________________ 30 મહાનિસીહ– 7-1384 જીવરાશિના તમામ જીવોને સર્વ પ્રકારના ભાવથી ત્રિવિધ-ત્રિવિધ ખમાવે નહિ, ક્ષમાપના આપે નહિ તેમજ ચેત્યોને વંદના ન કરી હોય, ગુરુના ચરણ કમળમાં ઉપધિ દેહ આહારાદિકના સાગર પચ્ચખાણ કર્યા વગર કાનના છિદ્રોમાં કપાસનું રૂ ભરાવ્યા સિવાય સંથારામાં બેસે તો દરેકમાં ઉપસ્થાપન, સંથારામાં બેઠા પછી આ ધર્મ-શરીરને ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલ આ “શ્રેષ્ઠ મંત્રાક્ષરોથી” દશે દિશામાં સાપ, સિંહ દુષ્ટ પ્રાન્ત, હલકા વાણમંતર પિશાચ વગેરેથી રક્ષણ ન કરે તો ઉપસ્થાપન, દશે દિશામાં રક્ષણ કરીને બાર ભાવાનાઓ ભાખ્યા સિવાય સુઈ જાય તો પચ્ચીશ આયંબીલ. એક જ નિદ્રા પૂર્ણ કરીને જાણીને ઈરિયાવહી. પડિક્કમીને પ્રતિક્રમણના સમય સુધી સ્વાધ્યાય ન કરે તો દુવાલસ, ઉંઘી ગયા પછી દુઃસ્વપ્ન કે કુસ્વપ્ન આવે તો સો શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ન કરવો. રાત્રે છીંક કે ખાંસી ખાય, પાટીયા, પાટ કે દંડ ખસે કે શબ્દ કરે તો ખમણ. દિવસ અથવા રાત્રે હાસ્ય, ક્રીડા, કંદર્પ નાથવાદ કરે તો ઉપસ્થાપન એ પ્રકારે જે ભિક્ષુ સુત્રનું અતિક્રમણ કરીને કાલનું અતિક્રમણ કરીને આવશ્યક કરે તો હે ગૌતમ ! કારણવાળાને મિચ્છા મિ દુક્કડ પ્રાયશ્ચિત આપવું. જે અકારણિક હોય તેને તો યથાયોગ્ય ચઉલ્થ વગેરે પ્રાયશ્ચિત કહેવા, જે ભિક્ષુ શબ્દ કરે કરાવે, ગાઢ કે અગાઢ શબ્દોથી બૂમ પાડે તે દરેક સ્થાનકમાં દરેકનું દરેક પદમાં યથાયોગ્ય સંબંધ જોડીને પ્રાયશ્ચિત આપવું. એ- પ્રમાણે જે ભિક્ષુ અકાય, અગ્નિકાય કે સ્ત્રીના શરીરના અવયવોનો સંઘટ્ટો કરે. પણ ભોગવે નહિ તો તેને ૨૫-આયંબિલ આપવા જે વળી સ્ત્રીને ભોગવે તે દુરંત પ્રાન્ત લક્ષણવાળાનું મુખ પણ ન દેખવું. એવા તે મહાપાપ કર્મ કરનારને પારાંચિત પ્રાયશ્ચિત આપવું. હવે જો તે મહાતપસ્વી હોય 70 માસક્ષપણ 100 અર્ધમાસક્ષપણ, 100 દુવાલસ, 100 ચાર ઉપવાસ, 100 અઠ્ઠમ, 100 છઠ્ઠ, 100 ઉપવાસ, 100 આયંબિલ, 100 એકાશન, 100 શુદ્ધ આચામ્ય, એકાશન (જેમાં લુણ મરી કે કંઈ પણ મિશ્રણ કરેલ ન હોય) 100 નિવિકૃતિક, યાવતું સવળા અવળાક્રમે પ્રાયશ્ચિત જણાવવું. આ આપેલું પ્રાયશ્ચિત્ત જે ભિક્ષુ વગર વિસામે પાર પાડે તે નજીકના કાળમાં આગળ આવનાર સમજવો. [1385] હે ભગવંત ! સવળા-અવળા કર્મથી આ પ્રમાણે સો સો સંખ્યા પ્રમાણ દરેક જાતના તપોના પ્રાયશ્ચિત કરે તો કેટલા કાળ સુધી તે કર્યા કરે ? હે ગૌતમ ! જ્યાં સુધી તે આચાર માર્ગમાં સ્થાપન થાય ત્યાં સુધી કર્યા કરે, હે ભગવંત! ત્યાર પછી શું કરે? હે ગૌતમ ! ત્યાર પછી કોઈ તપ કરે, કોઈ તપ ન કરે, જે આગળ કહ્યા પ્રમાણે તપ કર્યા કરે છે તે વંદનીય છે, તે પૂજનીય છે, તે દર્શનીય છે, તે અતિપ્રશસ્ત સુમંગલ-સ્વરૂપ છે, તે સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક છે. ત્રણે લોકને વંદનીય છે. જે કહેલા તપનું પ્રાયશ્ચિત કરતો નથી તે પાપી છે, મહાપાપી છે, પાપીઓનાં પણ મોટો પાપી છે. દુરન્ત પ્રાન્ત અધમ લક્ષણવાળો છે. યાવતું મુખ જોવા લાયક નથી. [1386-1387] હે ગૌતમ! જ્યારે આ પ્રાયશ્ચિત સુત્ર વિચ્છેદ પામશે ત્યારે ચંદ્ર, - સુર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓનું તેજ સાત રાત્રિ દિવસ સ્કુરાયમાન નહિ થશે હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org