણારૂપ ભાવના, 12 ક્રોડી જન્માન્તરોમાં દુર્લભ એવી બોધિદુર્લભ ભાવના. આ વગેરે સ્થાનાન્તરોમાં જે પ્રમાદ કરે તે ચારિત્રકુશીલ જાણવા. [65 તથા તપ કુશીલ બે પ્રકારના એક બાહ્ય તપકુશીલ અને બીજા આભ્યન્તર તપ કુશીલ. તેમાં જે કોઈ મુનિ વિચિત્ર એવા પ્રકારનું વિશિષ્ટ લાંબા સમયનું ઉપવાસાદિક તપ, ઉણોદરિકા, વૃત્તિ સંક્ષેપ, રસનો પરિત્યાગ કાય-કલેશ, અંગોપાંગ સંકોચી રાખવા રૂપ સંલીનતા. આ છ પ્રકારના બાહ્ય તપમાં છતી શક્તિએ જેઓ ઉદ્યમ કરતા નથી. તે બાહ્ય તપ કુશીલ કહેવાય. તથા જે કોઈ મુનિ વિચિત્ર વિવિધ પ્રાયશ્ચિતો લેવાનો. વિનય વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાઉસ્સગ્ગ, એમ છ પ્રકારના આભ્યત્તર તપોસ્થાનમાં ઉદ્યમ કરતા નથી તે અભ્યત્તર તપકુશીલ કહેવાય. કિ૪૬-૪૭] તથા બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓ તે આ પ્રમાણે એકમાસિકી, બેમાસિકી. ત્રણમાસિકી, ચારમાસિકી, પાંચમાસિકી, છમાસિકી, સાતમાસિકી એમ સાત પ્રતિમા. આઠમી સાત અહોરાત્રની, નવમી સાત અહોરાત્રની, દશમી સાત અહોરાત્રની, અગીઆરમી એક અહોરાત્રની અને બારમી એકરાત્રિની એવી બાર ભિક્ષ પ્રતિમાઓ જાણવી. [48] તથા અભિગ્રહો - દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી. તેમાં દ્રવ્ય અભિગ્રહમાં બાફેલા અડદ વગેરે દ્રવ્ય ગ્રહણ કરવા, ક્ષેત્રથી ગામમાં કે ગામની બહાર ગ્રહણ કરવું, કાળથી પ્રથમ વગેરે પોરિસિમાં ગ્રહણ કરવું, ભાવથી ઢોંધાકિ કષાયોવાળો જે મને આપે તે ગ્રહણ કરીશ આ પ્રમાણે ઉત્તરગુણો સંક્ષેપથી સમાસ કર્યાતેમ કરતાં ચારિત્રાચાર પણ સંક્ષેપથી પૂર્ણ થયો. તપાચાર પણ સંક્ષેપથી તેમાં આવી ગયો. તેમજ વિચાર તે કહેવાય કે જે આ પાંચ આચારોમાં ન્યુન આચારો ન સેવે. આ પાંચે આચારોમાં જે કોઈ અતિચારોમાં જાણી જોઈને અજયણાથી, દર્પથી પ્રમાદથી, કલ્પથી, અજયણાથી કે જયણાથી જે પ્રમાણે પાપ સેવ્યું હોય તે પ્રમાણે ગુરૂ પાસે આલોવીને માર્ગ જાણનાર ગીતાર્થ ગુરુ જે પ્રાયશ્ચિત આપે તે બરાબર આચરે. આ પ્રકારે અઢાર હજાર શીલના અંગોમાં જે પદમાં પ્રમાદ સેવ્યો હોય, તેને તે તે પ્રમાદ દોષથી કુશીલ સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org