________________ અધ્યયન-૨,ઉદેસો-૧ 237 રિ૪૮-૨૫૦] મનુષ્યને જે જઘન્ય દુખ હોય તે બે પ્રકારનું જાણવું-સૂક્ષ્મ અને બાદર. બીજા મોટા દુઃખો વિભાગ વગરના જાણવા. સમુચ્છિમ્ મનુષ્યોને સુક્ષ્મ અને દેવોને વિષે બાદર દુઃખ હોય છે. મહર્તિક દેવોને ચ્યવનકાલ બાદર માનસિક દુઃખ થાય હુકમ ઉઠાવનાર સેવક-આભિયોગિક દેવોને જન્મથી માંડી જીવનના છેડા સુધી માનસિક બાદર દુઃખી હોય. દેવોને શારીરિક દુખ હોતું નથી. દેવતાઓનું વજા સરખું અતિ બલવાન વૈક્રિય હૃદય હોય છે. નહિંતર માનસિક દુઃખથી 100 ટૂકડા થઈને તેનું દ્ભય ભેદાઈ જાય. 251-252] બાકીના બે વિભાગ વગરના તે મધ્યમ અને ઉત્તમદુઃખ. આવા દુઃખો ગર્ભજ મનુષ્યનેમાટે સમજવા.અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળા યુગલીયાને વિમધ્યમ પ્રકારનું દુઃખ હોય. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને ઉત્કૃષ્ટ દુખ હોય. 253] હવે દુઃખના અર્થવાળા પર્યાય શબ્દો કહે છે. * અસુખ, વેદના, વ્યાધિ, પીડા, દુઃખ, અનિવૃત્તિ, અણરાગ (બેચેની), અરતિ, કલેશ વગેરે અનેક એકાર્થિક પર્યાય શબ્દો દુઃખને માટે વપરાય છે. બીજા અધ્યયન નો ઉદેસો -૧-પૂર્ણ! (અધ્યયન 2 ઉસો-૨[૫૪] શારિરીક અને માનસિક એવા બે ભેદવાળા દુખો જણાવ્યા, તેમાં હવે હે ગૌતમ ! એ શારીરિક દુઃખ અતિ સ્પષ્ટપણે કહું છું. તેને તું એકગ્રતાથી સાંભળ. રિપપ-૨૬૨] કેશાગ્રનો લાખ ક્રોડમો ભાગ હોય તેટલા માત્ર ભાગને સ્પર્શ કરવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિવાળા કુંથુઆના જીવને એટલી બધી તીવ્ર પીડા થાય કે જો આપણને કોઈ કરવતથી કાપે કે લ્કયને અથવા મસ્તકને શસ્ત્રથી ભેદે તો આપણે થર થર કંપીએ, તેમ કુંથુઆના સર્વ અંગો સ્પર્શ માત્રથી પીડા પામે તેને અંદર અને બહાર ભારી પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને કંપ થવા લાગે, તે પરાધીન વાચા વગરનું હોવાથી વેદના જણાવી શકાતું નથી. પણ ભારેલો અગ્નિ સળગે તેમ તેનું માનસિક અને શારીરિક દુઃખ અતિશય હોય છે. વિચારે છે કે આ શું છે? મને આ ભારે પીડા કરનાર દુખ પ્રાપ્ત થયું છે, લાંબા ઉણ નિસાસા મૂકે છે. આ દુઃખનો છેડો ક્યારે આવશે? આ પીડાથી હું ક્યારે છૂટીશ? આ દુઃખના સંકટથી મુક્ત થવા માટે કયો પ્રયત્ન કરું? ક્યાં નાસી જાઉં? શું કરે જેથી દુઃખ મટે અને સુખ થાય. શું ખરું? અથવા શું આચ્છાદન કરું ? શું પથ્ય કરે ? ઓ પ્રમાણે ત્રણ વર્ગના વ્યાપારના કારણે તીવ્ર મહાદુઃખના સંકટમાં આવી ભરાણોછું સંખ્યાતી આવલિકાઓ સુધી હું કલેશાનુભવ ભોગવીશ, સમજું છું કે આ મને ખણ આવી છે, કોઈ પ્રકારે આ પણ શાન્ત થશે નહીં. 262-265] આ અધ્યવસાયવાળો મનુષ્ય હવે શું કરે છે તે હે ગૌતમ ? તું સાંભળ હવે જો તે કુંથુનો જીવ બીજે ચાલ્યો ગયો ન હોય તો તે પણ ખણતા ખણતાં પેલા કુંથુના જીવને મારી નાખે છે. અથવા ભીંત સાથે પોતાના શરીરને ઘસે એટલે કુંથુનો જીવ કલેશ પામે યાવતું મૃત્યુ પામે મરતા કુંથુઆ ઉપર ખણતો તે મનુષ્ય નિશ્ચયથી અતિરૌદ્ધ ધ્યાનમાં પડેલો છે. એમ સમજવું જો તે મનુષ્ય આર્ય અને રૌદ્રના સ્વરૂપને જાણનાર હોયતો તેવો ખણનાર શુદ્ધ આર્તધ્યાન કરનારો છે એમ સમજવું. [26] તેમાં જ રૌદ્રધ્યાનમાં વર્તતો હોય તે ઉત્કૃષ્ટ નરકાયુષ બાંધે અને આત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org